Abtak Media Google News

જૂનાગઢના ભવનાથ મહાદેવના દર્શન કરવા માટે વહેલી સવારથી ભક્તો ઉમટ્યા છે. શિવરાત્રીના દિવસે મેળામાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ મંદિરમાં પહોંચ્યા. વહેલી સવારે ભવનાથ મહાદેવના ધ્વજારોહણ કાર્યક્રમ સાથે ગિરનાર શિવરાત્રી કુંભ મેળાનો વિધીવત પ્રારંભ થયો.

આ મેળામાં મોટી સંખ્યામાં સાધુઓ જોડાયા છે. ભવનાથ મહાદેવના સાંનીધ્યે આવેલ મૃર્ગીકુંડ ખાતે શાહી સ્નાન સાથે મેળાની પૂર્ણાહુતિ થશે. શિવરાત્રી કુંભ મેળાના અંતિમ દિવસ મોટી રાતે રવેડી નિકળશે. જેમાં જૂના પંચ દશનામ અખાડા, આહવાન અખાડા, અગ્નિ અખાડા સહિતના અખાડાના સાધુ-સંતો, સન્યાંસીઓ જોડાશે.

ભવનાથ વિસ્તારમાં ચારેબાજુ ધૂણીઓ અને ચલમની કસ ખેંચતા સાધુઓ જોવા મળી રહયા છે નાગાસાધુઓ ભગવાન શિવની આરાધનામાં વ્યસ્ત છે અંગે ભસ્મ અને હાથમાં ચલમ લઈને ભક્તિમાં રત નાગાસાધુઓ આજે સાંજે પોતપોતાના અખાડાઓમાંથી રવાડી સ્વરૂપે નીકળશે અને અંગ કસરતના દાવ સાથે ભવનાથ વિસ્તારમાં ફરીને રાત્રીના 12 વાગે મૃગીકુંડમાં શાહી સ્નાન બાદ મીનીકુંભની પુર્ણાહુતી થશે.

ભવનાથ વિસ્તારમાં આજે મેળાની આખરી રાત્રી  છે જેમાં ભજન મંડળો અને ઉતારાઓમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટી રહયા છે   ભજનની રમઝટ બોલશે જેમાં નામાંકિત કલાકારો ભજનની મોજ કરાવશે સવારથી ભવનાથ મહાદેવ મંદિરમાં વિવિધ પૂજન અર્ચન કરવામાં આવશે.

સવારથી જ ભવનાથ તરફના માર્ગો બંધ કરી દેવામાં આવશે અંદાજે 8 લાખ જેટલા લોકો બપોરથી પોતપોતાની જગ્યા ઉપર બેસીને નાગાસાધુઓની રવાડી નિહાળવા માટે બેસી જશે.અંદાજે 8 થી 10 કલાક સુધી લોકો એક્નીએક જગ્યા ઉપર બેસીને આ રાવડીની પ્રતીક્ષા કરશે બેસીને પ્રતીક્ષા કરતા લાખો લોકોને મંડળો અને સેવાભાવી લોકો દ્વારા મહાપ્રસાદ અને ફરાળની વ્યવસ્થા આપવામાં આવશે એ ઉપરાંત પાણી પણ પહોંચાડવામાં આવતું હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.