Abtak Media Google News

આજે એક ફાસ્ટ લાઈફમાં દરેકની જિંદગી કેટલી બદલાયી છે. ત્યારે હવે દરેક વ્યક્તિ શાંતિ શોધવાના અનેક પ્રયાસ કરતાં હોય છે. ત્યારે અનેક એવી નાની બાબતનું ખ્યાલ રાખતા ભૂલી ગયા હોય છે. જેના કારણથી તેને આ મનની શાંતિનો અભાવ ક્યાક અને ક્યારેક થતો હોય છે. ત્યારે આ મનની શાંતિ અનેક રીતને જીવનમાં અનુસરવાથી તેના જીવનમાં અનેક ફાયદા થશે સાથે જીવનના ધ્યેય સુધી પહોચી શકે છે. આજે આ મનની શાંતિના અનેક સરળ રસ્તા વાંચી બદલવી શકો છો.

તમારા લક્ષ્ય નક્કી રાખો

સૌ પ્રથમ જીવનમાં સ્પષ્ટતા રાખવી તે દરેકને પોતાની જિંદગી સરળ બનાવી નાખશે. મનની શાંતિ અનેક સવાલો હોવાના કારણે નથી આવતી. ત્યારે જો સમય સાથે ધ્યેય નક્કી કરતાં જાવ તો આ જીવનમાં ઘણી સરળતા રહેશે. આપણે નાનાપણથી એવું શીખવામાં આવે છે જો ધ્યેયમાં ધ્યાન આપો તો જ તમે જીવનમાં પહોચી શકાય છે. તો આ લોકડાઉનનો ઉપયોગ કરી તમારા મનમાં રહેલા અનેક સવાલોને જવાબ જાતે શોધો અને લક્ષ્ય નક્કી કરો.

ધ્યાન

કેટલા વર્ષોથી આ એક એવી પદ્ધતિ છે જેના થકી મનની શાંતિ સરળતાથી મળી શકે છે. દિવસમાં સમયસર જો વહેલી સવારે કે સાંજે એક વાર પોતાના ઘરની મનગમતી જગ્યાએ ધ્યાન કરો તો મન શાંત થઈ જશે. ધ્યાન તે મનને શાંત કરવા અને વિચારોને ઉજાગર કરવામાં ઉપયોગી બને છે. ધ્યાન કરવાથી સમય સાથે ધ્યેય સાથે જીવન જોડી શકાય છે.

વિચારોને બદલાવતા શીખો

જીવનમાં જો વાણી વિવેક અને વિચાર સારા હોય તો જીવનને ધ્યેય સુધી પહોચી જવાય છે. અમુક સમયે લોકો પોતાના મનમાં રહેલા સવાલોનું નિરાકરણ લાવી શકતા નથી. તો ત્યારે સમય સાથે વિચોરોને બદલાવવા તેનાથી મન પણ શાંત રહી શકે છે. ત્યારે જો મનને એવી રીતે બદલાવો કે સમય અંતરે તે તમારા લક્ષય સુધી અવશ્ય જઇ શકાય છે. તેનાથી મનમાં સવાલોનું નિરાકરણ આવી જાય છે અને મન પણ ધ્યેય પ્રમાણે કામ કરે છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.