Abtak Media Google News

ઓઝોનનું સ્તર પાતળુ થવાના કારણે અલ્ટ્રાવાયોલેટ કિરણો વધુ અસરકારક બનતા આંખના મોતિયાની સમસ્યાનું પ્રમાણ વઘ્યું

રાજકોટ અને અમદાવાદ રાજયમાં સૌથી વધુ યુવી ઈન્ડેકસ ધરાવતા શહેરો: બંને શહેરો ઓરેન્જ ઝોનમાં: ઓઝોનને નુકસાન કરતા સીએફસી ગેસનો ઉપયોગ ઘટાડવો તે ઓરેન્જ ઝોનમાંથી બહાર નિકળવાનો એક માત્ર ઉપાય

આજે વિશ્વ ઓઝોન દિવસ છે ત્યારે ઓઝોનની સ્થિતિ જોઈએ તો ચિંતાજનક સપાટીએ પહોંચી છે. હાલ દિવસેને દિવસે ઓઝોનનું સ્તર પાતળુ થતુ જાય છે જે સમગ્ર માનવજીવનના અસ્તિત્વ માટે જોખમ બન્યું છે. આ સમસ્યા નિવારવા લોકોએ શું-શું કરવું જોઈએ અને શું-શું ન કરવું જોઈએ તે અંગે વિસ્તૃત જાણકારી અબતકનાં ચાય પે ચર્ચા કાર્યક્રમમાં ડો.પ્રદિપ જોબનપુત્રા (નિવૃત વિજ્ઞાન પ્રઘ્યાપક) અને ડો.રમેશ ભાયાણી (નિયામક લોકવિજ્ઞાન કેન્દ્ર)એ આપી હતી.

પ્રશ્ન:- ઓઝોન ડિપલેશનનું મુખ્ય કારણ શું ?

જવાબ:- આજે વિશ્વ સમક્ષ પર્યાવરણની ઘણી સમસ્યાઓ છે. તેની અંદર વૈશ્ર્વિક તાપમાનનો વધારો થવો. વધારા પાછળ જવાબદાર ગ્રીનહાઉસ ગેસ છે. જેના કારણે અત્યારે આપણે જોઈએ છીએ કે કયાંક વરસાદ ખુબ પડે કયાંક ન પડે તોફાનો આવે સુનામી આવે આ બધી પર્યાવરણની સમસ્યાઓ છે. ઓઝોન પણ પર્યાવરણની એક સમસ્યા છે પણ જેટલા લોકોને આની અસર સીધી થાય છે એટલે ખબર છે. ઓઝોનની અસર નથી થતી એટલે સમજવી પડે. સાઉથ ક્ધટ્રી છે ન્યુઝીલેન્ડ, ચીલી, બ્રાઝીલ છે. એ બધા સફરર છે એને ઓઝોનની તકલીફોની ખબર હતી. આપણે અસર ઓછી હતી એટલે આપણે તેના તરફ બહુ ધ્યાન નહોતા આપતા.

જે દેશોના સાહેબે નામ આપ્યા. ન્યુઝીલેન્ડ કે ઓસ્ટ્રેલિયા ત્યાં ડિપલેશનને લીધે યુવી કિરણોની અસર વધારે છે અને એનું બીજુ કારણ એ છે કે ત્યાં વ્હાઈટ સ્કીન એટલે ધોળી ચામડીવાળા લોકો છે. ધોળી ચામડીવાળા લોકોને મેલેનીન જે છે. મેલેનીનનાં અભાવના કારણે સ્ક્રીન કેન્સર થાય. આપણે ત્યાં સ્ક્રીન કેન્સર એટલા માટે નહીં થાય કેમ કે આપણે ત્યાં ડાર્ક સ્ક્રીનવાળા લોકો છે એટલા માટે આપણે મેલેનીન પ્રોડકશન વધારે થાય એટલે વધારે અસર નથી થતી પણ બીજી અસર જે આપણે લોકોએ અવગણી છે તે છે આંખમાં મોતિયો આવવાની બિમારી. મોતિયો યુવીની ઈફેકટને કારણે આવે છે. તે આપણામાં સૌથી વધારે જોવા મળે છે. તે આવે તેને માટે આપણે જાગૃત બનીએને તે જરૂરી છે.

