Abtak Media Google News

મનુષ્યો દ્વારા ઉપયોગમાં લેવાતી સંવાદની માળખાગત પ્રણાલીને ભાષા તરીકે ઓળખવામાં આવે છે.ભારતની પ્રથમ સતાવાર ભાષા અંગ્રેજી છે.હિન્દી એ ભારતની બીજી સત્તાવાર ભાષા છે. હિન્દી ભાષાને ભારતની સૌથી વધુ બોલાતી અને સમજાયેલી ભાષા ગણવામાં આવે છે.એથનોલોગનાં કહેવા અનુસાર, હિન્દી વિશ્વની ત્રીજી સૌથી વધુ બોલાતી ભાષા છે. આર્થિક મંચની ગણતરી મુજબ, તે વિશ્વની દસ શક્તિશાળી ભાષાઓમાંની એક છે.

10 જાન્યુઆરીએ આખા વિશ્વમાં હિન્દી દિવસની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વ હિન્દી દિવસની શરૂઆત 2006માં વડા પ્રધાન ડો. મનમોહનસિંહે દ્વારા કરવામાં આવી હતી. વિશ્વ હિન્દી દિવસની ઘોષણા કરવાનો હેતુ હિન્દી વિશ્વમાં હિન્દીભાષાનો વ્યાપ વધારવા માટેનો હતો.

10 જાન્યુઆરી 1975નાં રોજ ભારત, મોરેશિયસ, યુનાઇટેડ કિંગડમ, ત્રિનિદાદ અને ટોબેગો, યુનાઇટેડ સ્ટેટ્સ જેવા વિવિધ દેશોમાં વિશ્વ હિન્દી પરિષદોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારથી આ દિવસને વિશ્વ હિંદી દીવસ તરીકે ઉજવવામાં આવે છે.ભારતના 176વિશ્વવિદ્યાલયમાં હિંદી એક વિષય તરીકે ભણાવવામાં આવે છે.

હિન્દીભાષા ભારત માટે ખૂબ જ મહત્વની છે તો જાણીએ હિન્દીભાષા વિશે :

> હિન્દીની પ્રથમ આંતરરાષ્ટ્રીય વિશ્વવિદ્યલયનું નિર્માણ મહારાષ્ટ્રમાં કરવામાં આવ્યું હતું.

> હિન્દી સાહિત્યનું પ્રથમ મહાકાવ્ય પૃથ્વીરાજ રાસો છે.

>હિન્દી ભાષાની પ્રથમ બોલતી ફિલ્મ આલમ આરા છે.

> હિન્દીભાષાની પ્રથમ આદિ કવિયીત્રી મીરાબાઈ હતા.ત્યારબાદ કબીર, રહીમ,તુલસીદાસ,વાલ્મીકિ વગેરે મહાન કવિઓ ભારતમાં થઈ ગયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.