Abtak Media Google News

બીસીસીઆઇ હવે મહિલા ક્રિકેટર્સ માટે પણ આઇપીએલ જેવી લીગ ટુર્નામેન્ટ યોજવા વિચારી રહ્યું છે. જેની ટ્રાયલના ભાગરૃપે આવતીકાલે મુંબઇમાં વિમેન્સ ટ્વેન્ટી૨૦ એક્ઝિબિશન મેચ રમાશે. ભારતીય સમય અનુસાર બપોરે ૨થી આ મેચનો પ્રારંભ થશે.

૧૩-૧૩ સદસ્યોની બે ટીમમાં ઓસ્ટ્રેલિયાની પાંચ, ન્યૂઝીલેન્ડની ૩, ઇંગ્લેન્ડની બે અને ભારતની ૧૬  ક્રિકેટરનો સમાવેશ થાય છે. આઇપીએલ ટ્રેઇલબ્લેઝર્સની કેપ્ટન સ્મૃતિ મંધાના જ્યારે આઇપીએલ સુપરનોવાસની કેપ્ટન હરમનપ્રીત કૌર છે. મેચની પૂર્વસંધ્યાએ બીસીસીઆઇ દ્વારા યોજવામાં આવેલા ડિનરમાં ડેનિયલ યેટ્ટ, શિખા પાંડે,જુલન ગોસ્વામી, સ્મૃતિ મંધાના.

કોની ટીમમાં કોણ ? આઇપીએલ ટ્રેઇલબ્લેઝર્સ : એલિસા હિલી (વિકેટકીપર), સ્મૃતિ મંધાના (કેપ્ટન), સુઝી બેટ્સ, દીપ્તિ શર્મા, બેથ મૂની, જેમીમા રોડ્રિગ્ઝ, ડેનિયલ હેઝલ, શિખા પાંડે, લી તાહુહુ, જુલન ગોસ્વામી, એકતા બિશ્ત, પૂનમ યાદવ, દયાલન્ હેમલતા. આઇપીએલ સુપરનોવાસ : ડેનિયલ યેટ્ટ, મિતાલી રાજ, મેગ લેનિંગ, હરમનપ્રિત કૌર (કેપ્ટન), સોફી ડેવાઇન, એલિસ પેરી, વેદા કૃષ્ણમૂર્તિ, મોના મેશરામ, પૂજા વસ્ત્રાકર, મેઘન સ્કટ્ટ, રાજેશ્વરી ગાયેકવાડ, અનુજા પાટિલ, તાનિયા ભાટિયા (વિકેટકીપર).ઉપસ્થિત રહ્યા હતા

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.