Abtak Media Google News

ધો.૧૦માં ગણિતના પેપરનો શાંતિપૂર્ણ પ્રારંભ: બપોરે ધો.૧૨ સાયન્સમાં પણ ગણિત અને કોમર્સમાં અર્થશાસ્ત્રનું પેપર લેવાશે

બોર્ડની પરીક્ષામાં આજે ધો.૧૦ અને ૧૨ સાયન્સમાં ગણિતના મહત્વના પેપર લેવાશે. એકબાજુ વિદ્યાર્થીઓને ગણિત વિષયનો હાઉ સતાવતો હોય છે તો બીજુ બાજુ એન્જિનીયરીંગ ક્ષેત્રમાં કારકિર્દી ઘડવા માટે ગણિત વિષય મહત્વનો ગણવામાં આવે છે ત્યારે આજે ધો.૧૦માં સવારના સેશનમાં ગણિતનું પેપર શ‚ થઈ ગયું છે અને શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા લેવાઈ રહી છે અને બપોરના સેશનમાં ધો.૧૨ સાયન્સમાં પણ ગણિતનું પેપર લેવાશે. જયારે ધો.૧૨ કોમર્સમાં અર્થશાસ્ત્રનું પેપર લેવાશે.

શિક્ષણ બોર્ડ દ્વારા હાલ રાજકોટ સહિત રાજયભરમાં આવી રહેલી બોર્ડની પરીક્ષામાં ધો.૧૦ અને ૧૨ સાયન્સમાં ગણિતનું મહત્વનું પેપર લેવાશે. જોકે પેપરની તૈયારી માટે વિદ્યાર્થીઓને શનિ-રવિની બે દિવસની રજાનો લાભ મળ્યો હોવાથી તૈયારીઓ કરવા માટે પૂરતો સમય મળી ગયો હતો.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાઈ રહેલી બોર્ડની પરીક્ષામાં આજે સૌી મહત્વના વિષયોની પરીક્ષા લેવામાં આવશે. ધોરણ-૧૦માં ગણિત વિષયની પરીક્ષા. જ્યારે સાયન્સ ચોા સેમેસ્ટરમાં પણ એ ગ્રૂપના વિર્દ્યાીઓ માટે ગણિત વિષયની પરીક્ષા લેવાનાર છે. જ્યારે ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં ર્અશા વિષયની પરીક્ષા લેવાશે.

શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૦, ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ અને સાયન્સ ચોા સેમેસ્ટરની પરીક્ષા લેવામાં આવી રહી છે. જેમાં હવે આજે ધોરણ-૧૦ અને સાયન્સ ચોા સેમેસ્ટરમાં સૌી અઘરા વિષયોની પરીક્ષા લેવામાં આવનાર છે. ધોરણ-૧૦માં ગણિત વિષયની પરીક્ષા લેવાશે. જ્યારે સાયન્સ ચોા સેમેસ્ટરમાં પણ ગણિત વિષયની પરીક્ષા લેવામાં આવનાર છે. છેલ્લા બે વર્ષી ધોરણ-૧૦ અને સાયન્સ ચોા સેમેસ્ટરમાં ગણિતનું પેપર સરળ રહે છે. જોકે, તે અગાઉના વર્ષે ધોરણ-૧૦માં ગણિતના પેપરે વિર્દ્યાીઓની કસોટી કરી હતી.ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં ર્અશા વિષયની પરીક્ષા લેવામાં આવનાર છે. આમ તો આ વિષય વિર્દ્યાીઓને સરળ લાગતો હોય છે. પરંતુ ર્અશામાં લખવાનું લાંબુ રહેતું હોવાી ઘણા વિર્દ્યાીઓને પેપરમાં સમય ખૂટતો હોવાની ફરિયાદ ઊઠે છે.

ર્અશા વિષયમાં વિર્દ્યાીઓ શરૂઆતમાં લાંબુ લખવાનો પ્રયાસ કરતા હોય છે. જેના પગલે પેપરમાં છેલ્લા પ્રશ્નોમાં સમય ખુટતો હોવાનું જાણવા મળે છે. સોમવારે ત્રણ મહત્વના પેપર બાદ ધોરણ-૧૦માં માત્ર સામાજિક વિજ્ઞાનનું મહત્વનું પેપર બાકી રહેશે. જ્યારે સાયન્સમાં એ ગ્રૂપના વિર્દ્યાીઓ માટે મહત્વના વિષયોની પરીક્ષા પૂર્ણ શે. પરંતુ બી ગ્રૂપના વિર્દ્યાીઓ માટે બાયોલોજીનું પેપર બાકી રહેશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.