Abtak Media Google News

સરકાર ઇચ્છે છે કે દેશમાં વધુને વધુ કેશલેસ પેમેન્ટ થાય. આના માટે તે હવે બેંકોમાં કેશ ટ્રાંઝેકશન એટલે કે રોકડ લેવડ-દેવનો સમય ફરીથી બે વાગ્યા સુધીનો કરવા માટે વિચારી રહી છે.

હાલમાં સરકારી બેંકોમાં સાંજે ચાર વાગ્યા સુધી આ ટ્રાંઝેકશન કરી શકાય છે, અમુક ખાનગી બેંકો તો પોતાના ગ્રાહકોને સાંજે ૬  વાગ્યા સુધી આવી સગવડ આપે છે. સરકારે બેંક ખાતામાંથી વર્ષમાં એક કરોડ રૂપિયાથી વધારે ઉપાડવા પર ર ટકા ટીડીએસ લગાવવાનો પ્રસ્તાવ બજેટમાં કર્યો છે. સરકાર ઇચ્છે છે કે લોકો કેશ ટ્રાંઝેકશન ઘટાડીને વધુમાં વધુ ડીઝિટલ લેવડ દેવડ કરે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.