Abtak Media Google News

એક માવા દીઠ કિંમત ૮ રૂપિયા તો ૩ લાખ માવાના વેચાણની કિંમત કેટલી..??: સરકારમાં કોઈ જી.એસ.ટી.કોઈ ટેક્સ…??

આ એજ વેપારી લૂંટારાઓ જેમણે લોકડાઉન્ડમાં એક મસાલા દીઠ ૨૫ વસુલયા હતા

હાલ સરકાર દ્વારા પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને સાથે સાથે તમાકુ વેચાણ ને પ્રમોટ કર્તાઓ ઉપર એક વર્ષ માટે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ દ્વારા જાહેરાત કરવામાં આવી કે તમાકુ વેચાણ કર્તાઓ તમાકુ પ્રમોટ માટે એક વર્ષ સુધી પ્રતિબંધ લંબાવવામાં આવ્યું છે

હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં અને ધ્રાંગધ્રા તાલૂકામાં ૬૪ ગામ્ય વિસ્તારમાં ગુહ ઉધોગના નામે તમાકુનો કાળો કારોબાર ચાલી રહ્યો છે ત્યારે કોઈ સરકારી અધિકારીઓ ને આ નજરમાં કેમ નહિ..? સરકાર દ્વારા પાલસ્ટિક ઉપર પ્રતિબંધ છે પરંતુ આ માવા મસાલાના પાલ્સ્ટિક રોજ પ્રતિદિન અંદાજે ૩ લાખ થઈ પણ વધુ કચરો થઈ રહ્યો છે  દેશના વડાપ્રધાન સ્વચ્છતા માટે કરોડો રૂપિયાના બજેટ ફાળવે છે પરંતુ ગાવુંન્ડ રિપોર્ટ જોયે તો  ડંમ્પીગપીગ પોલ્ટો ભરાઈ ગયા છે નગરપાલિકા દ્વારા કોઈ પગલાં લેવાય છે કે નહીં એ આવનાર સમય ઉપર નક્કી કરવામાં આવશે…..?

આ વેપારીઓ દ્વારા લોકડાઉનમાં એક માવા મસાલા દીઠ રૂપિયા ૨૫ વસુલવામાં આવ્યા હતા એજ માવા મસાલા ગુહ ઉધોગ ના નામે કાળો કારોબાર ચલાવી રહ્યા છે ધ્રાંગધ્રા નગરપાલિકા તથા મામલતદાર સાહેબ આગળ ના પગલાં લેવામાં આવે તો…??  કોઈ કાગળની કાર્યવાહી કરવામાં આવે છે કોઈ ડોક્યુમેન્ટરી ચેક કરવામાં આવે તો લાખો રૂપિયાનો ટન ઓવર કર્તા ઓ અને ટેક્સ ચોરી કર્તાઓ પડકાય શકે એમ છે.

ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા એક વર્ષ નું સરવ્યું નરસિંહ મહેતાની ભક્તિની જેમ ચેક કરવામાં આવે તો લાખો રૂપિયાનો ટેક્સ ચારો પડકાય શકે છે

સુરેન્દ્રનગર જિલ્લામાં અને ધ્રાંગધ્રા શહેર તેમજ ગામ્ય વિસ્તારમાં આ વેપ્રોલો ચાલે છે હજુ સુધી કેમ કોઈ કાર્યવાહી નહિ ગુહ ઉધોગ ની આડમાં અને પાલસ્ટિક ઉપર પ્રતિબંધ હોવા છતાં કેમ કોઈ કાર્યવાહી નથી કરવા માં આવતી જો બાગબાન તમાકુ વેચાણ કાનૂની જોગવાઈ મુજબ છે તો એ તમાકુ નો ટેક્સ સરકાર ની ગાઉન્ડ લાઈન મુજબ હોલસેલ અને છૂટક વેપારી દ્વારા  વસૂલવામાં આવે છે આવા મોટા હોલસેલ વેપારી અનેક પ્રકારે ગોટાળા કરી રહ્યા છે એ પણ ગુહ ઉધોગ ની આડ માં અને નાના માણસો ને છેતરી રહ્યા છે સોપારી ને લાંબા સમય થી પાલસ્ટિક માં બંધ કરી વેચાણ કરવા માં આવે એ સોપારી ની કોલેટી કોણ ચેક કરે…? ધ્રાંગધ્રા શહેર માં એક વેપારી રાજકારણી દ્વારા મીઠી નજર થી આવા અનેક વેપારી ઓ લૂંટારાઓ બન્યા છે કોઈ રોક ટોક વગર ચાલતા આ કાળા વેપલાઓ ને બંધ કરવા માટે સરકાર ના નિમાયેલા પ્રતિનિધિઓ દ્વારા કાર્યવાહી કરવા માં આવશે કે દૂધ બગડી ને દહીં જ બનશે અને એમાંથી બનેલ એજ માખણ ખવાઈ જશે

હાલ કોરોનાની મહામારી વિશ્વ માં પોતાનો કહેર વરસાવી રહી છે ત્યારે સરકાર દ્વારા અનેક જનહીત ના પ્રયત્નો કરવા માં આવી રહ્યા છે પરંતુ સુરેન્દ્રનગર જિલ્લા ના ધ્રાંગધ્રા શહેર માં લૂંટારાઓ દ્વારા માવા ના પાલસ્ટિક નું વેચાણ કરી ને પ્રકૃતિ ને નુકસાન પોહચાડવા માં આવે છે સાથે માવા ખાઈ ને લોકો દ્વારા જે થુકવા માં આવે છે ત્યારે કોરોના નું  સંક્રમણ વધવા ના પ્રયાસો થઈ રહ્યા છે

અમારા પ્રતિનિધિ દ્વારા આ અહેવાલ ની જાગુતિઓ સરકાર ના અધિકારીઓ ને નજર પડે અને આવા લૂંટારાઓ દ્વારા લૂંટ બંધ થાય એ જ અમારા અખબાર ની સાચી ઓળખ સાબિત થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.