Abtak Media Google News

૫૫ જેટલા સમાજોના લોકો વડાપ્રધાનનું કરશે સ્વાગત: શહેરની શૈક્ષણિક અને સ્વૈચ્છિક સંસ્થાઓનો થીમ સર્કલના સુશોભનમાં અનેરો સહયોગ: પદાધિકારીઓ દ્વારા તૈયારીઓનો ધમધમાટ

વૈશ્વિક કક્ષાના મહાનુભાવોએ જે વિચારસરણી સાંપ્રત સમયમાં દુનિયાની અહમ જરુરીયાત ગણાવી છે તે ગાંધી વિચારસરણીને તાદ્રશ્ય કરતા ગાંધી અનુભૂતિ કેન્દ્રનું તા.૩૦ના રોજ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનાહસ્તે લોકાર્પણ વા જઇ રહ્યું છે ત્યારે રાજકોટની મોહનદાસ ગાંધી વિદ્યાલય નવા કલેવર સજી ચુકી છે. હાઇસ્કૂલમાં ચાલીસ જેટલા ઓરડાઓને મહાત્મા મ્યુઝિયમમાં ફેરવીને આંતરરાષ્ટ્રીય કક્ષાનું ઉત્કૃષ્ટ છતાંય મહાત્માની સાદગીને શોભે એવું બનાવવામાં સત્તાવાળાઓએ જહેમત ઉઠાવી છે.

જ્યારી પ્રોજેક્ટના અમલવારીની શરૂઆત થઇ હતી ત્યારી રાજકોટ તેમજ સૌરાષ્ટ્રની જનતામાં વ્યાપેલી ઉત્કંઠા રવિવારે સત્યપીઠ જોઇને આશ્ચર્ય અને અહોભાવી અભિભુત થઇ જશે. રાષ્ટ્રની સંપતિ રાષ્ટ્રને અર્પણ કરવા વડાપ્રધાનશ્રીના આગમનને ચાર ચાંદ લગાવવા શહેરભરના દરેક વર્ગ-સમાજના લોકોમાં અદમ્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી તા.૩૦ના રોજ રાજકોટ પધારનાર છે. વડાપ્રધાનને આવકારવા રાજકોટ શહેરના પ્રજાજનો અને સ્વૈચ્છિક સંસઓમાં અદમ્ય ઉત્સાહ અને નગનાટ જોવા મળી રહ્યો છે. સંસદીય કારકિર્દીની શરુઆત વડાપ્રધાને રાજકોટી ચુંટણી લડીને કરી હતી અને ત્યારબાદ તેઓ રાષ્ટ્રિય નેતા તરીકે ઉભરી આવ્યા હતા. રાજકોટવાસીઓને આ માટે જ વડાપ્રધાન પોતીકા નેતા લાગે છે.  પ્રધાનમંત્રી જે માર્ગ ઉપરી પસાર વાના છે તે માર્ગો ઉપર જાયન્ટ સાઇઝના હોર્ડિંગ્સ, પોસ્ટર્સ અને બેનરો લગાવવામાં આવી રહ્યા છે.

આશરે ૨૬ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ મહાત્મા ગાંધી મ્યુઝિયમન લોકાર્પણ ઉપરાંત અંદાજે બાવીસ કરોડ રૂપિયાના ખર્ચે આઇ વે પ્રોજેકટ ફેઝ ટુ તથા આશરે સુડતાલીસ કરોડ રૂપિયાના ખર્ચે છસ્સો ચોવિસ લાભાર્થીઓ માટેની પ્રધાનમંત્રી આવાસ યોજના સહિત ઇનીશીએટિવ ફોર સ્વચ્છ રાજકોટ યોજનાનું લોકાર્પણ પણ વડાપ્રધાનના વરદ હસ્તે કરવામાં આવશે. રાજકોટમાં આઇ.વે. ફેઝ એકના સફળ પ્રયોગ બાદ ફેઝ બે પ્રોજેક્ટના લોકાર્પણ બાદ રાજકોટની સુરક્ષા વ્યવસ ચાક-ચોબંધ ઇ જશે.

રાજ્ય સરકાર દ્વારા ગુજરાત સ્લમ રીહેબીલીટેશન પોલિસી અંતર્ગત રૈયાધાર ખાતે આશરે ૨૪૦ જેટલા ઝુંપડપટ્ટીમાં રહેતા પરિવારોને ટુ બી.એચ.કે. ફ્લેટ વિનામુલ્યે અર્પણ કરી ઘરના ઘરનું સપનું સાકાર કરશે.  ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારમાં આવેલી ઝુંપડપટીનું ડિમોલેશન કર્યા બાદ અસરગ્રસ્તોને ફ્લેટની ફાળવણી ન થાય તે સમયગાળા દરમીયાન માસિક ૩૫૦૦ રૂપીયા ભાડું રાજ્ય સરકાર દ્વારા ચુકવવામાં આવતું હતું.

શહેરની વિવિધ સ્વૈચ્છિક અને શૈક્ષણિક સંસઓ દ્વારા વડાપ્રધાનના રુટમાં આવતા આઠ જેટલા સર્કલોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ પ્રજાલક્ષિ યોજનાઓના થીમ આધારીત બનાવીને સુશોભીત કરવામાં આવ્યા છે. ગાયત્રી પરિવાર, વી.વી.પી. એનજી. કોલેજ, પ્રજાપિતા બ્રહ્માકુમારી સંસ જેવી અન્ય સંસઓ સામે ચાલીને વડાપ્રધાનના આગમનને વધાવવા સહયોગ આપવા આગળ આવી રહી છે.

સમગ્ર આયોજનને સફળ બનાવવા શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મિરાણી, શહેર પ્રદેશ અગ્રણી નિતિનભાઇ ભારદ્વાજ, મ્યુનિ. ફાઇના. ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, શહેર મેયર શ્રીમતિ બીનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઇ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેનઉદયભાઇ કાનગડ અને તેની ટીમ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.