Abtak Media Google News

રાજકોટ જિલ્લામાં ૨૩૫, અમરેલીમાં ૭૮, જામનગરમાં ૯૯ ફોર્મ ભરાયા

આજે અંતિમ દિવસે ફોર્મ ભરવા માટે ઉમેદવારોનો ભારે ઘસારો

માન્ય રાજકીય પક્ષોનાં ઉમેદવારો આજે નોંધાવશે ઉમેદવારી

આજે નગરપાલીકાઓની ચૂંટણીમાં ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે. ગઈકાલે સાંજ સુધીમાં રાજકોટ જિલ્લામાં ૨૩૫, જામનગરજિલ્લામાં ૯૯ અને અમરેલી જિલ્લામાં ૭૮ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. આજે અંતિમ દિવસે ફોર્મ ભરવા માટે ઉમેદવારોનો ભારે ઘસારો જોવા મળશે.

રાજકોટ જિલ્લાની પાંચ નગરપાલીકામાં ૨૩૫ ફોર્મ ભરાયા છે. જેમાં જેતપૂરમાં ૧૬૭, ધોરાજીમાં ૮૪, જસદણમાં ૪૦, ભાયાવદરમાં ૫૦ અને ઉપલેટામાં ૪૪ ફોર્મ ભરાયા છે. આજે અંતિમ દિવસે રાજકીય પક્ષોના ઉમેદવારો ફોર્મ ભરશે.

જામનગર જિલ્લામાં ૧૯૯ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. કાલાવડમાં ૩૧, ધ્રોલમાં ૯૦ જામજોધપુરમાં ૭૮ ફોર્મ ભરાયા છે. અમરેલી જીલ્લાની નગરપાલીકામાંગઈકલ સાંજ સુધીમાં ૭૮ ફોર્મ ભરાયા છે. જેમાં લાઠીમાં ૨૫, ચલાલામાં ૩, રાજુલામાં ૨૭, જાફરાબાદમાં ૧૮ મળી કુલ ૭૮ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. નગરપાલીકાની ચૂંટણીમાં આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી ફોર્મ ભરવા માટે ઉમેદવારોનો ભારે ઘસારો જોવા મળશે.

વધુમાં મુખ્ય રાજકીય પક્ષોના ઉમેદવારો પણ આજે ફોર્મ ભરી ઉમેદવારી નોંધાવશે.

નગરપાલીકાની ચૂંટણી માટે આજે સાંજ સુધીમાં ફોર્મ સ્વીકારવામાં આવશે તા.૫નાં રોજ ઉમેદવારોએ ભરેલા ફોર્મની ચકાસણી કરવામાં આવશે ત્યારબાદ તા.૬ના રોજ ઉમેદવાર પોતાનું ઉમેદવારી ફોર્મ પરત ખેંચી શકશે. આગામી તા.૧૭ને શનિવારના રોજ સવારે ૮ થી સાંજના ૫ વાગ્યા સુધી મતદાન યોજાશે. જો પુન: મતદાન કરવાનું થશે તો તે તા.૧૮ના રોજ યોજાશે તા.૧૯ ફેબ્રુ.ના રોજ નગરપાલીકાની ચૂંટણીની મતગણતરી યોજાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.