Abtak Media Google News

“દુષ્કાળમાં અધિક માસ, દેશના ચૂંટણી કમિશને એ કારણ દર્શાવીને મધ્યસત્ર ચૂંટણી મોકુફ રાખી કે રાજ્યમાં હજુ ચૂંટણી યોજવાલાયક વાતાવરણ ની

જેમ મોટો ધરતીકંપ આવ્યા બાદ પાછળથી લાંબા સમય સુધી નાના આંચકાઓ આવતા હોય છે. જેને લોકો અને મીડીયા વાળા અંગ્રેજીમાં આફટર શોક તરીકે ઓળખે છે.તેજ રીતે ગોધરા કાંડના ભીષણ બનાવ પછી જે આફટર શોક રૂપી તોફાનો થયા તે ત્રણ ચાર દિવસ સુધી ચાલુ રહેલા પરંતુ ઉંઝા વિસ્તારમાં આફટર શોકનું પ્રમાણ વધારે હતુ.

આ તોફાનોના આફટર શોક રૂપે રાજય સરકારે તોફાનો બાદ કેટલાક પોલીસ અધિકારીઓની પણ બદલીઓ કરેલી તેમાં મહેસાણા પોલીસ વડાની પણ ટુંકા ગાળામાં જ બદલી થયેલી અને તેમની જગ્યાએ તેમણે ચાર-પાંચ મહિના પહેલા જ છૂટા કરેલા પોલીસ વડાની ફરીથી મહેસાણા નિમણુંક થયેલી જુઓ પ્રકરણ ૧૯૬ ખાતાની ખટપટ ૩આ પોલીસ વડા પણ નિષ્ઠાવાન, તટસ્થ, ન્યાયીક સ્વભાવના હતા જેમને પાછળથી સીબીઆઈ જેવી કેન્દ્રીય પ્રતિષ્ઠીત સંસ્થામાં માનભરી નિમણુંક મળી હતી તેમજ ઉંઝા જે પોલીસ સબ ડીવીઝનમાં આવતું હતુ તે વિસનગર ડીવાયએસપીની પણ બદલી થયેલી નવા ડીવાયએસપીએ આવતા વેંત જ જયદેવને કહ્યું કે મને તમારી સાથે કામ કરવાનું નહી ફાવે ! તેઓએ વધુમાં કહ્યું કે હું અમદાવાદ શહેરમાં પીઆઈ હતો ત્યારે તમારી જ અટક ધરાવતા સેક્ધડ પીઆઈએ મને ખુબ પરેશાન કર્યો હતો. મારી વિરૂધ્ધ એક નારકોટીકની ઈન્કવાયરી પણ ઉભી કરાવેલી ‘જયદેવે તેમને કહ્યું કે પોતે તે વ્યકિતને ઓળખતો પણ નથી. અને કયાંના છે તે પણ ખબર નથી તેથી આવો વ્યવહાર કરો તે બરાબર નહિ.તેમ છતા આ નવા અધિકારીએ કહ્યું ના મને તમારી સાથે નહિ ફાવે ! જયદેવે કાંઈ કહ્યુંતો નહિ પરંતુ મનમાં થયું કે આ પોલીસ ખાતુ કોઈ ના બાપની પેઢીકે જાગીરતો છે નહી આતો સરકારી ખાતુ જે હોય તેનાથી ચલાવી લેવાનું અને તલવારની ધાર ઉપર ચાલવાનું !

