દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની આજે ૧૦૨મી જન્મ જયંતિ

181

ભારત દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન અને પાકિસ્તાનને ધૂળ ચાટતું કરવામાં જો કોઈની યાદ લોકો કરતા હોય તો તે સ્વ.ઇન્દીરા ગાંધી છે. ઇન્દીરા ગાંધીનો જન્મ ૧૯/૧૧/૧૯૧૭ના રોજ અલ્હાબાદમાં સ્વરાજ ભવનમાં નહેરુ પરિવારમાં થયો હતો તેમના દાદાજી મોતીલાલ નહેરુએ તેમનું નામ ઇન્દીરા રાખ્યું હતું અને જવાહરલાલ નહેરુને ઇન્દીરાને પ્રિયદર્શીની કહીને બોલાવતા હતા તેમની માતાનું નામ કમલા નહેરુ હતું તે વારંવાર બીમાર પડતા હતા.

આ સમયે દેશ અંગ્રેજોના હાથમાં ગુલામ હતો આઝાદીની લડતમાં પિતા જવાહરલાલને વારંવાર જેલવાસમાં જવું પડતું હતું અને નજરકેદ રહેવું પડતું હતું ઇન્દિરાજી નહેરુ પરિવારમાં માત્ર એક જ સંતાન હતા તેથી આખો પરિવાર તેમને ખુબજ પ્રેમ કરતો હતો જવાહરલાલ નહેરુની આઝાદી લે કે રહેંગે ના નારા થી આખા દેશમાં તેની અસર હતી બાળપણમાં જ વાનરસેના ઉભી કરી ઇન્દિરાજી ક્રાંતિકારીઓની મદદ કરતા હતા.

પ્રથમ ત્રણ વર્ષ પુના ની બોર્ડીંગ સ્કુલમાં અભ્યાસ કર્યા પછી ૧૯૩૪માં ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરના શાંતિનિકેતનમાં અભ્યાસ કરવા ગયા ૧૯૩૬માં તેમના માતાજી કમલા નહેરુનું અવસાન થયું અને પિતાજી જેલવાસમાં તેથી ઇન્દિરાને નાનપણમાં જ કડવા અનુભવો થતા ૧૯૩૭માં ઓક્સફર્ડ યુનિવર્સીટીમાં દાખલ થયાં ૧૯૪૧માં ઓક્સફર્ડ યુનિવર્સીટીમાં અભ્યાસ પૂર્ણ કરી હિન્દુસ્તાન પરત આવતા અને પિતાજી સાથે આઝાદીની લડતમાં જોડાયા ગયા અને આઝાદી કાજે લંડન સ્કુલ ઓફ ઇકોનોમિક્સનો અભ્યાસ અધુરો રાખી ૧૯૪૧માં આઝાદીની લડત લડતા ક્રાંતિકારી પારસી યુવાન ફિરોજ ગાંધી સથે લગ્ન કર્યા. ઇન્દિરાજી અને ફિરોજ ગાંધી કાશ્મીરથી પરત આવતા બંને ની ધરપકડ કરી અલ્હાબાદ જેલમાં ૧૩ માસ સુધી રહ્યા હતા.

બાળપણથી યુવાની સુધી ઇન્દિરાજીને દેશના મહાન નેતા અને મહાનુભાવો સંપર્કમાં રહી શીખવાનું પણ મળ્યું તેવા નેતા અને પરમ પૂજ્ય મહાત્મા ગાંધીજી, રાજેન્દ્રબાબુ, મૌલાના આઝાદ, સરદાર વલ્લભભાઈ પટેલ જે રાષ્ટ્રીય નેતાઓના નજીકથી જોયા અને જાણ્યા અને અનુભવ્યા તેમજ પ્રેરણા પણ મેળવી તેઓ ૧૯૬૦માં ૪૩ વર્ષની વયે ફિરોજ ગાંધીજીનું મુત્યુ થયું અને ૧૯૬૦માં તેમના પિતાજી જવાહરલાલનું પણ મુત્યુ થયું જેથી ખુબજ શોકમાં હતા ત્યારે લાલબહાદુર શાસ્ત્રી બીજા વડાપ્રધાન પદે આવ્યા અને ઇન્દિરાજીને માહિતી પ્રસારણ પ્રધાન બનાવ્યા લાલ બહાદુરના અવશાન પછી ઇન્દિરાજી દેશના પ્રથમ મહિલા વડાપ્રધાન બન્યા આ પ્રસંગે મહાન વિદ્વાન સ્વામી વિવેકાનંદજીએ કહેલું યોગ્ય ગણાશે કે રાષ્ટ્રની ઉન્ન્તિ માટે મહિલા શક્તિ એ જાગવું, જાગીને ઉઠવું, અને ઉઠીને આગળ વધવું એ અનિવાર્ય છે.

