આજે નવરાત્રીનું અંતિમ નવમું નોરતું : માતા સિદ્ધિદાત્રીની ઉપાસના કાર્યસિદ્ધિ અને સન્માન અપાવે છે…

સનાતન ધર્મ અને ભારતિય સંસ્કૃતીના માનવજીવનના શોર્ય ભરી શક્તિ ના પ્રતિક સમાન નવરાત્રિના તહેવારો આજે અંતિમ ચરણમાં પહોંચી ચૂક્યા છે ,આસો ની અજવાળી રાત અને નવલા નોરતાની આ વખત ની ઉજવણીમાં ભાવિકો ની સંયમની કસોટી થઈ જવા પામી છે ,કોરોનો કટોકટી અને જાહેર હિતમાં સામાજિક અવકાશ અનેરોગચાળો ન વકરે તે માટે ભીડ જમા ન થાય તે માટે તમામ ગરબી સ્થળ પર મા અંબાની આરાધના અને આરતી પૂજન પૂરતા મર્યાદિત કાર્યક્રમો સાથે નવલા નોરતા ની ઉજવણી કરવામાં આવી જોકે ધર્મપ્રેમી અનુરાગ સાથે આ વખતે જે નવરાત્રિની ઉજવણી કરવામાં આવી તે ખરેખર માતા અને ભક્તો વચ્ચે એકતા અને તાદાત્મ્યતા સાધના રી બની છે .   ધર્મપ્રેમીભાવિકો માટે આ નવરાત્રી ખુબ જ ધ્યાનથી માતા અંબાની સ્તુતિ માટે યાદગાર ઉજવણી બની રહી છે આજે અંતિમ નોરતું માતા સિદ્ધદાત્રી ના પૂજનનું મહત્ત્વ ધરાવે છે

આજે નવ માં નોરતેમાતા સિદ્ધિદાત્રીનું પૂજન કરવાથી કાર્યસિદ્ધિ અને સન્માન મળે છે પૌરાણિક કથાઓ પ્રમાણે ત્રેતાયુગમાં રાવણ સીતામાતાનું હરણ કરીને તેમને લંકા લઈ ગયો શ્રીરામે લંકા પર આક્રમણ કરવાની યોજના બનાવી ત્યારે આસો માસ ચાલી રહ્યો હતો આ માસમાં દેવતાઓનો શયનકાળ હોય છે તેથી ભગવાન શ્રીરામે દેવી શક્તિને જાગૃત કરવાનો નિર્ણય કર્યો આસો માસના સુદ પક્ષમાં પ્રતિપદા એકમથી લઈને નવમી સુધી નવ દિવસ ભગવતી મહા શક્તિની આરાધના કરીને શ્રીરામે તેમને પ્રસન્ન કરી લીધા તેના ફળસ્વરૂપ તેમને દેવી પાસેથી રાવણ પર વિજય મેળવવાનું વરદાન મળ્યું ત્યારબાદ ભગવાન શ્રીરામે આસો સુદ દશમી વિજય દશમીના દિવસે વિજય મુહૂર્તમાં લંકા પર આક્રમણ કરીને રાવણનો સંહાર કર્યો મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ દ્વારા આસો માસના નવરાત્રીના નવ દિવસ વ્રત અનુષ્ઠાન કરવામાં આવ્યું હોવાના કારણે આસો માસની શારદીય નવરાત્રિ ચેતન્ય તથા અભીષ્ટ ફળ દાયક બની ગઈ ……આજે નવમા નોરતે મા જગદંબાના અવતાર માતા સિદ્ધિદાત્રીનું પૂજન કરવાથી કાર્યસિદ્ધિ તથા સન્માન મળે છે દુર્ગા સપ્તશતીમાં શ્લોક શ્લોક અને વ્રત મળીને ૭૦૦ જેટલા મંત્ર છે જે સમગ્ર જગતને અર્થ કામ ધર્મ અને મોક્ષ પ્રદાન કરે છે નવરાત્રિના નવ દિવસ વિવિધ મંત્રોનો જપ કરવા માં આવે તોય સુખ-સમૃદ્ધિ પરાક્રમ જ્ઞાન સ્વાસ્થ્ય આયુષ્ય વિદ્યા ધન સંપત્તિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે નવમા દિવસની આજે માતા સિદ્ધિદાત્રી ના પૂજન કરવાથી કાર્યસિદ્ધિ તથા સન્માન મળે છે જીવન ચક્ર અને સમાજીક જીવનમાં કાર્યસિદ્ધિ અને સન્માન બંને વસ્તુ તમામ મનુષ્ય માટે વિકાસ સફળતા અને ધર્મનો પાયો મજબૂત બનાવવા માટે આવશ્યક છે ત્યારે એકમથી લઈને નોમ સુધીના દરેક નોરતે વિવિધ માતાજીના પૂજન થકી ભાવિક ભક્તોને જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટેનો આશીર્વાદ મળી રહે છે

Loading...