સોશિયલ મીડિયા નો નંબર વન સ્ટાર બની જતો ટિમ ટિમ ઉર્ફે તૈમુર

216

માવા ના પેંડા જેવા આ બે વર્ષ ના બાબાની ચકાચોંધ લોકપ્રિયતા

કરીના કપૂર અને સૈફ અલી ખાન નો પુત્રતૈમુર સોશિયલ મીડિયા નો આંખ નો તારો બની ગયો છે. તેને અધધ લાઇક મળે છે. તેનું નિકનેમ ટિમ ટિમ  છે.

 તૈમુરનો બર્થ ડે ૨૦ મી ડીસેમ્બર ના રોજ  છે. પરંતુ તેની ઉજવણી અત્યાર થી જ શરૂ થઈ ગઈ છે. ગઈ કાલે મુંબઈ માં સૈફ – કરીના એ ટિમ ટિમ નો પ્રી બર્થ ડે ઉજવ્યો હતો.  તેમાં સોહા, કુણાલ ખેમુ, તુષાર કપૂર, રનવિજય સિંહ  કરીશ્મા કપૂર બબિંતા રણધીર કપૂર રાજીવ કપૂર અમૃતા અરોરા વિગેરે એ હાજરી આપી હતી.

નોંધનીય છે કે તાજેતર માં સ્પોર્ટ્સ ડે ના દિવસે ટિમ ટિમ એ રનિંગ કોમ્પિટિશન માં ભાગ લીધો હતો.  બોલીવુડ ની મુન્ની ઉર્ફે મલાઈકા અરોરા ડાઇવોર્સ બાદ પણ ખાન દોસ્ત છે. જુઓ ને પૂર્વ પતિ અરબાઝ ખાન ની મમ્મી સલમા ના જન્મ દિવસની પાર્ટી માં મુન્ની બની ઠની ને પહોંચી ગઈ હતી. નોંધનીય છે કે મલાઈ કાઅરોરા અત્યારે અર્જુન કપૂર ને ડેટ કરી રહી છે. બંને લગ્ન કરવાના હોવાની અફવા ચગી છે. જોકે બોલીવુડ માં બધા સ્વાર્થ ના સગા છે.

ફેશન ડિઝાઈનર  મનિષ મલ્હોત્રા ના બાવન મા જન્મ દિવસની પાર્ટી ખૂબ જ નીરસ રહી હતી. તેની પાર્ટી માં ખાસ દોસ્ત કરણ જોહર અને ગાયિકા સૌફી ચૌધરી જહાજર રહ્યા હતા. અસલ માં મનીષ ની ફેમિલી ફ્રેન્ડ શ્રીદેવી હજુ આ વર્ષે જ મૃત્યુ પામી એટલે તેણે બર્થ ડે સાવ સામાન્ય રીતે ઉજવ્યો હતો. નહીંતર મનીષ મલ્હોત્રા ની પાર્ટી શાનદાર હોય છે.

Loading...