આજે વિશ્વ રંગભૂમિ દિવસ કલાકાર બનતા નથી,જન્મે છે

82

ભગવદ્દ ગૌમંડળ ગ્રંથના આધારે પૂર્વ ૧૨૮૦માં ગુજરાતીમાં પ્રથમ નાટક લખાયેલ ત્યાર બાદ ૧૮૫૧માં નર્મદે બુઘ્ધિવર્ધક સંસ્થા શરૂ કરી એ જ સમયે મુંબઇમાં સેકસપીયર કલબની સ્થાપના થઇ

સમગ્ર વિશ્ર્વ આજે રંગભૂમિ દિવસ ઉજવી રહ્યો છે. રંગભૂમિ કલાનો મૂળ આપણને વેદ-ઉપનિષદમાં પણ જોવા મળે છે. સર્જનહાર આ રંગભૂમિના સુત્રધાર છે. વૃક્ષોના લીલા પાન પ્રભુ પરિચયના એક સંવાદ જેવા છે કલા માટે કહેવાય છે કે કલાકાર અંદરની રચના જાએ છે, બહારની નહીં નજર સમક્ષ ભજવવાની કલા અને તેનો અભિનય એટલે રંગ મંચ ઉપર આપવાની દરરોજની પરીક્ષા છે.

જાની દેશી નાટક મંડળીના સ્ત્રી પાત્રો સ્ટેજ ઉપર આવતાં નહીં તેથી પુરૂષો જ સ્ત્રી પાત્ર ભજવતાં હતા. આજે સમયાંતરે ટેકનોલોજી બદલાયને મેકઅપ, કેમેરા, લાઇટ સાઉન્ડ, અદ્યતન ફરતા સેટ, અલ્ટ્રા મોર્ડન ડીઝીટલ ટેકનોલોજી નો ઉપયોગ થઇ રહ્યો છે. અંતે તો મનુષ્ય જે જીવન જીવે છે એ પણ કલા જ છે. એટલે જ કહેવાય છે કે, જીવન જીવવાની કલાએ શ્રેષ્ઠ કલા છે.

જયાં ભાષા જીવે છે ત્યાં સંસ્કૃતિ પણ જીવે છે. ગુજરાતી રંગમંચ એ ગુજરાતી ભાષા અને સાહિત્ય બચાવવાનો પ્રયાસ છે. સિનેમા યુગમાં વધતો ક્રેઝને કારણે નાટકો ઓછા બનવા લાગ્યા નાટક મંડળીનો યુગ પુરો થઇ ગયો આજે મુંબઇનાં આધુનિક નાટકોની બોલબાલા છે પણ હજી લોકો હોલમાં જોવા આવતા નથી. આજનો યુવા વર્ગ નેટ માઘ્યમથી મોબાઇલમાં જ નાટકો જોવા લાગ્યો છે. વિશ્ર્વ રંગ ભૂમિના દિવસે અંગ્રેજી માઘ્યમની શાળામાં ભણતા વિદ્યાર્થીઓને ગુજરાતી નાટક જોતા કરવા પડશે. તે લોકોને રસ પડે તેવા નાટકો નિર્માણ કરવા સૌની જવાબદારી છે.

આજે મનોરંજન યુગમાં નાટક અને ભવાઇ કલા અંતિમ શ્ર્વાસ લઇ રહી છે. ૧૯૬૧માં યુનેસ્કો દ્વારા યોજાયેલી મીટીંગ યોજાય તેમાં ૧૪૫ દેશોના રસિકો બે ભાગ લીધો. ગુજરાતમાંથી ચં.ચી. મહેતા  પણ જોડાયેલ ને એમની લાગણી માંગણી ની વિનંતીની માન આપીને ૨૭ માર્ચ વિશ્ર્વ રંગભૂમિ દિવસ ઉજવવાનું નકકી કરાયું હતું. વિશ્ર્વ રંગ ભૂમિ દિવસની શરૂઆત ૧૯૬૧માં ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટયુટ (આઇ.ટી.આઇ.) ફ્રાન્સમાં કરવામાં આવી હતી. આ દિવસ વિશ્ર્વને શાંતિનો સંદેશ આપે છે.

યુવા વર્ગને ગમતા નાટકો

* અમે લઇ ગયાં, તમે રહી ગયા

* લગે રહો ગુજુભાઇ

* વેઇટીંગ રૂમ

* ગુજજુભાઇ દબંગ

* ગુજજુભાઇ સીરીઝ

* પત્તાની જોડ

* સુંદર બે બાયડી વાળો

* બૈરાઓનો બાહુબલી

* પ્રેમનો પ્બીલક ઇસ્યુ

* ૧૦૨ નોટ આઉટ

* કાનજી  દ/ત  કાનજી (ઓય માય ગોડ ફિલ્મ બની)