પરંતુ પાછળથી જાણવા મળેલુ કે તેઓ વિસનગરનાં એક રાજકારણીની મદદથી અહિ મોટો મલીતો ખાવા બદલાઈ નેઆવેલા. પરંતુ અહી આવીને જોયું કે મુખ્ય કેન્દ્ર ઉંઝામાં પીઆઈ જયદેવની અતિશય લોકચાહના છે અને ક્રાઈમ ક્રીમીનલ માટે નું તેનું વિશાળ નેટવર્ક પણ છે વળીતેની કાર્યદક્ષતા અને કાયદાની જાણકારીને લીધે તેને દરેક ક્ષેત્રમા સફળતા જ મળે છે. આથી ઉંઝામાં તો તેની જે બોલબોલા અને ઉપજણ છે, પોતાનું કાંઈ ખાસ ઉપજશે નહી વળીતેમના તાબાના કર્મચારીઓએ પણ તેમને જણાવ્યું હશે કે જયદેવ મહેસાણા જીલ્લા પોલીસ વડાની આંખ અને કાન બંને છે. પોલીસ વડાને જયદેવ ઉપર એટલો વિશ્ર્વાસ છે.

આમ છતા આ નવા પોલીસ અધિકારીએ પોતાની ફરજ ને બદલે પોતાની વ્યંકિતગત માન્યતા કે વિરોધના રૂપે છદમ (છુપુ) યુધ્ધ શરૂ કર્યું તેમણે ઉંઝાનું વહીવટી તંત્ર ખોરંભે પડે તેમાટે પોલીસ સ્ટેશનના જવાનોને પરેશાન કરવા માટે ખોટી રીતે ખુલાસા પુછી સ્ટેશન ડાયરીમાં સાચી ખોટી નોંધો કરી હેરાન પરેશાન કરવાનું ચાલુ કરતા મહેસાણાના હોંશિયાર અને સમજુ પોલીસ વડા એ આ ડીવાયએસપીને કહ્યું કે ઉંઝાના આજ જવાનો અને કર્મચારીઓની મદદથી જયદેવે અતિશય કપરા અને મુશ્કેલ સંજોગોમાં પોસ્ટ ગોધરા તોફાનો દરમ્યાન એક આદર્શ અને નમુના રૂપ કામગીરી કરી જીલ્લા આખાને પ્રેરણા આપેલ છે તમે તમારો દ્રષ્ટિકોણ ફેરવો, પરંતુ જેને કોમી માનસીકતા ઈર્ષા અને સ્વાર્થી ભાવના ના પાટા આંખે બંધાયેલા હોય તેમને સાચુ દર્શન થતુ જ નથી આ ડીવાયએસપી એ ત્યારબાદ જયદેવ ઉંઝા રહ્યો ત્યાં સુધી તેમની આ માનસીકતા અને ઈર્ષા તથા સ્વાર્થી ભાવનાનો દ્રષ્ટિકોણ દબાવીને છુપાવી રાખેલો પરંતુ જયદેવ અને પોલીસ વડા તેમજ તે પછીના પણ પોલીસ વડા બદલાઈ ગયેલા તે પછી પોતાની અસલીયત જાહેર કરેલી.

જયદેવ પણ કોઈ બીન જરૂરી સંઘર્ષમા આવવા માંગતો નહતો કેમકે તે પોતે જ પોતાના કામકાજમાંથી નવરો થતો નહતો. આમેય હવે જયદેવ શારીરીક અને માનસીક બંને રીતે સાવ થાકી ગયો હતો અને લાંબા સમયથી કોઈક શાખામાં બદલાવા ઈચ્છતો જ હતો. અને તે પણ ખાસ તો સૌરાષ્ટ્રમાં જવાની તેની ઈચ્છા હતી. આથી તેણે ભાવનગર જીલ્લામાં તેના એક મિત્ર ડોકટર હતા તેની સાથે આ અંગે વાતચીત કરતા ડોકટરે કહ્યું અરે બાપુ એમાં શું? આ સત્તાધારી પક્ષના રાજય પ્રમુખ જ મારા ગૂરૂ છે. હું વાત કરૂ છું આમતો ડોકટરના ગૂરૂ અકડુ માણસ હતા પરંતુ તેમ છતા ડોકટરના કારણે તેમણે જયદેવને મહેસાણા જીલ્લામાંથી બદલી તે ભાવનગર જિલ્લામાં મૂકવા માટેની ભલામણ દરખાસ્ત ગૃહપ્રધાનને કરી દીધી.

