Abtak Media Google News

ઐતિહાસીક કમાણી સાથે તંત્રએ પાટ પાથરણા કરતા લોકો માટે પણ કરી અલાયદી સુવિધા

રાજકોટ જન્માષ્ટમી લોકમેળામાં નાના સ્ટોલના કોમ્પ્યુટરાઈઝ ડ્રો થયા બાદ મોટી ચકરડી અને આઈસ્ક્રીમ ચોકઠાની હરરાજીની પ્રક્રિયા શ‚ કરવામાં આવી છે. જેમાં ગઈકાલે યાંત્રિક સ્ટોલો માટે લોકમેળા સમીતીને ૧,૧૧,૧૧,૧૧૧ ‚પિયાની ઐતિહાસીક આવક થઈ છે. રાજકોટ લોકમેળાના ઈતિહાસમાં પ્રથમ વખત ચાલુ વર્ષે કમાણીનો રેકોર્ડ બનાવ્યો છે.આજે આઈસ્ક્રીમ ચોકઠાના સ્ટોલ માટે હરરાજીની પ્રક્રિયા શ‚ કરવામાં આવી હતી. જેમાં ૧૬ ચોકઠા માટે આવેલી તમામ અરજીઓને ધ્યાને લઈને અરજદારોને બોલાવવામાં આવ્યા હતા અને પારદર્શક પ્રક્રિયા પ્રાંત અધિકારી પ્રજ્ઞેશ જાનીની આગેવાનીમાં શ‚ કરવામાં આવી હતી.આ બાબતે પ્રાંત અધિકારીએ કહ્યું હતું કે, એક તરફ વરસાદના કારણે ચારેતરફ નુકસાની થઈ છે. જેના પ્રત્યે તંત્ર દ્વારા ખૂબ દુ:ખ વ્યકત કરવામાં આવે છે પરંતુ આ દુ:ખને ભુલાવી આગળ વધવા માટે તહેવારો ખુબ અગત્યની ભુમિકા ભજવે છે. જેના માટે રાજકોટમાં પરંપરાગત લોકમેળાની કામગીરી આગળ ધપાવવામાં આવી રહી છે.દર વખતે લોકમેળામાં પાથરણા પાથરી બેસતા ગરીબ લોકોને મુશ્કેલી પડતી હતી ત્યારે આ વખતે આ તમામ પાટ પાથરણા કરતા લોકોને મેળામાં એક અલગ જ ઝોન આપી દેવામાં આવ્યો છે. જેથી આ ગરીબ લોકો પણ રોજગારી મેળવી શકે અને મેળામાં કોઈ મુશ્કેલી પણ ઉભી ન થાય તેનું ખાસ ધ્યાન દેવામાં આવી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.