Abtak Media Google News

ટીમ ઇન્ડિયા આગામી મહિને શ્રીલંકામાં એક ટ્રાઇએન્ગ્યુલર ટી20 સીરિઝ રમશે. જેમાં યજમાન શ્રીલંકા સિવાય ત્રીજી ટીમ બાંગ્લાદેશની હશે. શ્રીલંકા ક્રિકેટ બોર્ડે આ સીરિઝનો પ્રોગ્રામ જાહેર કર્યો છે. સીરિઝ 6 માર્ચથી શરૂ થશે અને 18 માર્ચે તેની ફાઇનલ મેચ રમાશે. ટૂર્નામેન્ટમાં ફાઇનલ સહિત કુલ 7 મેચ રમાશે અને આ તમામ મેચ સાંજે 7 વાગ્યાથી શરૂ થશે.

ટ્રાઇ સીરિઝ માટે ભારતીય ટીમમાં મહત્વના ફેરફાર થઇ શકે છે. ખાસ કરીને કેપ્ટન વિરાટ કોહલી, મહેન્દ્ર ધોની સહિત સીનિયર ખેલાડીઓને આરામ મળશે. તેના સ્થાને કેટલાંક યંગ ખેલાડીઓને ટીમમાં જગ્યા મળશે.

આ સિવાય વ્યસ્ત શિડ્યુલને જોતાં ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર અને જસપ્રીત બુમરાહને પણ આરામ આપવાનો બીસીસીઆઇ સિલેક્શન કમિટી વિચાર કરી રહી છે. જો કે, આ નિર્ણય કોહલીની સલાહ બાદ લેવામાં આવશે. જો કોહલી આરામ ઇચ્છે છે તો ટીમનો કેપ્ટન રોહિત શર્મા બનશે. જ્યારે શિખર ધવન વાઇસ કેપ્ટન બનશે.

ટિમ:

રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન (વાઇસ કેપ્ટન), કેએલ રાહુલ, સુરેશ રૈના, મનિષ પાંડે, દિનેશ કાર્તિક (વિકેટકિપર), દીપક હુડા, વોશિંગ્ટન સુંદર, યજુવેન્દ્ર ચહલ, અક્ષર પટેલ, વિજય શંકર, શાર્દુલ ઠાકુર, જયદેવ ઉનડકટ, મોહમ્મદ સિરાજ, ઋષભ પંત

ટ્રાઈ સીરિઝનો કાર્યક્રમ:   

 તારીખ                              મેચ                                સ્ટેડિયમ

6 માર્ચ (મંગળવાર)        ઇન્ડિયા v/s શ્રીલંકા        પ્રેમદાસા સ્ટેડિયમ, કોલંબો

8 માર્ચ (ગુરૂવાર)           ઇન્ડિયા v/s બાંગ્લાદેશ    પ્રેમદાસા સ્ટેડિયમ, કોલંબો

10 માર્ચ (શનિવાર)       શ્રીલંકા v/s બાંગ્લાદેશ     પ્રેમદાસા સ્ટેડિયમ, કોલંબો

12 માર્ચ (સોમવાર)       ઇન્ડિયા v/s શ્રીલંકા        પ્રેમદાસા સ્ટેડિયમ, કોલંબો

14 માર્ચ (બુધવાર)        ઇન્ડિયા v/s બાંગ્લાદેશ    પ્રેમદાસા સ્ટેડિયમ, કોલંબો

16 માર્ચ (શુક્રવાર)         શ્રીલંકા v/s બાંગ્લાદેશ     પ્રેમદાસા સ્ટેડિયમ, કોલંબો

18 માર્ચ (રવિવાર)        ફાઇનલ                          પ્રેમદાસા સ્ટેડિયમ, કોલંબો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.