Abtak Media Google News

જંત્રી પ્રમાણે ૫૨ લાખનું વળતર મળવા પાત્ર, ખાતેદારની રૂા.૮૦ લાખની માં

ખંઢેરીની ૨૦૦ એકર જગ્યા ઉપર એઈમ્સ સંકુલનું નિર્માણ વાનું છે. જેના માટે અઢી એકર ખાનગી જમીનની સંપાદન પ્રક્રિયા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જો કે, આ ખાતેદારને જંત્રી પ્રમાણે ૫૨ લાખનું વળતર મળવાપાત્ર થાય છે. પરંતુ તેઓની ડિમાન્ડ રૂા.૮૦ લાખની હોવાનું જાણવા મળ્યું છે.

રાજકોટની ભાગોળે આવેલા ખંઢેરી ગામે એઈમ્સને મંજૂરી મળી ગઈ છે જેને પગલે આ જગ્યાએ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૨૦૦ એકર જગ્યા પણ ફાળવવામાં આવી છે. આ જગ્યાએ સર્વે નં.૬૭ની અઢી એકર ખાનગી જમીન પણ આવેલી છે. જેની માલીકી મધુબેન રાયધનભાઈ ડાંગર નામના ખાતેદાર ધરાવે છે. જંત્રી પ્રમાણે આ જમીનનું રૂા.૫૨ લાખ વળતર મળવાપાત્ર છે પરંતુ તેઓની માંગ રૂા.૮૦ લાખના વળતરની છે. આજરોજ આ ખાનગી જમીનના સંપાદન માટે જાહેરનામુ પણ પ્રસિધ્ધ કરવામાં આવ્યું છે. આ સંપાદનની પ્રક્રિયામાં જમીન માલીકને જંત્રી દરના વળતરમાં ક્ધવીન્સ કરાવવાનો પ્રયત્ન કરવામાં આવશે. ત્યારબાદ સંપાદન પ્રક્રિયા પૂર્ણ યા પછી જમીન માંપણી કરી તેને એઈમ્સને સોંપી દેવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.