Abtak Media Google News

ધારાસભ્ય પબુભા માણેકની ઉ૫સ્થિતિમાં ફીશીંગ  બોટ એસો. દ્વારા કેન્દ્રને રજુઆત કરવા માંગ

ઓખાએ ગુજરાત સહીત દેશનું પ્રથમ કક્ષાનું માચ્છીમારી બંદર હોય અહીંના ભૌગોલિક રચનામાં સુરક્ષિત ફીશીંગની વિપુલ તકો રહેલી હોય ગુજરાતના અન્ય બંદરો સહીત દેશભરમાંથી અનેક રાજયોમાંથી ફીશીંગ બોટો દર વર્ષે અહી માચ્છીમારી કરતી હોય અને સરકારને કરોડોનું હુંડીયામણ કમાવી આપતી હોય આ ઓખા બંદરના વિકાસર્થે અહી ફીશીંગ કરતી હોય અને સરકારને કરોડોનું હુંડીયામણ કમાવી આપતી હોય.

આ ઓખા બંદરના વિકાસર્થે અહી ફીશીય  હાર્બરની પ્રસ્તાવિક પ્લાન મંજુર કરાય તે હેતુ તાજેતરમાં ઓખાના સાગરપુત્ર ફીશીગ બોટ એસો.ના ધારાસભ્ય પબુભા માણેકની ઉ૫સ્થિતિમાં રાજયના મુખ્યમંત્રી વિજયતભાઇ રૂપાણીને કેન્દ્ર સરકારે સંબોધતું આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ઓખા બંદરમાં ફીશીગની સુવિધામાં વધારો થવા તેમજ સરકાર દ્વારા માચ્છીમારી વ્યવસ્થાને પ્રત્સાહન મળે તે માટે જરુરી પગલા લઇ અને આ ફીશીંગ હાર્બર પ્રોજેકટ કાર્યરત કરવા કેન્દ્ર સરકારને ભલામણ સાથેની રજુઆત કરવા જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.