તે સમયે રાજય વિધાનસભાની મુદત પુરી થઈ નહતી. પરંતુ ગોધરા કાંડના અનુસંધાને અન્ય રાજકીય પક્ષો જે રીતે રાજય સરકાર ઉપર આક્ષેપો કરી માછલા ધોતા હતા જેથી રાજયનાં મુખ્યમંત્રીએ જે ‘દુધ નું દુધ અને પાણીનું પાણી’ થઈ જાય તે માટે જનતા સમક્ષ જઈ નવી વિધાનસભા ચૂંટવાનો વિકલ્પ રજૂ કરવા વિધાનસભા મધ્યસત્ર ચૂંટણી યોજવા કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રપતિને ભલામણ કરી દીધી હતી. આથી આમેય તે ચૂંટણીઓની પૂર્વ તૈયારી રૂપે વહીવટી તંત્રમાં મોટા પાયે ફેરફાર કરવાની તૈયારીઓ ચાલી જ રહી હતી. ચારેય તરફ ‘મામકાવાદ’ ફુંફાડા મારતો હતો.

પરંતુ બન્યું એવું કે ગમે તે કારણો સર આ જયદેવની બદલી ઉંઝાથી ભાવનગર જિલ્લામાં કરવાની આવેલ ભલામણની વાત ગૃહ પ્રધાને ઉંઝાના ધારાસભ્ય કમ મંત્રીને કરી દીધી કે તમારા ઉંઝા પીઆઈની હવે ભાવનગર જિલ્લામાં બદલી થાય છે. આથી ઉંઝાના ધારાસભ્ય કમ મંત્રીએ સીધો જયદેવનેજ મોબાઈલ ફોન કર્યો કે આ હૂં શું સાંભળુ છું તમે બદલી માગી છે ? આથી જયદેવે કહ્યું ‘હા બરાબર હવે હું થાકયો છું, અને આમેય મારી જીંદગીમાં એક જ પોલીસ સ્ટેશનમાં આટલો લાંબો સમય અપવાદ રૂપ છે. અને ઉંઝા થાણાનો પણ રેકર્ડ છે કે આટલો લાંબો સમય તો ઠીક પરંતુ કોઈ પીઆઈ એક વર્ષ પણ અહી ટકયો નથી ! આથી હવે વતન તરફ જવાની ઈચ્છા છે’ આથી વિધાયકે કહ્યું કે વિધાનસભાની ચૂંટણીઓ પુરી થાય ત્યાં સુધી ઉંઝા રહો, ચૂંટણી પછી હુ જ તમને તમારી ઈચ્છીત જગ્યાએ મૂકાવી દઈશ. આમ તેમણે ગૃહપ્રધાન ને પીઆઈ જયદેવને ઉંઝાથી નહિ બદલવા જણાવી દીધું.

પરતુ હવે આગામી એક વર્ષનો સમય ગાળો જયદેવ માટે ખૂબજ વિકટ, તકલીફનો અને માનસીક યાતના રૂપ નિવડવાનો હતો. જયદેવની લાંબા સમયની કોઈ શાખામાં બદલી માટેની ઈચ્છા એક યા બીજા કારણસર પૂરી થતી નહતી તેણે બે વર્ષ પહેલા જ ઉંઝાથી બદલાઈને સીઆઈડી આઈબી અને એસીબી એન્ટીકરપ્શન બ્યુરોમાં જવા માટે રીપોર્ટો આપેલા પણ એક યા બીજા કારણે ફાઈલ થઈ ગયા હતા. જુઓ પ્રકરણ ૧૮૭ મહેસાણા ઉંઝા.

