Abtak Media Google News

વેસ્ટ ઝોનના અલગ-અલગ વિસ્તાર અને પ્રોજેકટની મૂલાકાત લેતા ઉદિત અગ્રવાલ

શહેરના ત્રણેય ઝોન ખાતે મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ દ્વારા સપ્તાહના એક-એક દિવસ વિઝીટ કરવાનું અને મુલાકાતીઓને મુલાકાત આપવાનું શરુ કરવામાં આવેલ છે તે અનુસંધાને આજે વેસ્ટ ઝોનના મહાનગરપાલિકાના વિવિધ પ્લાન્ટની મુલાકાત કરી હતી, તેમજ વોર્ડ નંબર ૯ માં કોમ્યુનીટી હોલની કામગીરી નિહાળી, પુષ્કરધામ ખાતે મોડર્ન હોકર્સ ઝોનની ચાલુ કામગીરીની વિઝીટ, વોર્ડ નંબર ૧૧ માં સ્પીડવેલ પાર્ટી પ્લોટ રોડ પર આવેલ સ્ટોર્મ વોટર ડ્રેનેજની મુલાકાત લીધી હતી. ૫૦ MLT જેટકો ચોકડી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ, વોર્ડ નં. ૧૧ પુનીતનગર મેઈન રોડ પર વોંકળા ઉપર હાઈલેવલ બ્રિજની ચાલુ કામગીરીની વિઝીટ, પુનીતનગર ESR-GSRની વિઝીટ કરી, વાવડી ડ્રેનેજ પમ્પીંગ સ્ટેશન તેમજ વાવડી ESR-GSR ની વિઝીટ કરી હતી તેમજ ચાલુ પ્રોજેક્ટના કાર્યો સમયસર પૂર્ણ કરવા સુચના આપી હતી. તમામ સ્થળોની વિઝીટ સમયે મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલ સાથે નાયબ મ્યુનિ કમિશનરએ. આર. સિંહ, સિટી એન્જી. એમ. આર. કામલીયા તથા કે. એસ. ગોહેલ, પર્યાવરણ ઈજનેર નિલેશ પરમાર, સહાયક્ કમિશનરસમીર ધડુક, પી.એ. (ટેક.) ટુ કમિશનર આર. આર. રૈયાણી, આસી. મેનેજર એન. કે. રામાનુજ, ડે. એન્જી. બી. બી. ઢોલરીયા, આસી. એન્જી. (ઈલે.) કે. કે. ચૌહાણ, આસી. એન્જી. (મીકે.) પી. સી. ડાભી તેમજ સંબંધિત સ્ટાફ હાજર રહ્યા હતા.

મ્યુનિ. કમિશનરએ વેસ્ટ ઝોન ખાતે આવેલ ન્યારા પમ્પીંગ સ્ટેશન  જામનગર રોડ પર મુલાકાત લીધી ત્યારે તેમણે નર્મદામાંથી આવતા પાણીની વિગત મેળવી હતી, ત્યારબાદ ઘંટેશ્વર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના જોડાણના વાલ્વની વિઝીટ કરેલ, તેમજ ઘંટેશ્વર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની પણ મુલાકાત કરી હતી. ઘંટેશ્વર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે આવેલ વેક્યુમ ફીડ કલોરીનેશન સિસ્ટમ વિથ ઓટો સટ ઓફ વાલ્વ (પાણીને કોરોનેશન કરવાની સિસ્ટમ) ની માહિતી મેળવી હતી. ત્યાંથી રૈયાધાર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની વિઝીટ કરી હતી. આ મુકાલાત દરમ્યાન તેમણે વૃક્ષો વાવવા અને સફાઈ જાળવવા અંગેની સૂચનાઓ પણ આપી હતી.

વધુમાં મ્યુનિ. કમિશનરએ વોર્ડ નંબર ૯ સોમના ૩ ખાતે નવા કોમ્યુનીટી હોલનું બાંધકામ ચાલુ છે તેની મુલાકાત લીધી હતી. ત્યાં તેમણે બાંધકામ કરતી એજન્સી પાસેથી કામ અંગેના રીવ્યુ મેળવ્યા તેમજ કામગીરી ઝડપી કરવા સુચના આપવામાં આવેલ હતી. ત્યાંથી કમિશનરએ પુષ્કરધામ મોડર્ન હોકર્સ ઝોનની ચાલુ કામગીરીની સમીક્ષા કરી હતી અને ઝડપી કામગીરી પૂર્ણ કરવા સુચના આપી હતી.

વોર્ડ નંબર ૧૧માં સ્પીડવેલ પાર્ટી પ્લોટ રોડ પર આવેલ સ્ટોર્મ વોટર ડ્રેનેજની વિઝીટ પણ કમિશનરએ કરી હતી. ત્યાંથી ૫૦ MLT જેટકો ચોકડી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મુલાકાત દરમ્યાન પ્રોગ્રેસ રીવ્યુ લીધા હતા. ઉપરાંત વોર્ડ નંબર ૧૧ પુનીતનગર મેઈન રોડ પર સર્વોદય સ્કુલ પાસે વોંકળા ઉપર હાઈલેવલ બ્રિજની કામગીરી ચાલુ છે તેની પણ કમિશનરએ વિઝીટ કરી હતી. ત્યારબાદ વાવડી અને પુનીતનગર ૧૫૦ ફૂટ રીંગ રોડ ખાતેના ESR-GSR ની પણ મુલાકાત પણ મ્યુનિ. કમિશનરએ લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.