Abtak Media Google News

ગુજરાતનું ગૌરવ ગણાતી અને રાજ્યની સૌથી મોટી યુનિવર્સિટી એવી ગુજરાત યુનિવર્સિટી જે ગાંધીજીના માત્ર એક આર્ટિકલથી સ્થપાયેલ હતી. યુનિવર્સિટી એટલે વિશ્વવિધાલય.ગાંધીજી દ્વારા આ વિચાર ઈ. સ 1947માં 2 નવેમ્બરનાં દિવસે નવી વિદ્યાપીઠનો વિચાર પોતાની હરિજન બંધુ પત્રિકામાં રજૂ કર્યો હતો.

ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના આઝાદી પછી ઈ.સ 1949માં 23 નવેમ્બરના રોજ કરવામાં આવી હતી. આ યુનિવર્સિટીની સ્થાપના મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, આચાર્ય આનંદ શંકર ધ્રુવ, દાદાસાહેબ માળવંકર અને કસ્તુરભાઈ લાલભાઈ જેવા ઉત્સાહી અને સમજદાર લોકોએ કરી હતી.તેમાં સરદાર વલ્લભભાઈ પટેલનો મહત્વનો ફાળો છે.

Gujarat University 1200

ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ હરિસિદ્ધભાઈ દિવેટીયા હતા.આ યુનિવર્સિટી અમદાવાદ શહેર તેમજ તેની આસપાસના એક હજાર કિમિના વિસ્તારમાં આવેલી 400થી વધારે પ્રતિષ્ઠિત કોલેજો સાથે સંકળાયેલી છે.યુનિવર્સિટી વિશેષ રૂપથી તેની સંલગ્ન ચિકિત્સા, વાણિજ્ય અને પ્રબંધનકોલેજો માટે પ્રસિદ્ધ છે. વિશ્વવિદ્યાલય પોર્ટ મેનેજમેન્ટ, નેનો પ્રૌદ્યોગિકી, ટિશ્યુકલ્ચરમાં ક્ષેત્રીય/વિશેષ કોર્ષ ચલાવે છે.ક્રિયામાં શ્રેષ્ઠતા એ ગુજરાત યુનિવર્સિટીનો ધ્યેય છે.આ યુનિવર્સિટીની હેઠળ 2,24,000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.

Gujarat University3

ભારતના વડાપ્રધાન અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી ,અમિત શાહ અને ગૌતમ અદાણી જેવા મહાન હસ્તીઓ પણ આ યુનિવર્સિટીમાં અભ્યાસ કરેલો છે. ગુજરાત યુનિવર્સિટીને ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા યુનિવર્સિટી લેવલનો રાષ્ટ્રીય સેવા યોજના પુરસ્કાર ( 2016– 17) મળ્યો છે . તેને એનએએસી દ્વારા બી ++ માન્યતા આપવામાં આવી છે.ગુજરાત યુનિવર્સિટી ગુજરાતના વર્ગમાં પ્રથમ અને ભારતમાં 26મો ક્રમ ધરાવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.