Abtak Media Google News

ર્માં કાલરાત્રિની ઉપાસનાથી ગ્રહબાધા દુર થાય ર્માંને ગોળની બનાવેલી વાનગીનો નૈવેદ્ય ધરવો

નવરાત્રીનો સાતમા દિવસે મા કાલરાત્રિની પૂજા કરાય છે. માતાનું આ સ્વરુપ રિઘ્ધિ-સિઘ્ધિ પ્રદાન કરે છે. તંત્ર ક્રિયાની સાધના કરવા માટે આજનો દિવસ મહત્વ પૂર્ણ છે. નવરાત્રીની સાતમી એ તંત્ર ક્રિયાની સાધના કરનારા સાધક રાત્રીના સમયે દેવીની તાંત્રિક વિધિથી પૂજા કરે છે. મા કાલરાત્રિનું સ્વરુપ જોવામાં ભયાનક છે. માનવામાં આવે છે કે મા નું આ ભયાનક સ્વરુપ માત્ર પાપીઓનો નાશ કરવા માટે છે. પરંતુ પોતાના ભકતો માટે માંનું હ્રદય અત્યંત કોમળ છે.

માતાજીના શરીરનો રંગ કાળો છે. અંધકારમય છે માથાના વાળ વિખરેલા છે ગળામાં વિજળીની માળા પહેરેલી છે. તે એકદમ ચમકે છે. માતાજીના શ્ર્વાસથી અગ્નિ ઉત્પન્ન થાય છે અને ભયંકર જવાળાઓ નીકળી રહેલી છે વાહન ગધેડાનું છે. માતાજીના ચાર હાથમાં જમણા હાથે મા વરદાનની મુદ્રા છે તથા આશીર્વાદ માતાજી આપે છે ડાબા હાથમાં લોઢાના કાટાળુ છે તથા ઉપલા હાથમાં ખડગ છે એટલે કે કટાર છે.

માતાજીનું સ્વરુપ એકદમ ભયાનક છે તો પણ માતાજી ભકતોને શુભફળ આપવાવાળા છે.

માતાજી કાલરાત્રીની ઉપાસના કરવાથી બધી જ પ્રકારની સિઘ્ધિ પ્રાપ્ત થાય છે અને બધા જ પાપો અને વિઘ્નો દુર થાય છે માતાજી કાલરાત્રી

દુષ્ટોનો વિનાશ કરે છે. કાલરાત્રી માતાજીની ઉ૫ાસનાથી ગ્રહબાધા દુર થાય છે. માતાજીનું ઘ્યાન પુજા કરવી જોઇએ.

કાલરાત્રી માતાજીની ઉ૫ાસનાનો મંત્ર મંત્ર ૐ હ્રીં શ્રીં કલીં દુર્ગની નાશિન્યે

નેવૈદ્ય: માતાજીને ગોળની બનાવેલી વાનગીનું નૈવેદ્ય ધરાવાથી પીડા દુર થાય છે.

કાલે આઠમા નોરતે મહાગૌરી માતાજીનું પુજન  માતાજીનું આઠમું સ્વરુપ નામ મહાગૌરી છે માતાજીનું આઠમું સ્વરુપ નામ મહાગૌરી છે માતાજીનું સ્વરુપ એકદમ ગૌર છે એટલે કે સફેદ છે માતાજી આઠ વર્ષ ની બાળાના સ્વરુપમાં  બીરાજે છે. માતાજીને ચાર હાથોમાં જમણા હાથમાં વરદાન મુદ્રા છે તથા ત્રિશુલ છે ડાબી બાજુના હાથમાં ડમરુ અને અભય મુદ્રા છે.

મહાગૌરી માતાજીની પુજા ઉપાસના નવરાત્રીના આઠમા નોરતે થાય છે માતાજીની ઉપાસના કરવાથી અમોધ સિઘ્ધિ ની પ્રાપ્તિ થાય છે અને ભકતોનું કલ્યાણ થાય છે સાથે પાછલા જન્મોમાં કરેલા પાયોનો પણ ક્ષય થાય છે માતાજીની કૃપાથી અલૌકિક સિઘ્ધિની પ્રાપ્તી થાય છે. જે મનુષ્ય માતાજીની ભકિત ભાવથી પુજા કરે છે. તેમને માતાજી વરદાન આપે છે અને તેમની બધી જ શુભ મનોકામના પુર્ણ થાય છે.

માતાજીનો મંત્ર: ૐ કીં હ્રીં વરદાયૈ નમ: નૈવેદ્ય: માતાજીને શ્રીફળ અર્પણ કરવું માતાજીને શ્રીફળ અર્પણ કરવાથી મનની બધી જ શુભ મનોકામના પૂર્ણ થાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.