કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાનો આજે જન્મદિવસ

ભારત સરકારના શીપીંગ ફરી લાઇઝર વગેરે વિભાગના રાજયમંત્રી તેમજ રાજયસભાના સભ્ય મનસુખ માંડવિયાનો આજે જન્મદિવસ છે. ૧૯૭૨માં જન્મેલા મનસુખભાઇ આજે ૪૯માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે.

કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયા ભૂતકાળમાં પાલીતાણાના ધારાસભ્ય તરીકે રહી ચૂકયા છે. હાલ પ્રદેશ ભાજપના મહામંત્રી પણ છે. તેમનો ઝળહળતો રાજકીય વર્તમાન વધ ઉજજવળ ભાવિનો સંકેત આપી રહ્યા છે. ગાંધી વિચાર આધારિત પદયાત્રા જેવા પ્રસંગો તેમની યશકલગીના ઘણા સમાન છે. હાલ તેઓ રાજકીય ક્ષેત્રે મિઠડા અને પ્રતિષ્ઠાથી વિજય પંથે આગળ વધી રહ્યા છે. આજે તેમના જન્મદિવસ નિમિતે મો.નં. ૯૪૨૬૨ ૧૧૬૭૦ ઉપર મિત્રો, સ્નેહીજનો તેમજ રાજકીય આગેવાનો તરફથી શુભેચ્છાઓ મળી રહી છે.

Loading...