Abtak Media Google News

આ નિર્ણય અંગે વાલીઓ અને વિઘાર્થીઓ દ્વારા આર.ટી.આઇ. અન્વયે ઉઠાવાતા પ્રશ્ર્નો

ધોરણ-૧રની બોર્ડની પરીક્ષામાં ગુજરાત સેક્ધડરી અને હાયર સેક્ધડરી બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. કે જે વિઘાર્થીઓને તેમની ઉત્તરવહી જોવી હોય તેમણે આ માટે પ્રતિ ઉત્તરવહી દીઠ ‚ા ૩૦૦ ભરવા પડશે.

ઉલ્લેખનીય છે કે ધોરણ ૧ર સાન્યસનું પરિણામ ગત ગુરુવારના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કેટલાક વિઘાર્થીઓએ ઉત્તરવહી જોવાની માંગણી કરી હતી. જે અન્વયે ગુજરાત સરકારના હાયર સેક્ધડરી બોર્ડ દ્વારા આ અંગે જાહેર કરવામાં આવ્યું હતું કે, આ અંગે વિઘાર્થીઓ ઓનલાઇન અરજી કરી શકશે. તેમજ ઉત્તરવહી જોવી હશે તો તેમણે ‚ા ૩૦૦ ભરવા પડશે પરંતુ આ અંગે તેઓને કોઇ સર્ટીફાઇડ કોપી નહીં મળે.

આ અંગેની જાણ કરતાં ફોનકોલ્સ આર.ટી.આઇ. અંતર્ગત માહીતી અધિકારી ગુજરાત પહેલ નામની સંસ્થાને વિઘાર્થીઓ તેમજ વાલીઓ દ્વારા કરવામાં આવ્યા હતા. તેમજ આ પ્રકારનો નિર્ણય નાગરીકોના હિતની બાદબાકી થતી હોવાનું આર.ટી.આઇ. અરજદારો દ્વારા બોર્ડ ઓફીસ ગાંધીનગર ખાતે જાણ કરવામાં આવી હતી. આ અંગે ફરીયાદ કરતાં વિઘાર્થીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, બોર્ડની વેબસાઇટ લીંક જોવા મળી નથી. તેમજ આ અંગે અધિકારીઓ દ્વારા માહીતી આપવા માટે તેમનો સમાવેશ આર.ટી.આઇ. ના સેકશન ૪ અંતગત સમાવેશ કરવાની જરુરીયાત છે.

આ અંગેની પૃચ્છા જયારે જી.એસ.એચ.ઇ.બી. ના સેક્રેટરી આર.આઇ. પટેલને કરવામાં આવી ત્યારે તેઓએ આ પ્રકારની ઉત્તરવહીની ઓ.એમ.આર.  કોપી જો વિઘાર્થીઓને જોઇતી હોય તો ‚ા ૧૦૦ ભરવા પડશે તેમજ ધોરણ ૧ર સાયન્સના વિઘાર્થીઓને ઉત્તરવહીની ચકાસણી કરવી હશે તો તેમ તો તે જોવા માટે ‚ા ૩૦૦ ભરવા પડશે. તેમ જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે, આ રીતે ઉત્તરવાહીની સર્ટીફાઇડ કોપી પુરી પાડવા માટે હાઇકોર્ટમાંથી સ્ટે ઓર્ડર મળ્યો હોય અમે ઓરીજનલ કોપી તેમને બતાવી શકીએ નહીં.

આ અંગેની ઉત્તરવહીની ચકાસણી માટે કાયદેસર રીતે ‚ા ર પ્રતિ પેઇઝ દછડ વસુલવાનું કાયદો જણાવે છે. એવું એમ.એ.જી.પી.ના ફાઉન્ડરે એડ નિવેદનમાં જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.