Abtak Media Google News

૧૨૩ આંતરરાષ્ટ્રીય મેચોમાં ૫૧ ગોલ કરનાર ફ્રાન્સનો લીજેન્ડ ખેલાડી બેલ્જીયમ તરફ રહેશે

ફીફા વર્લ્ડ કપ ૨૦૧૮ હવે અંતીમ તબકકા તરફ છે.ત્યારે આજે ફ્રાન્સ અને બેલ્જીયમ વચ્ચે પ્રથમ સેમી ફાઈનલ મેચ યોજાશે મેચ ખૂબજ રસપ્રદ બને તેવી શકયતા છે. ફ્રાન્સની ટીમે ફીફાક વર્લ્ડ કપમાં ખૂબજ પ્રભાવશાળી દેખાવ કર્યો હતો જેમ જેમ ફ્રાન્સ આગળ વધી રહ્યું છે. તેમજ તેનું પ્રદર્શન પણ સુધર્યું છે. એમ્બેવ્યે તરરીકે ફ્રાન્સને નવો સ્ટાર મળ્યો છે. ફ્રાન્સે સેમીફાઈનલ સુધીની સફરમાં ડેન્માર્ક, આર્જેન્ટીના ઉરૂગ્વે જેવી ટીમ સામે વિજય મેળવ્યો છે. બીજી તરફ બેલ્જીયમની ટીમ છેલ્લી ૨૪ મેચથી સતત જીતતી આવે છે.

અને આ પાંચ મેચમાં વિજય મેળવીને બેલ્જીયમ સેમીફાઈનલમાં પ્રવેશ્યું છે. આ પૂર્વે ૧૯૮૭નાં ફીફા વર્લ્ડ કપની સેમીફાઈનલમાં બેલ્જીયમ રમ્યું હતુ જેમાં તે આર્જેન્ટીના સામે હાર્યુ હતુ ફ્રાન્સ માટે મહત્વની વાત એ છેકે બ્લેસ મેટુડી ઉપરનો પ્રતિબંધ પૂર્ણ થતા તે હવે ગિરોર્ડે હજુ સુધી એક પણ ગોલ નહી કર્યા હોવાથી ટીમમાંથી દૂર રાખવામાં આવી શકે છે. તો બીજી તરફ થોમસ મ્યુનીયર વિના બેલ્જીયમે રમવું પડશે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.