જયદેવનો હવે વિધાનસભા મધ્યસત્ર ચૂંટણીઓ પછી જ બદલીનો વારો આવે તેમ હતો દુષ્કાળમાં અધિક માસની માફક રાજય સરકારની મધ્યસત્ર ચૂંટણીની માંગણીને દેશના ચૂંટણી કમીશને એ કારણ દર્શાવીને નામંજૂર કરી કે રાજયમાં હજૂ ચૂંટણી યોજવા લાયક વાતાવરણ નથી આમ જયદેવનું બુંગણ ઉંઝામાં સલવાયું હવે કયારે ચૂંટણીઓ જાહેર થાય પુરી થાય અને નવી સરકાર સત્તારૂઢ થાય અને પોતાનો અહિથી છૂટકારો થાય !

તેમ છતાં એટલે કે હવે અહિ રહેવાની અનિચ્છા હોવા છતાં જયદેવે પૂરા ઉત્સાહથી પોતાની કામગીરી ચાલુ રાખી પરંતુ હવે જયદેવને વિસનગર ખાતે રાજકીય નિમણુંક મેળવીને આવેલા ડીવાયએસપીના વારંવારના ખોટા અને બીન જરૂરી અવરોધ અને અડચણોનો સામનો પણ કરવાનો હતો. જો કે જયદેવ પણ આવા અવરોધ અડચણોનો સામનો કરવાનો અનુભવી હતો. તેમ છતાં ઉંઝા પોલીસ સ્ટેશન વિસ્તારની ખાસ પ્રકારની સંવેદનશીલ પરિસ્થિતિ અને ઉંચા કાર્યભારણ ને કારણે તે અવશ્ય રીતે પરેશાન થવાનો હતો.

આ દરમ્યાન ઉંઝાના અમુક ખાટસ્વાદીયાઓનું ટોળાશાહી માનસ અને તેમાં પણ કોમી તોફાનો બાદ તેમણે એવી ઝડપ પકડી હતી કે સામાન્ય બાબતમાં પણ ટોળાઓ આક્રમક થઈ જતા હતા આ સ્થિતિનો લાભ લઈ અમુક ખાટસ્વાદીયાઓએ વ્યક્તિગત લેતીદેતીના વ્યવહારોમાં ગુંડાગીરી દાદાગીરીનું પ્રદર્શન ટોળાશાહિમાં કર્યું ઉંઝાના માર્કેટ યાર્ડમાં એક મારવાડી વેપારીને મારમારી કપડા ઉતારી યાર્ડમાં ફેરવ્યા અને આ દીગંબર ફોટાઓ મુંબઈ ટાઈમ્સ ઓફ ઈન્ડીયાની આવૃત્તિમાં છપાયા આથી ખૂબજ મોટો હોબાળો મચ્યો અને પોલીસ વડાએ જયદેવને પૂછયું કે આ શું બાબત છે ? જયદેવે કહ્યું કે ટોળાશાહીનાં ભયથી કોઈ ફરિયાદ આવી નથી પરંતુ આ ફોટાવાળા વેપારીને હું ઓળખું છું સામેથી જઈ ફરિયાદ લઈ આવું ? આમ વેપારી જે તેના ઘેર સારવારમાં હતા તેમને સમજાવી તેમની લખાવ્યા મુજબની ભારતીય દંડ સંહિતા મુજબ બળ જબરાઈથી મારમારી લૂંટ અને ધાડ ની એફ.આઈ.આર. નોંધી તમામ કાયદેસરની કાર્યવાહી કરી પરંતુ આ મામલો ખુબજ ચગ્યો અને વિવાદમાં આવેલો.

આજ સમય દરમ્યાન વણગલા ગામે એક માલધારીની નાની ક્ધયા ગુમ કે અપહરણ થયાની જાહેરાત આવી આ વણગલા ગામનો તે દિવસ સુધીનો ઐતિહાસીક રેકર્ડ હતો કે જે ખૂનના ગુન્હા નોંધાય તે શોધાતા જ નહિ ડીસ્ટાફ હેડ કોન્સ્ટેબલ રણજીતસિંહે કહ્યું કે જો ક્ધયા ભાગ્યશાલી હશે અને જીવતી હશે તો ગુન્હો શોધાશે બાકી હવે પોલીસને ભારે ઉપાધી આથી જયદેવે કહ્યું કે દુનિયામાં કાંઈ અશકય નથી.

