રાજકોટ મહાપાલિકાના કમિશનર ઉદિત અગ્રવાલનો આજે જન્મદિન

રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર ઉદિત અગ્રવાલનો આજે જન્મદિન છે. તા. ર૧-પ-૧૯૮૨ના રોજ જન્મેલા સનદી અધિકારી આજે પોતાના યશસ્વી જીવનના ૩૮ વર્ષ પૂર્ણ કરી ૩૯માં વર્ષમાં મંગલ પ્રવેશ કરી રહ્યા છે. તેઓએ ગત ૪ સપ્ટેમ્બરથી રાજકોટના મ્યુનિસિપલ કમિશ્નર તરીકે જવાબદારી  સંભાળી છે.

તેઓની કામગીરી પ્રસશનીય રહી છે. ગુજરાતમાં કોરોનાનો પ્રથમ કેસ રાજકોટમાં નોંધાયો હતો. ત્યારબાદ તુરંત જ ઉદિત અગ્રવાલ એકિટવ થઇ ગયા હતા. જેના પરિણામે છેલ્લા બે માસમાં શહેરમાં કોરોના સંપૂર્ણપણે કાબુમાં છે. રાજકોટવાસીઓને સલામત રાખવા સતત મહેનત કરી રહ્યા છે. અગા. તેઓ સુરેન્દ્રનગર તથા પંચમહાલ ગોધરાના કલેકટર તરીકે પણ સુપેરે જવાબદારી નિભાવી ચુકયા છે.

રાજકોટને સ્વચ્છ  શહેર બનાવવા અને સ્માર્ટ સિટીના કામોને વેગ આપવા તેઓની કામગીરી ખૂબ જ સારી રહ્યા પામી છે. તેઓના જન્મદિન નિમિતે મોબાઇલ નંબર ૯૭૧૪૫ ૦૩૭૦૧ ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહી  છે. તેઓ જીવનમાં સફળતાના શીખરોસર કરે તેવી શુભકામના ‘અબતક’પરિવાર પાઠવી રહ્યું છે.

Loading...