Abtak Media Google News

Table of Contents

વૈશ્ર્વિક રાજકીય કૌશલ્યનો ઉપયોગ કયાં સુધી વિશ્ર્વની માનવજાતના કલ્યાણને ઉવેખીને એનાં સંહાર અર્થે જ કર્યા કરવો છે ? ‘વસુધૈવ કુટુમ્બકમ’ની વેદિક અભિલાષાને છિન્નભિન્ન કરતા પરિબળોને પોષનારાઓ વિશ્ર્વશાંતિના અને માનવજાતના વિકાસના શત્રુઓ છે. શસ્ત્રોનાં ખડકલાને બદલે સનાતન ધર્મ ફૂલેફાલે એવા વાવેતરનો અત્યારે તકાજો છે

વિશ્ર્વભરનાં માનવતાવાદી નેતાઓ જો હાલના વિનાશક ઢાંચાને સમૂળગો બદલી નાખવા સામૂહિક રીતે મેદાને નહિ પડે અને વિશ્ર્વના ધર્મો-સંપ્રદાયોના વડાઓ તેમને એ માટેની ફરજ નહી પાડે તો માનવજાત સર્વનાશથી નહિ બચી શકે ! અસંખ્ય સંભાવનાઓ વચ્ચે આ સંબંધ ની અગ્નિપરીક્ષા થયા વિના નહિ રહે ?

માનવજાતના કલ્યાણને અને નવાં નવાં માનવજાતલક્ષી સર્જનોને ઉવેખીને એનાં સંહાર અર્થે કર્યા કરવો છે? ‘વસુધૈવ કુટુમ્બકમ’ એટલે કે આખા વિશ્ર્વને અને તેની માનવજાતને એક જ કુટુંબના સ્વરૂપમાં પરિવર્તિત કરવાની વેદિક સંસ્કૃતિની અભિલાષાને છિન્નભિન્ન કરતા પરિબળોને મ્હાત કરવાને બદલે એને પોષતા રહેવાનું પાપ કર્યા કરવું છે?.. આવા પરિબળો માનવજાતનાં શત્રુઓ છે. અને માનવજાતનાં વિકાસના દૂશ્મનો છે એ ભૂલવા જેવું નથી.

શસ્ત્રોનાં ખડકલાઓને બદલે સનાતન ધર્મ વધુને વધુ ફૂલેફાલે એ માટેના વાવેતર કરવાનો અત્યારે તકાજો છે ભારત-અમેરિકા વચ્ચેના મૈત્રી સંબંધો હવે એક નવા યુગમાં પ્રવેશ્યા છે. એવો અત્યંત પ્રોત્સાહક દાવો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદ ગુજરાતની પૂણ્યભૂતિ ઉપરથી કર્યો છે.

સૌરાષ્ટ્ર-ગુજરતા સંતો અને શૂરાઓની ભૂમિ તરીકે વિખ્યાત છે. કાઠિયાવાડ-ગુજરાતની આ ભૂમિમાં એકવાર ભૂલા પડવાનું અને અહીની મહેમાનગતિ માણી જોવાનું ઈજન અહીના કવિરાજોએ ખુદ ભગવાનને આપ્યું હતુ! તેમણે ભગવાનને આ પૂણ્યભૂમિ પર સ્વર્ગનેય ભૂલાવી દેવાની હોંશ બતાવી હતી.

‘મુલક કાઠિયાવાડ, ધરતી પર દૂજો નહિ’ એવો ગર્વભીનો દાવો પણ કર્યો હતો.

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની મેલેનિયાએ ગુજરાતની પૂણ્યભૂમિની મહેમાનગીરીને સ્વાદ ચાખ્યો ન ચાખ્યો ત્યાં એમનાં કૈંક અસાધારણ અને અણમોલ દેખી લીધું હોય એમ એની મૂકત કંઠે પ્રશંસા કરી હતી.

‘કોઈ અજાણી ધરતી ઉપર પગલું પડી ગયું…

વણ દીઠેલું દીઠું, મનને ગમતું જડી ગયું!

