Abtak Media Google News

કેરોલોકસ નામનું ઈંધણ અન્ય કરતા ૧૦ ગણી વધુ ઘનતા ધરાવે છે જે ઓછા ખર્ચે વધુ લીફટીંગ પાવર આપશે

 

ઈસરો તેના મહત્વકાંક્ષી લક્ષ્ય જીએસએલવી. એમકે-૩ રોકેટને કેરોસીનથી બનતા ઈંધણ દ્વારા ચલાવી તેની પેલોડ ક્ષમતા વધારવા માટે મથામણ કરી રહ્યું છે. ઈસરોના ચેરમેન કે.સિવને જણાવ્યું હતું કે, જીએસએલવીની પેલોડ ક્ષમતા ૪ ટનથી વધારી ૬ ટન કરવા માટે રોકેટ લેવલે ઈસરો કેટલાક સુધારા કરી રહ્યું છે. રોકેટની લેન્ડીંગ માટે ઈંધણની જરૂરીયાત પડે છે. હાલ ઈસરોના જે રોકેટ છે તે ૨૫ ટન ઈંધણની ક્ષમતા ધરાવે છે તેને હવે ૩૦ ટન સુધી ઈંધણ સંરક્ષણ માટે ખમતીધર બનાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. રોકેટના લેન્ડીંગ માટે લીકવી ફાઈડ હાઈડ્રોજનનો ઉપયોગ કરવામાં આવતો હતો જેને હવે લીકવી ફાઈડ ઓકિસજન એટલે કે ખુબ જ રીફાઈન કરેલા કેરોલોકસ નામના કેરોસીન રીપ્લેસ કરવામાં આવશે.

ડિસેમ્બર ૨૦૨૨માં રોકેટના એડવાન્સ વર્ઝન એમકે-૩નું પ્રથમ પરીક્ષણ કરવામાં આવશે માટે શ્રીહરી કોટા લોન્ચપેડની સુવિધા પણ આ સમય પહેલા વધારાશે. જેના માટે માળખાગત સુવિધા માટે ટેન્ડરો બહાર પડાયા છે આમ શ્રીહરી કોટામાં બીજુ લોન્ચપેડ પણ અપગ્રેડ કરવામાં આવશે જોકે તેમણે એ પણ સ્પષ્ટતા કરી હતી કે મિશન ગગનયાન માટે કોઈપણ બાંધછોડ કરવાની ઈસરોનો લક્ષ્ય નથી પરંતુ જો સમાનવ સેટેલાઈટમાં કેટલાક મોડીફીકેશન કરીને તેને વધુ સક્ષમ બનાવી શકાય છે.

કેરોલોકસનો ફાયદો એ છે કે તેની ઘનતા અન્ય ઈંધણ કરતા ૧૦ ગણી વધુ છે માટે તે ખુબ જ ઓછી માત્રામાં હોવા છતાં વધુ એનર્જી સાથે રોકેટ લોન્ચીંગમાં મદદરૂપ બનવાની સાથે રૂમ ટેમ્પરેચરમાં સ્ટેબલ પર રહી શકે છે. આમ રોકેટોની ક્ષમતા ઈંધણ વધારવાથી વધુ પેલોડ ધરાવતી કરી શકાય છે જે ઈસરોનો ખર્ચ અને સમય બંને બચાવવા માટે મદદરૂપ બનશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.