* કોડ મંત્ર

* સફરજન

* બા એ મારી બાઉન્ડરી

* ચિત્કાર

* લાલી -લિલા

* જલ્સા કરો જયંતિ લાલ

* આઇ.એન.ટી.ના ખેલંદો, લાક્ષા મહેલ

નાટક માટે જીવતો માણસ  દિનેશ વિરાણી

નાટય ઓર્ગેનાઇઝર દિનેશ વિરાણીએ જણાવેલ છે કે છેલ્લા ૩૦ વર્ષથી હું નાટય જગત સાથે સંકળાયેલો છું. મારી આટલી લાંબી યાત્રામાં લોકો મને નાટક માટે જીવતો માણસ કહે છે. પણ હું લોકોને નાટક પરત્વે રસ રૂચી વધે તેવા પ્રયાસના ભાગરુપે વરસના ૩૦ થી વધુ નાટકોના શો કરૂ છું.

ભવાઇ એટલે ભવની વહી, અર્થાત ભવની કથા: જિંદગીની કથા સંસારની તડકી છાંયડીઓની કથા નાટક એ ગુજરાતની અસ્મિતા છે

આજે વિશ્ર્વરંગભૂમિના દિવસે  જો આપતા શહેરમાં નાટક આવે તો એકવાર જરૂર જોવા જજો અને સારુ લાગે તો જરુર તેને વિબરદાવજો જેથી રંગભૂમિદિનની રાહ નહી જોવી પડે આપણે તો રોજરોજ વિશ્ર્વરંગ ભૂમિ દિવસની ઉજવણી થશે. એક જમાનો હતો અણહિલપુર પાટણમાં સંસ્કૃત નાટકો ભજવતાં હતા.

ગુજરાતી નાટય જગતને વિકસાવવામાં મુંબઇના પારસી સમાજનું યોગદાન ગણાય છે. અઢારમી સદીમાં અંગ્રેજો દ્વારા મુંબઇ શહેરનો વિકાસ ત્વરિત થયો, ત્યારે ૧૭૫૦ પછી તેમણે મુંબઇમાં મનોરંજન કાર્યક્રમોની શરૂઆત કરી ૧૭૭૬ માં અંગ્રેજોએ મુંબઇના ફોર્ટ એરીયામાં પહેલું થિયેટર બનાવ્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે લતેશ શાહ લિખીત અને દિગ્દર્શિત  ‘ચિત્કાર’ નાટક સતત રપ વર્ષો સુધી દેશ વિદેશમાં ભજવાયું આજ સુધી પટનાટકમાં જુદા જુદા રપ૦ કલાકારોએ કામ કર્યુ છે. બધા જ બદલાયા પણ મુખ્ય પાત્રમાં સુજાતા મહેતા દર વખતે હતા. જે એક રેકોર્ડ બ્રેક છે. આ નાટક પરથી ગત વર્ષે ગુજરાતી ફિલ્મ બની હતી. સુજાતા મહેતાએ ‘પ્રતિઘાત’, યતીન જેવી વિવિધ ફિલ્મોમાં અભિયાન પણ આપ્યો છે.

આજે સમય છે ત્યારે નવું ક્રિએશન કરીને આવનારા દિવસોમાં શ્રેષ્ઠ સર્જન લોકો સમક્ષ મુકીએ

નવા વિચારો નવા વિષયો નવી ટેકનીકલ જેટલું પણ નવું ક્રિમેશન કરી શકીએ, જેટલું પણ નવું લોહી ભરી શકીએ આ રંગભૂમિ માટે તેટલું આ સમયમાં ઓછું છે. આજે સમય છે ત્યારે નવું ક્રિએશન કરીને આવનારા દિવસોમાં શ્રેષ્ઠ સર્જન લોકો સમક્ષ મુકીએ એ જ આજનો રંગભૂમિ દિવસનો સંકલ્પ હોઇ શકે આજે આપણને જે ગમે છે, વિચારો છે તે લખીને શ્રેષ્ઠતમ રીતે રજુ કરીને સમયનો સદઉપયોગ કરીએએ જરૂરી છે. આજે કાંતિ પડીયા, ગીરીશ દેસમઇ, શૈલેષ દવે, પ્રવિણ જોશી જેવા મહાન નાટયકારોને યાદ કરતાં એમને અંજલી આપતો એક જ વાત કે નવા આવતા કલાકારો જે યુવા છે તે રંગભૂમિ માટે કામ કરવા આવી રહ્યા છે. તેમને હું મારી શુભેચ્છા પાઠવું છું. કોરોના  વાયરસના આ લોકડાઉનના સમયે તમામ નાટય કલાકારોને મારી શુભેચ્છા પાઠવું છું. અને છેલ્લે વસ્ત્રોની જેમ આપણે ઇચ્છા ઉતારીએ ટહુકાઓ ભૂંસીએ અને પીંછા ઉતારીએ ચહેરાઉપર પહેર્યા છે બે ચહેરા ઉતારીએ ભીંતેથી એક એક અરીસા ઉતારીએ.-કમલેશ મોતા (નિર્માતા નિર્દેશક – કલાકાર)

Loading...