Abtak Media Google News

સતત ખાંસી આવવી, ચકકર આવવા, માથુ દુ:ખવું, ગળફામાં લોહી આવવું, ભૂખ ન લાગવી, પરસેવો થવો, અચાનક વજન ઘટવુ ટીબીના રોગના લક્ષણ

ડબલ્યુ.એચ.ઓ દ્વારા કુલ ૮ દિવસ લોક જાગૃતિ માટે વિશ્ર્વભરમાં મનાવવમાં આવે છે. જયાં ‘વર્લ્ડ ટી.બી.ડે’ નું પણ સ્થાન છે, ‘રાજરોગ’ કહેવાતો આ રોગનો પ્રભાવ પહેલા લોકોમાં મૃત્યુના સ્થાને હતો, હૃદયરોગનું બીજુ નામ એટલે મૃત્યુ પરંતુ નવી નવી ટેકનોલોજી અને લોક જાગૃતતા આવવાથી આ રોગનું પ્રમાણ અને ભય લોકોમાં ઓછો થતો ગયો… પરંતુ આજે પણ લોકો આ ગંભીર રોગથી પીડાય છે. આંકડાઓ મુજબ આજે પણ દર વર્ષે ૮ થી ૧૦ લાખ લોકોને આ રોગ ભરખી જાય છે. સમયસર ઈલાજ થવાને લીધે ઘણા ને આ રોગથી છૂટકારો મળે છે. પરંતુ આજે પણ ક્ષોભ, ભયને અને વધારે પડતા આત્મવિશ્ર્વાસને કારણે આ રોગની અસર હોવા છતા મુકતપણે લોકો આ રોગને અવગણે છે.

Vlcsnap 2018 03 24 08H42M23S183નિષ્ણાંતો આ રોગ વિશે સીનર્જી હોસ્પિટલમાં સેવા આપતા ડો. જયેશ ડોબરીયા જણાવે છે કે ‘ટીબી’ એ ચેપી રોગ છે, ખાસી આવવી ચકકર આવવા, માથામાં થતો સતત દુ:ખાવો, ગળફામાં લોહી આવવું, ભૂખ ન લાગવી, પરસેવો થવો, અચાનક વજન ઓછો થવો એ ક્ષયના લક્ષણો છે. જો આવા લક્ષણો દેખાય તો તરત જ નજીકના સરકારી અથવા પ્રાઈવેટ કલીનીકનો સંપર્ક કરવો, ક્ષય એ એવી બીમારી છે જે આજે પણ લોકોને મૃત્યુ તરફ લઈ જાય છે.

સ્ટલીંગ હોસ્પિટલના ડો. અભય જાવીયાએ જણાવ્યું, ક્ષય રોગ એ પહેલા કેન્સર જેવો ગંભીર રોગ માનવામાં આવતો, પરંતુ આજે તે લોકોમાં સામાન્ય છે. નિરંતર પ્રયત્નો દ્વારા આજે આ રોગ પર કાબૂ મેળવવામાં આવ્યો છે. પરંતુ આજે પણ નાબૂદ કરવો કઠીન છે. લોકો આરોગનાં લક્ષણોને નકારી દે છે જે સૌથી મોટી ભૂલ છે.

Vlcsnap 2018 03 24 08H42M36S56આજે આધૂનિક પધ્ધતિ તથા ટેકનોલોજીની મદદથી આપણે એ સ્તરે પહોચ્યા છે. કે જો દર્દીને એઈડસ થયો હોય તો પણ સામાન્ય દર્દીની જેમ એઈડસગ્રસ્ત દર્દીમાંથી ક્ષય રોગ મટાડી શકાય છે.

ક્ષયના રોગમાં ‘ડોટસ’ની કામગીરી ઘણી પ્રબળ અને સક્રિય છે. સરકારી કામગીરીની માહિતી આપતા ડો.પી.બી. ભટ્ટ જણાવે છે કે ડોટસએ સરકારની અનોખી પ્રણાલી સૂચવે છે. ડોટસ એટલે ડાયરેકટ ઓબ્ઝર્વેશન ટ્રીટમેન્ટ સુપરવાઈઝ જયાં દર્દીને ડોટસ પ્રોવાઈડર પોતાના સામે બેસાડીને ક્ષયની દવા પીવડાવે છે. તથા સરકાર ક્ષયરોગથી પીડાતા દર્દીઓની સ્થિતિને ધ્યાનમાં રાખી બધી સારવારને નિ:શુલ્ક કરી છે. ગરીબ પછાત વિસ્તારોના દર્દીઓને કેટેગરી પ્રમાણે ૫૦૦ તથા ૧૦૦૦ રૂ. હેલ્થને સુધારવા માટે પણ આપવામાં આવે છે. કારણ કે ક્ષયની સારવાર દરમિયાન દર્દીને વધુ પ્રોટીન તથા વિટામીન જેવા ખોરાકની જરૂર પડે છે જે અનુલક્ષીને સરકાર બની શકે એટલી દર્દીને મદદ કરે છે.

Vlcsnap 2018 03 24 08H43M34S121૨૦૨૫ સુધી પોલીયોની જેમ દેશમાંથી ક્ષય રોગ નાબુદ કરવા જાહેરાતો અને કાયદાઓ દ્વારા લોકોને જાગૃત કરવાનો પ્રયત્ન કરે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ૨૦૨૫મા ક્ષયમુકત ભારતના વિઝનને અનુલક્ષી સરકાર આરોગ દેશમાંથી નાબુદ કરવા તત્પર બની છે.

છ-છ મહિનાના અંતરમાં સરકાર દ્વારા સેન્સિટીવ એરિયા જેવા કે પછાત વિસ્તાર, મજૂર વર્ગ, ગરીબ વર્ગ લોકોના વિસ્તારમા એકએક ઘરની તપાસ થશે, ટીબીના દર્દી અને તેમના પરિવારના લોકોની તપાસ કરવામાં આવશે જેથી ટીબીના લક્ષણ હોય તો તાત્કાલીક ઈલાજ મળી જાય.

કાયદાની દ્રષ્ટીએ પણ ટીબી રોકવાના પ્રયાસો કરવામાં આવ્યા છે. કેમીસ્ટ, પ્રેકિટસ કરતા નિષ્ણાંતો, પ્રાઈવેટ લેબોરેટરી ચલાવતા બધા જ લોકોએ અમુક સમયે ‘નોટીફીકેશન’ ફરજિયાત કરવું પડે છે જેમાં ક્ષય રોગના કેસ નોંધાતા તરત જ ઓનલાઈન આપવામાં આવતા ફોર્મેટમાં ડેટા આપવાનો હોય છે. જેથી કેટલા પ્રમાણમાં ક્ષય રોગ પર કાબુ મેળવાય છે. તેની જાણકારી મળતી રહે.

સરકારના અધતન પ્રયાસો થકી ક્ષય રોગનું પ્રમાણ તો ઓછુ થાય છે. પરંતુ હજુ પણ આ રોગ બેકાબુ પણ છે.

જેથી લોકોમાં જાગૃતતા વધે અને નિ:સંકોચપણે બધા જ દર્દી પોતાની બિમારીનો ઈલાજ કરે તેવા પ્રયાસ સરકાર કરતી રહે છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.