Abtak Media Google News

બે દિવસ મુક્તિ દિનની શાનદાર ઉજવણી કરાશે : દીવે સજયા સોળે શણગાર, કાલે બોલીવુડ સિંગર કનિકા કપુરની મ્યુઝિકલ નાઈટ

દીવ મુક્તિ દિનની આજે શાનદાર ઉજવણી કરવામાં આવી રહી છે, કલેકટર સલોની રાય ના વરદ હસ્તે શહીદ સ્મારક ખાતે શહીદો પુસ્પાઅંજલી અર્પણ કરી હતી. આ તકે દીવ વહીવટી અને સુરક્ષા પાંખ ના તમામ વરિષ્ટ અધિકારીઓ સહિત ખુબજ મોટી સંખ્યા માં ગ્રામજનો ઉપસ્થિથ રહ્યા હતા.

20

આ પ્રસંગે દીવ કલેક્ટર, દીવ પોલીસ અધિક્ષક અને ડીએમસી ના પ્રમુખ ઉપસ્થીત  રહ્યા હતા. પુષ્પઅંજલી બાદ પરેડ યોજાઈ હતી. જેમાં પોલીસ, સેના, એનસીસી, શાળા ની વિદ્યાર્થીનો ખૂબ મોટા પ્રમાણમાં જોડાયા હતા.આગામી બે દિવસ અનેક કાર્યક્રમો દ્વારા દીવ મુક્તિ દિવસ ઉજવવામાં આવશે. દિવાવાસીઓએ ૧૯મી ડિસેમ્બરના  રોજ  ૫૯મા મુક્તિ દિનની શાનદાર ઉજવણી  કરવામાં આવી રહી છે. સમગ્ર દિવ  જિલ્લાને દુલ્હનની જેમ શણગારવામાં આવ્યો છે. આજનો દિવસ દિવ નિવાસીઓ માટે સોનાના સુરજ ઉગવા સમાન છે.

૧૯ ડિસેમ્બર ૧૯૬૧ ના રોજ દીવ દમણ પોર્ટુગલ શાસનની ચુંગાલમાંથી મુક્ત થયું હતું આથી આ દિવસને દીવ વાસીઓ મુક્તિ દિન તરીકે ઉજવે છે આ દિવસ દિવ વાસીઓ માટે ખુબજ મહત્વનો દિવસ છે.આ દિવસે દીવ પ્રશાસન દ્વારા સરકારી બિલ્ડીંગો હોટલનો માલિક દ્વારા હોટલો દિવ ના લોકો પોતાના ઘરને દુલ્હનની જેમ શણગારે છે અને આ દિવસને ઉજવવા માટે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે.

21 1

દીવમાં ૧૯ ડિસેમ્બર મુક્તિ દિન ની ઉજવણી દીવ જિલ્લા કલેકટર ના નેતૃત્વ અને માર્ગદર્શન માં થવા જઈ રહી છે આ પ્રસંગે કલેકટર  સલોની રાય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દેવ મુક્તિ દિનની ઉજવણી ખૂબ જ ભવ્ય અતિ ભવ્ય રીતે કરવામાં આવી રહી છે. ઉજવણી દરમિયાન બે દિવસનો રાત્રીનો કાર્યક્રમ ઘોઘલા  જેટી ઉપર કરવામાં આવશે. આ અંતર્ગત  દિવવાસીઓ માટે અનેક સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં દીવ પ્રશાસનના તમામ અધિકારીઓનો પૂરેપૂરો સાથ સહકાર મળી રહયો છે. આજે સવારે શહીદ સ્મારક ઉપર સહીદો ને શ્રદ્ધાંજલી અર્પિત કરવામાં આવી હતી. ત્યારબાદ પદ્મભૂષણ કોમ્પલેક્ષ ખાતે ના હસ્તે ધ્વજ વંદન રાષ્ટ્રગીત બાદ પ્રશાસક નો સંદેશો વાંચી ને સંભળાવવામાં આવ્યો હતો. સંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા. તેમજ લોકોના મનોરંજન માટે રાત્રિના ૭:૦૦ આતશબાજીનો પ્રોગ્રામ પણ રાખવામાં આવશે અને ત્યારબાદ ગુજરાતી ડાયરાનું પણ આયોજન કર્યું છે જેની અંદર કલાકાર તરીકે ગીતા રબારી વિજય સુવાળા રાકેશ બારોટ ઉમેશ બારોટ દિવયા ચૌધરી અને વીજુડી કોમેડીયન ટીમ ની આમંત્રિત કરવામાં આવ્યા છે. કાલે પ્રખ્યાત બોલીવુડ  સિંગર કનિકા કપૂર મ્યુઝિકલ નાઈટ નું પણ આયોજન કરવામાં આવ્યું છે.

૧૯ડિસેમ્બર મૂકી દિનની ભવ્ય ઉજવણી દીવ કલેક્ટર સલોની રાય એસપી હરેશ્વર સ્વામી ડીવાયએસપી રવિન્દ્ર શર્મા ડેપ્યુટી કલેક્ટર સિંહ ચીફ એજ્યુકેટેડ ઓફિસર્સ વૈભવની ખારી મામલતદાર ચંદ્રહાસ રાજા ફીજ ૨૦ અધિકારી શુકર આંજણી ટુરિઝમ અધિકારી હિતેન્દ્ર બામણીયા મ્યુનિસિપાલિટી પ્રમુખ હિતેશભાઈ સોલંકી ન્યૂ જિલ્લા પંચાયત હોટલ એસોસિયેશનના સહયોગથી કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.