Abtak Media Google News

હારશે કોરોના, જીતશે રાજકોટ

કોરોનાથી ડરવાની નહીં, મક્કમ મનોબળથી લડવાની જરૂર

સમગ્ર દુનિયામાં ફેલાયેલી કોરોનારૂપી મહામારીના સમયમાં આજી જી.આઈ.ડી.સી. ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રમુખ જીવણભાઈ પટેલ પ્રેરક સંદેશ આપતા કહે છે કે, વિપત્તિ, આપત્તિ અને સંપત્તિ આવે પણ છે અને સમય આવ્યેતે જતી પણ રહે છે. કોરોનાથી ડરવાની નહીં પણ મક્કમ મનોબળથી લડવાની જરૂર છે.

કેટલીકવાર આપણે માસ્ક ન પહેરીને પોતાની અને અન્યોની સલામતીનું ધ્યાન નથી રાખતા અને પોતે સંપૂર્ણ રીતે સ્વસ્થ છે તેવો વધુ પડતો આત્મવિશ્વાસ ધરાવીએ છે. જેના કારણે આપણા ઘરમાં રહેતા નાના બાળકો, વૃદ્ધો અને આપણી આસપાસના અન્ય લોકોને જોખમમાં મૂકી દઈએ છીએ. આપણે અચૂકપણે સરકારની માર્ગદર્શિકાઓનું પાલન કરીને માસ્ક પહેરવું જોઈએ તથા સામાજિક અંતર પણ જાળવવું જોઈએ.

હાલ આજી જી.આઈ.ડી.સી. માં ૫૦૦જેટલી ઇન્ડસ્ટ્રીઝ કાર્યરત છે. અમે પ્રત્યેક ઇન્ડસ્ટ્રી દીઠ આરોગ્યલક્ષી જાગૃતિ કેળવાય તે માટેના કેમ્પ કર્યા છે. અને સમગ્ર ઇન્ડસ્ટ્રીઝમાં માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ અને સેનેટાઇઝરના મહત્વને પ્રદર્શિત કરતા બેનર પણ લગાડીને આ વિસ્તારના લોકોને કોરોના મહામારી સાથે જાગૃત કરવાનું કાર્ય કર્યું છે. આપણે સૌ કોરોનાના કપરાં કાળને હસતા મુખે સાવચેતી સાથે પસાર કરીએ. મારી રાજકોટવાસીઓને એક જ વિનંતી છે કે, કોઈપણ જાતના ડર રાખ્યા વિના આપણે સાવચેતી રાખીશું, તો ચોક્કસ  હારશે કોરોના અને જીતશે રાજકોટ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.