ભારત-અમેરિકાના વડાઆએ એટલે સુધી કહી દીધું છે કે, ‘હવે આ દોસ્તી કદાપિ નહિ તૂટે કે એની ગાંઠ કયારેય ઢીલી નહિ પડે !

આ દોસ્તી સંભવત: વધુ વિકસશે અને વધુ વ્યાપક બનશે. વિશ્ર્વની સૌથી મોટી અને સૌથી જૂની લોકશાહીઓ એમની નવી પ્રબળતાના આધારે સંભવત: જગતના અન્ય વિકસિત અને વિકાસશીલ સમૃધ્ધ દેશોને તેમની સાથે જોડાવા પ્રેરશે અને એક નવા આંતરરાષ્ટ્રીય ફલકમાં પરિવર્તિત થશે..

આખા વિશ્ર્વના ભલા માટે આ પરિવર્તન શુભ શુકન બની રહેશે.

હમણાં હમણાં વિશ્ર્વના અમુક ભાગોમાં એવો અવાજ પડઘાતો થયો છેકે, વૈશ્ર્વિક રાજકીય કૌશલ્યનો ઉપયોગ કયાં સુધી વિશ્ર્વની વિશ્ર્વભરના માનવતાવાદી નેતાઓ જો હાલના વિનાશક ઢાંચાને સમૂળગો બદલી નાખવા સામૂહિક રીતે મેદાને નહિ પડે અને વિશ્ર્વભરનાં ધર્મો-સંપ્રદાયોના વડાઓ તેમને એ માટેની ફરજ નહિ પાડે તો માનવજાતે અત્યારની અતિ વરવી હાલત કરતાં પણ વધુ વરવી હાતલ ભોગવવી પડશે !

જોકે, જયારે જયારે આજના જેવી અધાર્મિકતા માઝા મૂકે અને માનવજાત પર રાક્ષસી કુઠારાઘાતનો ખતરો લટકતો દેખાવ ત્યારે માનવ સંસ્કૃતિને રક્ષવા અને ધર્મની પ્રભુતાને ટકાવવા ઈશ્ર્વર પરમેશ્ર્વરે પ્રત્યેક યુગમાં જન્મ લીધા છે.

એ હકિકતનો ઈતિહાસ સાક્ષી છે.

દુનિયાની વર્તમાન અતિ કફોડી હાલત વખતે મોદી અને ટ્રમ્પને મેળાપ શુભસંકેત સમો બને છે.

આ નેતાઓ તેમની તેજસ્વિતા અને ચેતના વડે સમગ્ર વિશ્ર્વને સંહારના માર્ગેથી કલ્યાણ-ઉન્નતિ માર્ગે લઈ જવાનો ધર્મ બજાવે તે આવશ્યક છે. પરંતુ પ્રત્યેક દોસ્તી કોઈને કોઈ જાતની માનવીય નબળાઈને આધીન રહેતી હોય છે ! લોખંડી ઈચ્છાશકિત જ એને ટકાવી રાખી શકે છે. આમાં અવરોધો અનેક છે… બાધાઓ સંખ્ય છે…. વિશ્ર્વની મીટ એનાં પરિણામ પ્રતિ રહેશે…

આખરે તો કોઈ પણ કાર્યના આરંભ કરતાં એનું આખરી પરિણામ કેવું આવે છે, તેનું જ ખરૂં મહત્વ હોય છે. અવનવી સંભાવનાઓએ આજના વિશ્ર્વને અભૂતપૂર્વ ચક્રાવે ચઢાવ્યું છે. આપણા દેશનાં રાજકારણને પણ ચક્રાવે ચઢાવ્યું છે. આમાંથી હેમખેમ પાર ઉતરવામાં ભારત-અમેરિકાની અગ્નિપરીક્ષા થવાની જ, એ નિ:સંદેહ છે ? ભારતે પોતાની રાજકીય કુનેહ બતાવવાનો અવસર છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.