પ્રશ્ન:- ઓઝોન લેયર પૃથ્વીને કઈ રીતે મદદ કરી રહ્યું છે.

જવાબ:- આમ જુઓ તો પૃથ્વીની આસપાસ વાતાવરણ છે તે વાતાવરણના પણ ચાર ભાગ પડે છે. પહેલો ભાગ છે ટ્રોફ્રોસ્ફીયર, બીજી સ્ટેટોસ્ફીયર, એની ઉપર છે આયોનોસ્ફીયર અને એના ઉપર બાહયમંડળ પણ એમાં સ્ટેટોસ્ફીયર છે તે પૃથ્વીની ૨૦ કિમી આસપાસ આવેલું છે ત્યાં ઓઝોનનું સ્તર રહેલું છે. આ ઓઝોનનું સ્તર પૃથ્વીની અમ્બ્રેલા છે. જે સુર્યના આવતા કિરણો છે તે અલ્ટ્રાવાયોલેટ કિરણો ધરાવે છે. ઓઝોન યુવી કિરણોનું નિયંત્રણ કરે છે તે યુવી કિરણોને પૃથ્વી સુધી પહોંચતા અટકાવે છે.

પ્રશ્ન:- મોન્ટરીયલ પ્રોટોકોલ પહેલા શું પરિસ્થિતિ હતી અને અત્યારે શું પરિસ્થિતિ છે ?

જવાબ:- ખરેખર આમ જુઓને ઓઝોનની શોધ ૧૮૪૦માં થઈ હતી ત્યારે આપણે ઓઝોનને ઓઝોન ગેસ તરીકે ઓળખતા હતા. ઓકિસજનના ત્રણ પરમાણુ ભેગા થાય ત્યારે ઓઝોન બને છે. વેસ્ટ વોટરના પ્યોરીફીકેશન માટે ઓઝોનનો વપરાશ થવા લાગ્યો. એ પછી તેના પર ધણી બધી સ્ટડીઝ થતા આવ્યા અને ૧૯૭૭ની અંદર ઓઝોનનું મોનીટરીંગ શરૂ થયું. મોનીટરીંગ શરૂ થયા પછી ૧૯૮૫માં ખબર પડી કે પૃથ્વીના દક્ષિણ ધ્રુવ પર એનાર્ટકટીકા પર મોટુ ગાબડુ ઓઝોન લેયરની અંદર પડયું છે ત્યારપછી આપણું વિશ્ર્વએ પ્રત્યે જાગૃત થયું અને એ ૧૯૮૭માં મોન્ટરીયલ પ્રોટોકોલ સાઈન કરવામાં આવ્યો. એટલે બધા દેશોએ ક્ધવેન્શનમાં નકકી કર્યું કે આપણે આના પ્રત્યે જાગૃત નહીં થાયને લોકોને જાગૃત નહીં કરીએ તો શું થશે ત્યારે તે અસરોને ઘટાડવા માટે સમગ્ર દેશોએ યુનાઈટેડ નેશનની ૧૬ સપટેમ્બરની મીંટીગ જે ૧૯૯૨માં થઇ ત્યાર પછીની આ પ્રવૃતીએ વેગ વકડયો. ત્યારથી ૧૬ સપટેમ્બરને વિશ્ર્વ ઓઝોન દિવસ તરીકે ઓળખતા થયા.

પ્રશ્ન: ઓઝોન લેવર આજે કેટલું ડિપ્લેટેડ છે?

જવાબ:- તેનાં બે થીયરી છે એક કુદરતી થીયરી છે અમુક સમયના ગાળામાં ઓઝોનનું નબળું પડેલુ સ્તર ઓપેનેટી ભેગુ થઇ જાય છે. પણ અત્યારની પરિસ્થિતિમાં વિશેષ પાતળું પડવાના કારણો છે.  ઘણીવાર માનવીય ક્રિયાઓને કારણેઆવું બનતું હોય છે. કારણે કે આવણે ઓઝોનને નુકસાન કરતા વાયુને ખુબ વાપર્યા છે.

