Abtak Media Google News

મંત્રી આર.સી. ફળદુએ જણાવ્યુ છે કે રાજય સરકારની જન કલ્યાણ લક્ષી યોજનાઓ અને નિતીઓને પરિણામે ગુજરાત સરકારની સમૃધ્ધિમાં વધારો થયો છે. અને નાગરિકોના જીવન ધોરણ ઉચુ આવવાથી વાહનોની સંખ્યામાં પણ ઉત્તરો ઉત્તર વધારો થઇ રહ્યો છે. નાગરિકોને વાહન વ્યવહારની સેવાઓ સત્વરે મળી રહે તે માટે ટેકનોલોજીના ઉપયોગ થકી આ સેવાઓ વધુ સરળ બનાવાઇ છે.

રાજયના નાગરિકોને પરિવહન  સેવાઓ પૂરી પાડવા માટે ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ૧૨૮ ડેપો તથા ૨૨૬ બસ સ્ટેશન દ્વારા ૮૩૦૯ બસો થકી દૈનિક ૩૩ લાખ કિ.મી.નું સંચાલન કરીને ૯૯ ટકા ગ્રામ્ય વિસ્તારને આવરી લેવાયા છે.

જન ભાગીદારીથકી આધુનિક ૭ બસ સ્ટેશનોનું નિર્માણ કરાયુ છે. ૧૪ બસ સ્ટેશનના કામો પ્રગતિ હેઠળ છે. છેલ્લા ચાર વર્ષમાં રૂા.૩૮૩.૭૨ કરોડના ખર્ચે ૭૯ બસ સ્ટેશનો બનાવીને જનતા માટે મુલ્લા મૂકયા છે.  પ્રદૂષણ  નિયંત્રણ માટે અમદાવાદ- ગાંધીનગર બન્ને શહેરો વચ્ચે ૫૫ ઇલેકટ્રીક બસો તથા વિવિધ  જીલ્લામાં પોઇન્ટ ૩ સર્વિસ તરીકે ૨૫૦ સી.એન.જી. બસો સંચાલનમાં મૂકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.