Abtak Media Google News

ટીડીએસની સમય અવધિ વધારવા માટે ગુજરાત ચેમ્બર તથા ટેકસ એડવોકેટ એસોસિએશને સીબીડીટી સમક્ષ કરી હતી માંગ

વિશ્ર્વભરમાં જયારે કોરોનાનો કહેર વ્યાપી ઉઠયો છે તેને લઈ તમામ પ્રકારનાં ધંધા-રોજગારો પણ બંધ થઈ ગયા છે જેની અસર દેશની આર્થિક સ્થિતિ ઉપર પણ પડી રહી છે. હાલ જે તરલતા બજારમાં જોવા મળવી જોઈએ તે પણ જોવા મળતી નથી. આ તકે આવકવેરા વિભાગને પણ ચાલુ નાણાકિય વર્ષ ૨૦૨૦-૨૧ માટેનો ટાર્ગેટ આપી દેવામાં આવ્યો છે પરંતુ હાલનાં સમયમાં સૌથી મોટી તકલીફ કરદાતાઓને એ પડી રહી છે કે, આજે એટલે કે ૩૦ એપ્રિલ ટીડીએસ ભરવાનો છેલ્લો દિવસ છે પરંતુ ધંધા-રોજગાર બંધ હોવાથી નાણાની અછત પણ એટલા જ અંશે સર્જાય છે જે માટે સીબીડીટી દ્વારા કોઈપણ પ્રકારનું સુચન કરવામાં આવ્યું નથી અથવા ટીડીએસ ભરવાની અવધીમાં વધારો પણ કરવામાં આવ્યો નથી એટલે કહી શકાય કે લોકડાઉને ટીડીએસની મડાગાંઠ સર્જી છે.

ટીડીએસ જે ચાલુ વર્ષમાં ભરવામાં આવતું હોય તેની અસર આવનારા બીજા કેલેન્ડર વર્ષ ઉપર પડતી હોય છે. આ તકે જયારે ટીડીએસ ભરવામાં જે કઠણાઈ પડી રહી છે તેની અસર આવનારા સમયમાં પણ જોવા મળશે તો નવાઈ નહીં. લોકડાઉન થતાની સાથે જ પ્રોફેશનલ સેવાઓ બંધ થઈ ગયેલી છે જેમાં ટેકસ એડવોકેટસ, ચાર્ટડ એકાઉન્ટન્ટ તેમની કામગીરી આ સમયગાળા દરમિયાન કરી શકતા નથી ત્યારે લોકડાઉનની સ્થિતિની ધ્યાને લઈ સીબીડીટી એટલે કે સેન્ટ્રલ બોર્ડ ફોર ડાયરેકટ ટેકસીસે ટીડીએસ ભરવામાં કોઈ અન્ય એકસટેન્શન આપવામાં આવ્યું નથી જેથી હવે કરદાતાઓએ ટીડીએસનું કેલકયુલેશન કર્યા વગરની લમસમ રકમ ભરવી પડશે અને એમાં પણ જો ટીડીએસ ભરવામાં કરદાતાઓ ઉણા ઉતરશે તો પેનલ્ટી ભરવી પડશે. લોકડાઉનની સાથોસાથ દેશમાં જે રેવન્યુ એકત્રિત થવી જોઈએ તે થઈ શકી નથી ત્યારે ટીડીએસ મોડુ ભરવા પર જે વ્યાજ લાગે છે તેનું કેલકયુલેશન કરવું મુશ્કેલ બન્યું છે. માત્ર ઈન્ડીવિઝયુઅલ નહીં પરંતુ મોટા ઉધોગપતિઓ તથા ઈન્ડસ્ટ્રીયાલીસ્ટોને પણ ઘણી ખરી તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે.

ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ, ટેકસ એડવોકેટસ એસોસીએશન ઓફ ગુજરાત દ્વારા સીબીડીટી તથા યુનિયન ફાયનાન્સ મિનિસ્ટ્રીને ટીડીએસની તારીખમાં વધારો કરવા માટેની માંગ કરી હતી અને લેટ પેમેન્ટ પર ઈન્ટ્રેસ્ટ ન લેવાની પણ માંગ કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.