Abtak Media Google News

આ મેકઅપમાં આઇબ્રોને કિ કરવા એના પર ત્રણી ચાર કોટ લગાવવામાં આવે છેઅરેબિયન મેકઅપનું નામ સાંભળતાં જ આપણને આરબ દેશની મહિલાઓ આંખ સામે આવી જાય છે. આ મેકઅપ તમને બોલ્ડ લુક આપે છે. બીજા મેકઅપમાં આંખોને, ગાલને અને હોઠને… બધાને બરાબર ન્યાય આપવામાં આવે છે; પણ અરેબિયન મેકઅપમાં ગાલ અને હોઠ કરતાં આંખોને વધારે મહત્વ આપવામાં આવે છે. એટલે જ કદાચ આ મેકઅપનું નામ અરેબિયન મેકઅપ પડ્યું હશે, કેમ કે આ મેકઅપ આરબ ક્ધટ્રીમાં અને મુસ્લિમ મહિલાઓમાં બહુ પ્રચલિત છે, કેમ કે તેમની આંખો નકશીદાર અને કામણગારી હોય છે અને નાક પણ નકશીદાર હોય છે. એટલે તેઓ તેમની આંખ અને નાકને હાઇલાઇટ કરવા આ મેકઅપ વધારે કરે છે. અરેબિયનમાં આઇ-મેકઅપ પર વધારે ધ્યાન આપવામાં આવે છે એટલે એમાં કાજલ, આઇ-શેડો અને આઇ-લાઇનર સૌી વધારે મહત્વનાં છે અને સૌી વધારે વપરાય છે. આ મેકઅપમાં આંખો શાઇન મારે એ માટે બીજા મેકઅપની કમ્પેરિઝનમાં ગ્લિટર વધારે વપરાય છે.

બીજા મેકઅપી અલગ

અરેબિયન મેકઅપ બીજાબધા મેકઅપ કરતાં ડિફરન્ટ છે. એ વિશે જણાવતાં બ્યુટિશ્યન રીટા મારુ કહે છે, અરેબિયન મેકઅપ બીજા મેકઅપની જેમ જ કરવામાં આવે છે. પ્રાઇમર, ફાઉન્ડેશન, બ્લશર, લિપસ્ટિક વગેરે; પણ એ બધા મેકઅપ કરતાં અલગ એટલે છે કે એમાં બીજા મેકઅપ કરતાં આઇ-મેકઅપ પર વધારે ધ્યાન રાખવામાં આવે છે, કેમ કે આમાં આંખોને હાઇલાઇટ કરવામાં આવે છે. આંખોને એ રીતે નિખારવામાં આવે છે કે જોવાવાળાનું ધ્યાન સીધું આંખ પર જાય.

અરેબિયન મેકઅપ આંખોને વધારે આકર્ષિત કરે છે એટલે તમારી આંખની નીચે જે ડાર્ક સર્કલ્સ છે એને પણ છુપાવવાં બહુ જરૂરી છે, જેના માટે તમારે ફાઉન્ડેશન અવા ક્ધસીલર લગાવવું જરૂરી છે.

આઇ-મેકઅપ

આ મેકઅપમાં આઇ-મેકઅપને બહુ વાઇબ્રન્ટ અને કલરફુલ કરવામાં આવે છે. આંખોને આકર્ષક બનાવવા માટે આંખ પર સિલ્વર, ગોલ્ડન જેવો શાઇની મેકઅપ કરવામાં આવે છે. એ પછી બ્લેક કલરી આંખોની આજુબાજુ કોન્ટુરિંગ કરવામાં આવે છે. એનાી આંખ સ્મોકી અને આકર્ષક લાગે છે. આઇબ્રોની નીચે પણ ગોલ્ડ શેડી હાઇલાઇટ કરવામાં આવે છે. આંખોને વધારે સ્પાર્ક લુક આપવા માટે આઇ-લિડ પર ગ્લિટર્સ લગાવવામાં આવે છે. અંતે આંખોના શેપને હાઇલાઇટ કરવા માટે લાઇનરને આંખોના ખૂણાની ોડી બહાર કરવામાં આવે છે જેનાી એનો શેપ વિન્ગ જેવો ઈ જાય અને શાઇનિંગ માટે ોડું ગ્લિટર લગાવવામાં આવે છે. તમે તમારી આંખને હજી આકર્ષક બનાવવા માટે ફેક આઇલેશેસ પણ લગાવી શકો છો.

આઇબ્રો

નોર્મલ મેકઅપમાં આઇબ્રોને સોફ્ટ લુક આપવામાં આવે છે, પણ અરેબિયન મેકઅપમાં આઇબ્રોને બહુ કિ અને હેવી લુક આપવામાં આવે છે. મેકઅપમાં આઇબ્રોને મલ્ટી લેયર કરવામાં આવે છે. જેમ કે પહેલાં બેઝ કલર એના પછી કલરનો બીજો બેઝ, એ પછી ત્રીજો અને ચોો. આમ આઇ-લાઇનરના ત્રણી ચાર કોટ લગાવવામાં આવે છે. એ પછી ગ્લિટર લગાવવામાં આવે છે. અરેબિયન આઇ-મેકઅપમાં મેટ આઇ-શેડો ની ચાલતો, એમાં તમને બધી પ્રોડક્ટ શાઇની જ જોઈએ. કોઈનું નાક જો જાડું અવા ચપટું હોય એવી મહિલાઓને આ મેકઅપ સારો ની લાગતો. અરેબિયન મેકઅપ કરતા સમયે તમે જે બ્રશ વાપરો છો એ સારી ગુણવત્તાવાળું હોવું જોઈએ. એ સિવાય આંખોને લગતી બધી મેકઅપ પ્રોડક્ટ સારી ગુણવત્તાવાળી હોવી જોઈએ. જો તમે રસ્તાની સસ્તી પ્રોડક્ટી આઇ-મેકઅપ કરશો તો તમને આંખોમાં ઇન્ફેક્શન ઈ શકે છે, કેમ કે એમાં આપણે આંખો પર મેકઅપની મલ્ટી લેયર લગાડીએ છીએ. આ મેકઅપ તમને બોલ્ડ લુક આપે છે એટલે આંખોની સાોસા લિપસ્ટિક પણ બોલ્ડ કલરની કરવી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.