Abtak Media Google News

છેલ્લા ૧૨ કલાકમાં મગફળીની બમ્પર આવક

રાજકોટ માર્કેટીંગ યાર્ડ ખાતે આજે વધુ ૧૫૦૦૦ જેવી મગફળીની ગુણીની આવક થવા પામી છે. છેલ્લા ૧૨ કલાકમાં મગફળીની બમ્પર આવક થઇ છે. રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં રાજકોટ ગ્રામ્ય ઉપરાંત્ કાલાવડ, સુરેન્દ્રનગર ડિસ્ટીકટમાંથી મગફળની આવક આવી રહી છે. ચાલુ વર્ષ ભેજવાળી મગફળીને કારણે પ્રમાણમાં ઓછા જોવા મળી રહ્યા છે.

ખેડૂતોના ખેતરોમાં મગફળીનો નવો પાક તૈયાર થઇ ગયો હોય છેલ્લા ઘણા દિવસથી સૌરાષ્ટ્રના તમામ માર્કેટીંગ યાર્ડોમાં મગફળીની દિન પ્રતિદિન આવક વધી રહી છે. રાજકોટ માર્કેટીંગ યાર્ડ ખાતે અઠવાડિયા પૂર્વ વધુ પડતી ભેજવાળી મગફળી આવતા તેમજ ખેડૂતોને પુરતા ભાવો ન મળતા આવક પર પાંચ દિવસ પ્રતિબંધ મુકી દેવાયો હતો. જો કે ગઇકાલ સોમવારથી ફરી આવક શરૂ કરી દેવાતા ગઇકાલે ૧૪૦૦૦ મગફળીની ગુણી તો આજરોજ વધુ ૧૫૦૦૦ જેવી મગફળીની ગુણીની આવક થવા પામી છે અને દિન પ્રતિદિન આવકમાં વધારો નોંધાઇ રહ્યો છે.

ચાલુ વર્ષે અતિવૃષ્ટિને કારણે મગફળીમાં ભેજનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યુ છે. જેથી ખેડૂતો વહેંચી નાણા છુટા કરી રહ્યા છે. ભેજવાળી મગફળી વધુ સમય પડી રહે તો બગડી જવાની ભીતિથી ખેડૂત્ો પોતાનો માલ ફટાફટ ઓપન માર્કેટમાં વહેંચી રહ્યા છે.

આગામી ૨૧ ઓકટોબરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ થશે અને રૂ.૧૦૫૫ જેવા ભાવ એક મણ દીઠ ખેડૂતોને મળશે તેમ છતા ખેડૂતો મગફળી બગડી જવાના ડરને કારણે ટેકાના ભાવે ખરીદી અગાઉ વહેચી રહ્યા છે. હાલ રાજકોટ માર્કેટીંગ યાર્ડ ખાતે ભેજવાળી, નબળી મગફળીના રૂ.૬૦૦થી ૭૫૦ તો સારી કવોલીટીની મગફળીની રૂ.૮૦૦થી ૯૭૦ના ભાવે હરરાજી થઇ રહી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.