Abtak Media Google News

ભારત એક ધર્મનિરપેક્ષ પ્રજાસત્તાક અને સંસદીય પ્રણાલી ધરાવનાર દેશ છે. દેશનો વહીવટ કરવા માટે ઘડવામાં આવતાં આવતા સુવ્યવસ્થિત સંગ્રહને બંધારણ કહેવામાં આવે છે .બંધારણ એ દેશનો મહત્ત્વનો દસ્તાવેજ છે .બંધારણમાં દર્શાવેલી જોગવાઇઓને આધીન રહીને જ દેશના કાયદાઓ ઘડવામાં આવે છે .આપણા દેશમાં સંઘ અને રાજ્યનું શાસનતંત્ર બંધારણ પ્રમાણે જ ચાલે છે. એક દેશ સરકાર , ન્યાયિક સંસ્થાઓ ,તેના લોકો અને સૌથી મોટું બંધારણ દ્વારા ચલાવવામાં આવે છે. બંધારણ દેશની કરોડરજ્જુ તરીકે કામ કરે છે. ‘ બંધારણ’ શબ્દનો અર્થ વિવિધ પાસાઓને એકત્રિત કરવું એવો થાય છે.

ભારતનું બંધારણ બંધારણ સભામાં 26 નવેમ્બર 1949 ના દિવસે પસાર થયું હતું અને ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના દિવસે લાગુ કરવામાં આવ્યું હતું. ભારતનું બંધારણ વિશ્વના તમામ લોકતાંત્રિક દેશોનાં બંધારણ કરતા સૌથી મોટું અને લેખિત બંધારણ છે જેમાં અત્યારે 465 અનુચ્છેદ અને ૧૨ અનુસૂચિઓ છે જે કુલ ૨૫ ભાગોમાં વિભાજીત છે .બંધારણમાં ભારત સરકારના સંસદીય સ્વરૂપની માળખું તૈયાર કરવામાં આવ્યું છે.

બંધારણ ઘડવા માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓની સમિતિને ‘બંધારણ સભા’ કહે છે આ સભા ની સંખ્યા કુલ 389 હતી જે પૈકી 292 પ્રતિનિધિ બ્રિટિશ હિન્દના 11 પ્રાંતોની વિધાનસભામાંથી 93 પ્રતિનિધિઓ દેશી રજવાડાના તથા ૪ પ્રતિનિધિઓ ચીફ કમિશનર ઓફ ચાર પ્રાંત દિલ્હી અજમેર મારવાડ ,કુર્ગ, બ્રિટિશ અને બલુચિસ્તાન માટે આરક્ષિત રાખવામાં આવેલા હતા.

બંધારણ ઘડવા માટે 63,96,729 રૂપિયાનો ખર્ચ થયો હતો . બંધારણ નિર્માણ માટે ૬૦ જેટલા દેશોના બંધારણનો અભ્યાસ કરવામાં આવ્યો હતો.

ભારતના બંધારણની પ્રમુખ વિશેષતાઓ

1. ધર્મનિરપેક્ષ રાજ્યની
2. કઠોરતા અને લચીલાપણાંનો સમન્વય
3. સમવાયતંત્રી
4. સંસદીય શાસન વ્યવસ્થા
5. પુખ્ત મતાધિકાર
6. સ્વતંત્ર ન્યાયતંત્ર
7. નીતિ નિર્દેશક તત્વો
8. સમાજવાદી રાજ્ય
9. એકલ નાગરિકતા
10. મૂળભૂત ફરજો
11. મૂળભૂત અધિકારો

વર્ષ 2015 માં આપણા બંધારણના ઘડવૈયા એવા ડો.બાબા સાહેબઆંબેડકરની 125 મી જન્મજયંતિ હતી, જેઓ બંધારણ સભાના અધ્યક્ષ પણ હતા .ડો.આંબેડકરે બંધારણના મુસદ્દામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી. પહેલાં આ દિવસ કાયદો દિવસ તરીકે ઉજવવામાં આવતો હતો પરંતુ બંધારણનું મહત્વ શુ છે તેની જાણકારી લોકોને મળે અને આંબેડકરના વિચારો લોકોસુધી પહોંચે તે માટે 26 નવેમ્બરની પસંદગી કરવામાં આવી અને ત્યારથી જ 26 નવેમ્બરને’ બંધારણ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.

આ દિવસે દેશમાં કોઈ જાહેર રજા હોતી નથી પરંતુ શાળાઓ અને કોલેજોમાં બંધારણના વિષયો ઉપર ક્વિઝ અથવા તો નિબંધની સ્પર્ધાનું આયોજન કરીને બંધારણ દિવસની ઉજવણી કરવામાં આવે છે અને દરેક શાળાઓમાં બંધારણની વિશેષ લાક્ષણિકતાઓ નું પ્રવચન આપવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.