વણાગલા ગામે સાંજના સહેલી ઓ જોડે શેરીમાં રમતી બાળા દસ પંદર મીનીટ જ ઈલેકટ્રીક લાઈટ ગુલ થયેલ ત્યારે ગુમ થઈ હતી આવા સંજોગોને કારણે જયદેવને બાળા જીવતી હોવાની શકયતાતો ઓછી લાગતી હતી તેમ છતાં શોધવાના પ્રયત્નો શરૂ કર્યા અને બીજે દિવસે ગામના પાદરમાં આવેલ તળાવની વચ્ચે ઝાડીમાં ગોદડામાં વિટેલી બાળાની લાશ મળીઆવી ! આથી પોલીસ જવાનોને ધ્રાસ્કો પડયો કે હવે આ ગામની પરંપરા મુજબ આ ગુન્હો પણ વણ શોધાયેલો જ રહેશે. પરંતુ જયદેવે અનેક અવરોધો અડચણોને પાર કરી ગુન્હો શોધી કાઢ્યો આરોપીઓને પકડી પાડીને વણાગલા ગામના ખૂન કેસો વણશોધાયેલા જ રહેવાનું પોલીસ દળ માટેનું મહેણુ ભાંગ્યું.

પરંતુ ખરી મુશ્કેલી અને ઉપાધી તો હવે કરલી ગામના એક બનાવથી ઉંઝા પોલીસ અને ખાસ તો જયદેવ માટે ઉભી થવાની હતી.

અગાઉ જણાવ્યા મુજબ ડોકટરો આમ તો માનવતા વાદી જ હોય છે. પરંતુ કોઈક વિચારભ્રષ્ટ કે સોબતફેર ડોકટર પોતાની બુધ્ધી અને આવડતનો દૂરૂપયોગ કરીને સમાજ માટે કેવી આફત ઉભી કરે છે તેનું ઉદાહરણ ઉંઝાની કોટકુવા હોસ્પિટલનાં પીએમ ડોકટર હતા.

આ કિસ્સો એવો છે કે ગોધરાકાંડ થયાના થોડા દિવસ પહેલા જ ઉંઝા ના બ્રાહ્મણ વાડા આઉટ પોસ્ટની હદમાં ખળી ચાર રસ્તા પાસે એક પલ્સ મીલ હતી જે સીજન પ્રમાણે વિવિધ પ્રકારની દાળોનું પીલાણ કરી પેકીંગ કરી વેચાણ માટે બજારમાં મોકલતી હતી આ પલ્સમીલમાં ગુજરાતનાં સાબરકાંઠા હાલના અરવલ્લી જીલ્લાની નજીકના પડોશી રાજસ્તાનના ઉદેપૂર મેવાડ વિસ્તારના પહાડી અને ડુંગરાળ પછાત વિસ્તારનાં લોકો મજુરી કામ કરતા હતા જેમનું અક્ષરજ્ઞાન સાવ ઓછું હતુ. આ પલ્સ મીલમાં રજાના એક દિવસે મોડી સાંજના મીલના મશીનો બંધ હોય તેના બેલ્ટ પટ્ટામાં ભરાયેલ લોટ સાફ કરવા એક મજૂર મશીનો ઉપર ચડયો હશે અને અકસ્માતે પટ્ટો ફરી જતા ઉંચાઈ ઉપરથી નીચે પટકાતા. માથમાં ગંભીર ઈજા થતા ત્યાંજ મરણ થયેલ.

