Abtak Media Google News

ઢેબર રોડ પર આવેલા સ્વામિનારાયણ ગૂરૂકુળમાં ભગવાન સ્વામિનારાયણને અભિષેક કરવામાં આવ્યો જેમાં મોટી સંખ્યામાં હરિભકતો ઉમટી પડયા હતા ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજ અભિષેક કરી હરિભકતોએ ધન્યતાની લાગણી અનુભવી. મહત્વનું છે કે ચાતુર્માસ શરૂ થઈ રહ્યા છે ત્યાર ભગવાન સ્વામિનારાયણને દૂધનો અભિષેક કરી હરિભકતો દ્વારા નિત્યનિયમમાં રહેવાય તેવી પ્રાર્થના કરી હતી આ સાથે જ અષાઢ મહિનોએ ચોમાસાનો મહિનો છે. અને આ મહિનામાં સામાન્ય રીતે વરસાદ સારા પ્રમાણમાં આવે છે. જોકે વિધિની વક્રતા કહો કે અન્ય કોઈ પરિણામ પરંતુ આ વર્ષે વરસાદની ખેંચ વર્તાઈ રહી છે. ત્યારે હરિભકતોએ આજે ભગવાન પાસે સારા વરસાદની પ્રાર્થના કરી હતી. ઉલ્લેખનીય છે કે રાજકોટ ગુરૂકુલ સહિત સુરત, વડોદરા, અમદાવાદ સહિત હરિનોમના દિવસે શ્રી હરિને દૂધનો અભિષેક કરવામાં આવે છે. અને દરેક હરિભકતોને દૂધની પ્રસાદીનું વિતરણ પણ કરવામાં આવે છે. આજે અષાઢ સુદ નોમના દિવસે રાજકોટ ગૂરૂકુલમાં અભિષેકને લઈ મોટી સંખ્યામાં હરિભકતો ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાન પાસે વરસાદની માંગ કરી હતી.

Today-Shri-Hari-Jayanti-God-Bless-The-Milk-Of-Good-Rain
today-shri-hari-jayanti-god-bless-the-milk-of-good-rain
Today-Shri-Hari-Jayanti-God-Bless-The-Milk-Of-Good-Rain
today-shri-hari-jayanti-god-bless-the-milk-of-good-rain

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.