ઇન્દિરાજીએ આ વાક્યમાંથી પ્રેરણા લઈ સાબિત કરી દીધું કે મહિલા એ શક્તિ છે  ઇન્દિરાજી વડાપ્રધાન બન્યા ત્યારે દેશ ચારે તરફથી મુશ્કેલીઓથી ધેરાયેલો હતો સૌથી વધારે પીડાતો ગરીબ વર્ગ હતો તેથીજ ઇન્દિરાજીએગરીબી હટાવો નો નારો આપી ગરીબો, દલિતો, શોષિતોને સમાજની મૂળ ધારા સાથે જોડવા અનેક પગલા લીધા જેમાં લોકોનું રાષ્ટ્રીયકરણ ૧૯૬૯માં કર્યું જેમાં આમ જનતા અને ખેડૂતોને ખુબજ લાભ થયો.

૧૬ ડીસેમ્બર ૧૯૭૧ ઇન્દિરાજીએ ભારતીય સેનાને આદેશ આપ્યો અને પાકિસ્તાનના ૯૩૦૦૦ સૈનિકોને બંદી બનાવ્યા અને પૂર્વ પાકિસ્તાનને અલગ કરી બાંગ્લાદેશ નામ આપી દીધું આમ, ખુશીમાં જેતે સમયના પીઢ સાંસદ અટલ બિહારી બાજપાયજીએ ઇન્દિરાજીને દુર્ગા સ્વરૂપનું બિરૂદ આપી બિરદાવ્યા હતા, અમેરિકાને સબક શીખડાવ્યા બાદ રશિયા સાથે હાથ મિલાવી ૧૮-૦૫-૧૯૭૪ ના રોજ રાજસ્થાનના પોખરણ ખાતે પરમાણુ પરીક્ષણ કરી હમ કમ જોર નહી હૈ તેવું સાબિત કરી બતાવ્યું ૧૯૮૦માં ૩૭૪ સીટો મેળવી ફરી સતા સંભાળી હતી.

ખુબજ વ્યસ્તતા હોવા છતાં પોતાના પૌત્ર રાહુલ અને પૌત્રી પ્રિયંકાને પણ સમય આપતા હતા ઇન્દિરાજી ભારતના છેવાડાના માનવીની સંભાળ લેતા હતા અને એટલે જ બિહારમાં આવેલ પુર વખતે હાથી ઉપર બેસીને ઘસમસતા પુરમાં લોકોની સેવા કરવા ગયા હતા.

ગાંધીજી પાસેથી સાદગી શીખેલા ઇન્દિરાજીએ ક્યારેય સોનાના તાર વાળી સાડી પહેરી ન હતી તેથી જ કહેવું પડે કે વિશ્વની સૌથી મોટી લોકશાહીના નેતા હતા વિશ્વમાં ભારતને શાંતિ-સલામતી-આર્થિક સધ્ધર કરી દીધેલ તેથી જ તેમના બધાજ સારા પ્રયત્નોને આજે પણ દેશવાસીઓ યાદ કરે છે તેમ શહેર કોંગ્રેસ પ્રમુખ ઓશભાઇ ડાંગર તેમજ મનપાના વિરોધ પક્ષના નેતા વશરામભાઇ સાગઠીયાની યાદીમાં જણાવાયું છે.

Loading...