પરંતુ મીલના માલીકને એવી દુર્બુધ્ધિ સુજી કે અહીઆ એક મજૂર સિવાય જોનાર તો કોઈ હતુ નહિ તેથી મરનારના કુટુંબીજનોને (જે વતનમાં હતા) મીલ દ્વારા ચુકવવાનું થતુ કમ્પેન્ઝેશન ચુકવવું પડે નહિ અને પોતાની ફેકટરીની કોઈ બેદરકારી દેખાય નહિ તે માટે અને ફેકટરીને કોઈ કલંક ન લાગે તે માટે ઉંઝાના કોઈ ખાટસ્વાદદીધાનો સંપર્ક કરી ચર્ચા સલાહ કરી એવું નાટક ઉભુ કર્યું કે મજૂર ફેકટરીમાં નહિ પરંતુ ફેકટરીથી ત્રિજા ખેતરમાં કોઈક વ્યકિત સાથે મારામારી થતા તે ઈજાથી મૃત્યુ પામ્યો છે. આ માટે તેણે ખાટસ્વાદીયાની મદદથી મજૂરની લાશ રાત્રીનાં જ ઉપાડીને ફેકટરીમાંથી ખેતરમાં ફેરવી નાખી અને ફેકટરીમાં એવી ગોઠવણ કરી દીધી કે પ્રથમ દ્રષ્ટીએ પોલીસને બનાવવાળી જગ્યા અંગે કાંઈ ખબર જ ન પડે!

પલ્સમીલના માલીકે બીજે દિવસે સવારે ખાટસ્વાદીયા સાથે મળીને પોલીસમાં જાહેરાત કરી દીધી કે તેમનો મજૂર ખેતરમાં મરેલો પડયો છે. આથી ફોજદાર ટાંક બનાવવાળી જગ્યાએ ઘસી ગયા જગ્યાનું નિરીક્ષણ કરતા મજૂરતો પલ્સમીલના લોટ (આટો)થી સર્ંપૂ ખરડાયેલો હતો અને માથામાં થયેલ મુંઢમાર ઈજા કે જે ઉંચાઈ ઉપરથી પડવાથી કે બોથડ પદાર્થ અથડાવા કે મારવાથી પણ થઈ શકે તેવો એક ઘાની ઈજા હતી જયદેવને ખબર પડતા તે પણ કહેવાતી બનાવવાળી જગ્યાએ ઘસી ગયો પ્રથમ દ્રષ્ટીએ જ બનાવવાળી જગ્યા શંકાસ્પદ જણાતી હોવા છતાં રાત્રીના સમયે આ જગ્યાએ મજૂર ને આવવાનું કારણ શૂં હોઈ શકે? લેટ્રીન, બાથરૂમ વિગેરે તમામ સુવિધાઓ તો ફેકટરીમા જ હ તી તે માટે અહી આવવાનું કોઈ કારણ હતુ નહિ અને ખૂન થવા અંગેનું પણ કોઈ કારણ હતુ નહિ તેમ છતા પોલીસે ‘જર, જમીન અને જોરૂ આ ત્રણ કજીયાના છોરૂ’તે ન્યાયે કોઈ સ્ત્રિ પાત્ર અંગે વિગતે તપાસ કરી પરંતુ ખૂન કરવા માટેના કોઈ જ કારણ જણાતા નહતા. પોલીસે ફોરેન્સીક સાયન્સ નિષ્ણાંત દ્વારા ખેતરવાળી જગ્યાની બારીકાઈથી તપાસણી કરાવતા ખેતરની માટીમાં કોઈ ઝગડામારામારીના પગલા કે જમીન ટેરાયાના ચિન્હો જોવા મળેલ નહિ કે કોઈ મીલન, મુલાકાતના પણ ચિન્હો જણાયેલ નહિ આથી એફ.એસ.એલ. નિષ્ણાંતે જણાવ્યું કે લાશને બીજેથી ઉપાડીને અહી મુકેલી જણાય છે. વિશાળ ફેકટરીમાં ફોરેન્સીક નિષ્ણાંતોબારીકાઈથી તપાસ કરી પરંતુ તેમાં કોઈ ચોકકસ જગ્યાએ બનાવ બન્યાનું નકકી થઈ શકયું નહિ, પરંતુ બેલ્ટની ઉંચાઈ જોઈને તેમણે કહ્યું કે આટલી ઉંચાઈ ઉપરથી વ્યકિત પડે અને માથામાં ઈજા થાયતો અવશ્ય મૃત્યુ થઈ શકે.