કલોચફેલોરો કાર્બન અને હેરાનનો ઉપયોગ જેમ જેમ વધતો ગયો તેમ તેમ ઓઝોન (૦૩)ને તોડતો ન ગયો એક કલોરીન દસ લાખ ઓઝોનને તોડી શકે. આવી બધી માનવીય પ્રવૃતિને કારણે આજે ઓઝોનની સમસ્યાઓ વધારે છે.

પ્રશ્ન:- શું ઓઝોન વિનાની પ્રથ્વીની કલ્પના કરી શકીએ?

જવાબ:- પ્રશ્ન જ મુંઝવી દેનારો છે. ઓઝોન વિનાની પુથ્વી એટલે કે આપણું પ્રોટેકટીવ લેવર સદંતર નાશ પામે તો આપણી શું દશા થાય એ આપણે વિચારી શકતા નથી. જો ઓઝોન લેવર નહી હોય આ તો સારુ છે જે જગ્યાએ ડિપલેશન છે તે જગ્યાએ માનવ વસ્તી નથી નહિ તો આપણને આજે જ ખબર પડી ગઇ હોત કે ઓઝોન વગર પરિસ્થિતી શું હોત કુદરત એની મેળે ઓઝોનના નવા રતર બનાવી રહી છે. ઓઝોન જેને રોકે છે એ જ ઓઝોન બનવાનું કારણ છે. યુ.વી. રેવફથી જ ઓઝોન નિર્મિત થાય છે. આ ઓઝોનનુ લેવર નહી હોય. આ તો સારું છે જે જગ્યાએ ડિપલેશન છે તે જગ્યાએ માનવ વસ્તી નથી. નહિ તો આપણને આજે જ ખબર પડી ગઇ હોત કે ઓઝોનને લીટીમાં ગોઠવી દઇએને તો ૮ કિ.મી.નો લીટો થાય.

પ્રશ્ન:- આ મુદ્દે સરકાર કેટલી સક્રિય છે.

જવાબ:- આપણી સરકાર ઘણા સમય થયા સક્રિય છે. ભારતમાં ઓઝોનના માવન માટે પાંચ સેન્ટર છે. નવી દિલ્હી, વારાસણી, પુના, ત્રિરુવનંતપુરમ જેના તજજ્ઞ ડો. રામનાથન છે. એ અખુ મોનીટીરીંગ આપણો કરી રહ્યો છે. આપણા દેશમાં ઓઝોનનુ મોનીટીરીંગ સહેલાઇથી થાય તે માટે સર્ંપુણ ઓઝોન મેવીંગ સ્થેકટ્રોમીટર, રોકેટ દ્વારા માવન આવી બધી ટેકનીકથી ઓઝોનનું મોનીટીરીંગ કરી રહ્યા છે.

પ્રશ્ન:- યુ.વી. ઇન્ડેકસ શું છે?

જવાબ:- કેટલા પ્રમાણમાં અલ્ટ્રાવાયલેટ આપણાં સુધી પહોંચે છે તે યુ.વી. ઇન્ડેકસથી જાવાય છે. ઓઝોન લેવરની જે ગળાવાની પ્રક્રિયા છે તેમા જો ઓઝોન લેવર ગળાયને આપણા સુધી પહોંચે છે. એ જે પ્રકિયા છે તેનો ઉપયોગ આપણને વિટામીન ડો બનાવવામાં મદદ કરે છે. ૧થી ૧૧ સુધીની માત્રાની કટેકારી છે. હવે ઇન્ડેકચ હોય તો ગ્રાીન ઝોન કહેવાય ગ્રીન ઝોન, યલો ઝોન, રેડ ઝોન, ઓરેન્જ ઝોન અને સૌથી વધારેએ વાયોલેટ ઝોન સૌથી વધારે ૧૧ પ્લસની કેટેગરીમાં આવે છે. રાજકોટનો યુ.વી. ઇન્ડેકસ સાતથી આઠની વચ્ચે આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.