Abtak Media Google News

સાચી રે મારી સતને ભવાનીમાં અંબા ભવાનીમાં હું તો તારી સેવા કરીશ…

આજે નવરાત્રીનો છઠ્ઠો દિવસમાં દુર્ગાનું સ્વરૂપ માતા કાત્યાયનીની પૂજા કરાય છે. માન્યતા છે કે માં કાત્યાયનીની પૂજા કરવાથી લગ્નમાં આવતા વિઘ્ન દૂર થાય છે અને ભગવાન બ્રહસ્થતિ પ્રસન્ન થઈ લગ્નનો લગ્નનો યોગ બનાવે છે. એવું પણ માનવામાં આવે છે કે જો સાચા મનથી માંની પૂજા કરાય તો લગ્નજીવનમાં સુખ શાંતી આવે છે. પૌરાણિક માન્યતા અનુસારમાં કાત્યાયનીની ઉપાસનાથી ભકતને આપ મેળે આજ્ઞાચક્ર જાગૃતિની સિધ્ધી મળી જાય છે. સાથે જ મા કાત્યાયનીની ઉપાસનાથી રોગ, શોક, સંતાપ અને ભય દૂર થાય છે.

માતાજીના છઠ્ઠા સ્વરૂપનું નામ ભગવતી કાત્યાયની છે મહર્ષિ કાત્યાયને ત્યાં પુત્રી રૂપે જન્મ લીધેલો હોવાથી ભગવતી કાત્યાયનીના નામથી પ્રસિધ્ધ થયા છે.

એક કથા પ્રમાણે માતાજીએ આસો વદ ચૌદશના દિવસે મહિર્ષિના ઘરે જન્મ લઈ અને આસોદ શુદ સાતમ આઠમ નોમની પુજા સ્વીકારી અને દશમના દિવસે માતાજીએ મહિર્ષાસુરનો વધ કરેલો.

માતાજી કાત્યાયની વ્રજ મંડળના અધિષ્ઠાત્રીદેવીના રૂમાં પ્રસિધ્ધ છે. માતાજીનું સ્વરૂપ ભવ્ય છે. માતાજીના ચાર હાથમાં જમણા હાથમાં અભય વરદાન આપે છે. ડાબી બાજુના હાથમાં તલવાર અને કમળ છે. વાહનસિંહનું છે. માથા પર સોનાનો મુકુટ છે. શોભાઈમાન છે માતાજીની ઉપાસના છઠ્ઠા નોરતે કરવામાં આવે છે.

માતાજીનો ઉપાસનાથી ધર્મ, અર્થ, કામ, મોક્ષની પ્રાપ્તી થાય છે.

બીજ મંત્ર:

ૐ ક્રીં શ્રી ત્રિનેત્રાયેનમ:

નૈવેધ:

માતાજીને સાકરવાળુ દુધનો પ્રસાદ અર્પણ કરવો.

સાકરવાળુ દુધ અર્પણ કરવાથી સારા આરોગ્યને ધનની પ્રાપ્તી થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.