આથી લાશને ઉંઝા કોટકુવા હોસ્પિટલમાં પોસ્ટ મોર્ટમ માટે મોકલવામાં આવી પીએમ ડોકટર તો આળસુ અને અનેક વખત બોલાવ્યા પછી જ આવે તેવી આદત વાળા હતા ત્યાં ખાનગીમાં જાણવા મળેલુ કે ડોકટરને નશીલી દવા લેવાની આદત છે. અને તેમનું કુટુંબ વિદેશમાં છે. વિઝાના કોઈ પ્રશ્ર્ન ને કારણે ડોકટર એકલા સલવાઈને અહી દેશમાં જ રહી ગયા છે!

પરંતુ આનો લાભ પેટમાં કપટ ધરાવતા પલ્સ મીલ માલીક અને તેના મીત્ર એવા ખાટસ્વાદીઆએ લીધો તેમણે આ પીએમ ડોકટર નો સંપર્ક કરી તેમને લલચાવી એવી વ્યવસ્થા ઉભી કરી લીધી કે પોતે કે પોતાની પલ્સ મીલ પોલીસ લફરામાં કોઈ પણ સંજોગોમાં સંડોવાય નહિ.

પોલીસે પીએમ બાદ તૂર્ત જ લાશનું કોઝ ઓફ ડેથ આપવા ડોકટરને કહ્યું પરંતુ ડોકટરે પોલીસ સાથે વાતો કરીને સમય પસાર કર્યો પલ્સમીલ માલીક ઉદાર અને દાનવીર હોવાનોદેખાવ કરી એક ખાસ વાહનમાં મજૂરની લાશ તેના વતન એવા મેવાડના પર્વતીય ઈલાકામાં મજૂર માટે સારી કહી શકાય તેવી રકમ સાથે રવાના કરી દીધી.

પીએમ ડોકટરે કપટ કરી બે દિવસ બાદ એટલે કે પછી પોલીસ ઈચ્છે તો પણ ફેર પીએમ કરાવી શકે નહિ તેરીતે કોઝ ઓફ ડેથ આપ્યું કે ‘કોઈ એ માથામાં જોરદાર ઘા મારી ઈજા કરતા જ મૃત્યુ થયું છે’ આનો મતલબ એ થયોકે ખૂન કેસ પાકો અને પલ્સ મીલ અને તેના માલીક જવાબદારીમાંથી મૂકત જો ડોકટર ખરેખર ન્યાયીક અને સાચા હોત તો તેમણે એવું કોઝ ઓફ ડેથ આપવાની જરૂરત હતી કે માથામાં થયેલ ઈજાને કારણે મૃત્યુ થયેલ છે.

ખલાસ… ! આ બનાવ બાદ જેમ ‘વાઘ લોહી ચાખી જાય’ તેમ આ કોટ કુવા પીએમ ડોકટરની આવી મનોવૃત્તિનો લાભ લઈ ત્યારબાદ એક રાજકારણી એવા ખાટસ્વાદીયા અને એક કરલી ગામના સરપંચની ચૂંટણી હારેલા બંધાણી એવા વિપક્ષના ઉમેદવારે મળીને એક સંભવિત આત્મહત્યા કે અકસ્માત મોતના બનાવને આ પીએમ ડોકટરની મદદથી ખૂનમાં પલટાવી પોતાના હરીફોની જેલ યાત્રા માટે પાકો બંદોબસ્ત વ્યવસ્થા કરી દીધેલી આ કિસ્સો આગામી વિધાનસભા મધ્યસત્ર ચૂંટણી પહેલા જ બનેલો તેમાં સતાધારી અને વિપક્ષનું રાજકારણ ખૂબ ગરમાયેલું અને પીઆઈ જયદેવ ઉપર રાજયનાં ગૃહ પ્રધાનના નિયમિત રીતે ફોન આવતા થઈ ગયેલ !                             (ક્રમશ:)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.