Abtak Media Google News

નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ડિસેમ્બર ૨૦૧૯થી જૂન ૨૦૨૦ સુધીમાં લેવાનાર ૧૬ સ્પર્ધાત્મક પરીક્ષાનું ટાઇમટેબલ જાહેર કરવામાં આવ્યું છે. જેઈઈ-મેઈનની પ્રથમ ટેસ્ટ ૬ થી ૧૧ જાન્યુઆરી,૨૦૨૦ દરમિયાન લેવાશે. જેનું રજિસ્ટ્રેશન ૨ થી ૩૦ સપ્ટેમ્બર, ૨૦૧૯ દરમિયાન થશે. એડમિટ કાર્ડ ૬, ડિસેમ્બરે ડાઉનલોડ કરી શકાશે.

રિઝલ્ટ ૩૧મી જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ જાહેર થશે. જેઈઈ-મેઈન બીજી ટેસ્ટ ૩ થી ૯ એપ્રિલ, ૨૦૨૦ દરમિયાન લેવાશે. જેનું રજિસ્ટ્રેશન ૭ ફેબ્રુઆરીથી ૭ માર્ચ, ૨૦૨૦ સુધી થઈ શકશે. મેડિકલ-ડેન્ટલમાં પ્રવેશ માટેની નીટ ૩, મે, ૨૦૨૦ના રોજ લેવાશે. જેનું રજિસ્ટ્રેશન ૨થી ૩૧ ડિસેમ્બર, ૨૦૧૯ દરમિયાન થઈ શકશે.એડમિટ કાર્ડ ૨૭મી માર્ચ, ૨૦૨૦ના રોજ ડાઉનલોડ થઈ શકશે. રિઝલ્ટ ૪, જૂન, ૨૦૨૦એ જાહેર થશે. નીટ પેન અને પેપર બેઝડ મોડથી લેવામાં આવશે. કમ્પ્યૂટર બેઝડ મોડથી નહીં લેવાય.

યુજીસી-નેટ ડિસેમ્બર માસની ટેસ્ટ ૨થી ૬ ડિસેમ્બર, ૨૦૧૯ના રોજ લેવાશે. જેનું રજિસ્ટ્રેશન ૯ સપ્ટેમ્બરથી ૯ ઓક્ટોબર, ૨૦૧૯ સુધી થઈ શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.