‘ચાલને જીવી લઇએ’ આજે જીજ્ઞેશ મેસવાણીયાના ભજનો

અબતક ચેનલ દ્વારા પ્રસ્તુત કલા રસીક શ્રોતાઓનો અતિ લોકપ્રિય કાર્યક્રમ ‘ચાલને જીવી લઇએ’ માં રજુ થતાં કલાકારો પોતાની આગવી કળાથી સૌરાષ્ટ્ર-ગુજરાત દેશ અને વિદેશમા વસતા ગુજરાતીઓને મંત્રમુગ્ધ કરેલ છે.આપણા લોકસંગીતને લોકો વધુને વધુ માણે સાથે સાથે ખુબ જ સારા પરંતુ અપ્રચલીત કલાકારોને પોતાની કલાને લોકો સુધી પહોચાડવા  માટેનું એક પ્લેટફોર્મ પુરૂ પાડયા ‘અબતક’ ચેનલનો પ્રયાસ રહ્યો છે.

‘ચાલને જીવી લઇએ’ કાર્યક્રમમાં આજે જીજ્ઞેશ મેસવાણીયાના કંઠે ગવાયેલા લોકગીતો,સંતવાણી ભજનો વગેરેની મોજ માણવાની છે. તો આવો આ કલાકારને જાણીએ.

રાજકોટ જીલ્લાના જેતપુર તાલુકાના પાંચ પીપળા ગામે રહેતા જીજ્ઞેશભાઇ મેસવાણીયા વ્યવસાયે સોેફટવેર એન્જીનીયર છે. તેઓને સંગીતનો વારસો નાનપણથી ઘરમાં મળેલ છે. દાદા કરસનદાસબાપુ તબલા વગાડતા હતા અને પિતા ગોરધનદાસ બાપુ ભજનના આરાધક તેમજ માતાજીના ગરબાનો મહાવરો પણ ખરો… જેથી જીજ્ઞેશભાઇ નાનપણથી જ લોકસંગીતની કલા સાથેનો સંબંધ હતો.તેઓ શાળા-કોલેજોમાં યોજાતી સંગીત સ્પર્ધાઓમાં પણ અગ્રસ્થાન પ્રાપ્ત કરી જેતપુર પંથકનું ગૌરવ વધારતા હાલ તેઓ પોતાની કળા દ્વારા લોકોને મંત્ર મુગ્ધ કરે છે યુ ટયુબમાં પણ જીજ્ઞેશભાઇના કનૈયા મોરલીવાળા રે તેમજ દેશ ભકિતના મેલોડી ગીતે ધુમ મચાવી છે.

તો આવો આજે સોફટવેર એન્જીનીયર સાથે લોકકલાના માહિર જીજ્ઞેશ મેસવાણીયાને માણીએ જોવાનું ચૂકશો નહીં. ‘ચાલને જીવી લઇએ’

ડાયરાના કલાકારો

 • કલાકાર:- જીજ્ઞેશ મેસવાણીયા
 • ડીરેકટર એન્કર:- પ્રિત ગોસ્વામી
 • તબલા:- મહેશ ત્રિવેદી
 • પેડ:- કેયુર બુઘ્ધદેવ
 • કી બોર્ડ :- પ્રશાંત સરપદડિયા
 • સાઉન્ડ :- વાયબ્રેશન સાઉન્ડ – અનંત ચૌહાણ

આજે પ્રસ્તુત થનારી સુમધુર કૃતિઓ

 • વાગે ભડાકા ભારી ભજનના….
 • સદગુરુ આંગણ આયો મે….
 • દિવસો જુદાઇના જાય છે….
 • તમે શ્યામ થઇને ફુંકો….
 • હું માગુ ને તું આપી દે….
 • દર્દ જે હોય છે દીલમાં….
 • કનૈયા રે મધુરી મોરલી….
 • મેં રાધા તેરી મેરા….
 • કાન્હા વૃજમાં વેલો….
 • ડાકોરના ઠાકોર….
 • કાનુડો કાળો કાળો….

આ કાર્યક્રમ રાત્રે ૮ કલાકે અબતક ચેનલ, યુ-ટયુબ અને ફેસબૂક પર લાઈવ નિહાળી શકશો

 • ઈન કેબલ ચેનલ નં.૫૬૧
 • ડેન નેટવર્ક ચેનલ નં.૫૬૭
 • મુંબઈ સેવન સ્ટાર ચેનલ નં.૫૪૦
 • સુરત રિયલ જીટીપીએલ ચેનલ નં.૯૮૩ અને ૩૫૦
Loading...