આજે પ્રવાસી ભારતીય દિવસ : વિદેશમાં નામ રોશન કરનારા આ ભારતીયોને ઓળખો છો?

મૂળ ભારતીય પણ ભારતમાં ન વસી વિશ્વના અન્ય દેશોમાં સ્થાયી થયા છે તેવા વ્યક્તિઓને પ્રવાસી ભારતીય કહેવામાં આવે છે. પ્રવાસી ભારતીઓમાના પ્રથમ પ્રવાસી મહાત્મા ગાંધીજી હતા.જે 9 જાન્યુઆરીના રોજ આફ્રિકાથી ભારત પાછા ફર્યા હતા .તેથી 9 જાન્યુઆરી 2003થી પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી કરવામાં આવે છે .આ દિવસ ઉજવવાની સંકલપના સ્વર્ગીય લક્ષ્મીમલ સિંધવે કરી હતી . પ્રથમ પ્રવાસી ભારતીય દિવસ 8-9 જાન્યુઆરીએ દિલ્હીમાં આયોજિત કરવામાં આવ્યો હતો .

ભારતના નાગરિકો જે દેશમા સ્થાયી થયા ત્યાં તેઓએ પોતાની આર્થિક વ્યવસ્થાને મજબૂત બનાવી અને ખૂબ ટૂંકા સમયમાં વિદેશના દેશોમાં પોતાનું સ્થાન બનાવ્યું છે .વિશ્વના 48 દેશોમાં લગભગ 20 કરોડ સ્થ ળાંતર કરનારા લોકો વસે છે . તેમાં 11 દેશોમાં 5 લાખથી વધુ ભારતીયો રહે છે .તો જાણીએ વિદેશમાં વસતા ભારતીય નાગરિકો કે જેમણે વિદેશમાં રહીને ભારતનું નામ રોશન કર્યું છે .

1.અમર્ત્ય સેન :
અમાર્ત્ય સેન એક અર્થશાસ્ત્રી છે . તેમને 1949માં નોબેલ પ્રાઇઝથી સ્મ્માનિત કરવામાં આવ્યા હતા . હાલમાં, હાર્વર્ડ યુનિવર્સિટી (યુએસએ) અધ્યાપક તરીકે ભૂમિકા ભજવી રહ્યા છે .

 

2. સુંદર પિચાઈ :
ગુગલના સીઈઓ તરીકે ખ્યાતિ પામનાર સુંદર પિચાય મૂળ ભારતીય છે . તેઓને ફક્ત 48 વર્ષની ઉમરમાં ભારતીય-અમેરિકન બિઝનેસના એક્ઝિક્યુટિવ બનાવવામાં આવ્યા છે .

 

3. બોબી જિંદાલ :
પિયુષ “બોબી” જિંદાલ એક અમેરિકન રાજનેતા છે જેમણે 2008 થી 2016 સુધી લ્યુઇસિયાના 55 મા રાજ્યપાલ તરીકે સેવા આપી હતી.

4. હર ગોવિંદ ખુરાના :
અમેરિકન બાયોકેમિસ્ટ તરીકે ઓળખાતા હર ગોવિંદ ખુરાનાએ ઇ. સ. ૧૯૫૨ના વર્ષમાં બ્રિટિશ કોલંબિયા યુનિવર્સિટી સાથે જોડાઈને સંશોધન કાર્ય શરૂ કર્યું અને સાથે સાથે ઝુરિક યુનિવર્સિટી અને કેમ્બ્રીજ યુનિવર્સિટી સાથે પણ કાર્ય કર્યું. તેમણે પ્રોટીન સિન્થેસિસમાં ન્યુક્લિયોટાઈડ્ઝ વિશે મહત્વપૂર્ણ સંશોધન કરીને તેઓએ પ્રસિદ્ધિ મેળવી હતી.

5. સામ પિત્રોડા :
ભારતના કમ્પ્યુટર અને આઇટી ક્રાંતિના પિતા તરીકે જાણીતા સત્યનારાયણ ગંગારામ પિત્રોડા ભારતનાં ખ્યાતનામ એન્જિનિયર, વેપારી અને સલાહકાર છે .

 

 

 

6. કલ્પના ચાવલા :
કલ્પના ચાવલા એક અમેરિકન અવકાશયાત્રી, એન્જિનિયર અને અંતરિક્ષ પર જનાર ભારતીય પ્રથમ મહિલા હતી. તેમણે પ્રથમ મિશન નિષ્ણાત અને પ્રાથમિક રોબોટિક આર્મ ઓપરેટર તરીકે 1997 માં સ્પેસ શટલ કોલમ્બિયા પર ઉડાન ભરી હતી.

7. પ્રવિંદ જુગનાથ :
વિદેશનાં પ્રથમ વડા પ્રધાન તરીકે પોતાની ભૂમિકા ભજવનાર પ્રથમ વ્યક્તિ પ્રવિંદ જુગનાથ છે.

8. અનિરૂદ જુગનાથ :
અનિરૂદ જુગનાથ મોરેશિયન રાજકારણી અને બેરિસ્ટર છે . તેમણે મોરિશિયસના રાષ્ટ્રપતિ અને વડા પ્રધાન બંને તરીકે કામ કર્યું છે.

9. લક્ષ્મી મિતલ :
તે વિશ્વની સૌથી મોટી સ્ટીલ ઉત્પાદક કંપની આર્સેલરમિત્તલના અધ્યક્ષ અને સીઈઓ છે.

10.સુનિતા વિલિયમ્સ :
સુનિતા લીન વિલિયમ્સ એક અમેરિકન અવકાશયાત્રી અને યુનાઇટેડ સ્ટેટ્સની નેવી ઓફિસર છે . તેમને પદ્મભૂષણ, “મેરીટ ઇન સ્પેસ એક્સ્પ્લોરેશન”ના એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

 

 

Loading...