Abtak Media Google News

૧લી એપ્રિલથી કેન્દ્ર સરકાર દ્વારા નિર્મિત કમ્પોઝીશન સ્કીમ લાગુ

ગુડ્સ અને સર્વિસ ટેકસ એટલે કે, જીએસટી કાઉન્સીલે નાના ઉદ્યોગકારોને સૌથી મોટી ભેટ આપી છે. જેમાં લઘુ ઉદ્યોગ કે જે વાર્ષિક ૪૦ લાખ સુધીનું ટર્નઓવર કરતા હોય તેઓને જીએસટી રજિસ્ટ્રેશનમાંથી મુક્તિ આપવામાં આવી છે જે પહેલા ૨૦ લાખ સુધીના વાર્ષિક ટર્નઓવર કરતી કંપનીઓ માટે નકકી કરવામાં આવ્યું હતું. જીએસટી કાઉન્સીલે પૂર્વોત્તર અને પહાડી રાજયોમાં કંપનીઓ માટે જીએસટી રજિસ્ટ્રેશન માટેની છૂટની લીમીટ ૧૦ લાખથી વધારી ૨૦ લાખ કરવામાં આવી છે. જેથી ઉદ્યોગોને વેગ મળશે અને વિકાસમાં તેઓ પોતાનો સિંહફાળો પણ આપી શકશે.

જીએસટી કાઉન્સીલની બેઠકમાં નાણામંત્રી અરૂણ જેટલીએ જણાવતા કહ્યું હતું કે, ૨૦ લાખ સુધીના ટર્નઓવરવાળા ઉદ્યોગોને જીએસટી રજિસ્ટ્રેશનમાંથી છુટ આપવામાં આવી છે. ત્યારે ઉત્તર-પૂર્વ અને પહાડી રાજયો માટે છૂટની સીમા ૧૦ લાખ રૂપિયા નકકી કરવામાં આવી છે. જયારે નાના રાજયો જેઓએ સ્વરીતે પોતાના કાયદાઓ બનાવ્યા છે તેમના માટે આ લીમીટ ૨૦ લાખ રૂપિયા સુધી કરવામાં આવી છે જેને બમણું કરી રૂ.૪૦ લાખ નકકી કરાઈ છે.

એટલે કે, બાકી રહેતા ભારતમાં જીએસટીનો સ્લેબ ૨૦ લાખથી વધારી ૪૦ લાખ કરવામાં આવ્યો છે અને આ તમામ પ્રકારની કંપનીઓને જીએસટી રજિસ્ટ્રેશનમાંથી મુક્તિ પણ આપવામાં આવી છે. જીએસટી રજિસ્ટ્રેશનની છુટમાં જે સીમામાં વધારો કરવામાં આવ્યો છે તેનાથી નાના અને લઘુ ઉદ્યોગોને કાયદાની આંટી ઘુટી અને કાગળની ઝંઝટમાંથી મુક્તિ મળશે. પરંતુ આ નિર્ણયનો એક ગેરલાભ એ પણ થઈ શકે છે કે, ટેકસ ચોરીની ઘટનાઓમાં કયાંકને કયાંક વધારો થઈ શકે. પરંતુ આ પ્રસ્તાવને દલીલ પહેલા જ નકારી કાઢવામાં આવ્યો હતો કે, આ નિર્ણયથી કોઈપણ જાતની ગેરરીતિ આચરી શકાશે નહીં.

જીએસટી કાઉન્સીલની બેઠકમાં જીએસટી રજિસ્ટ્રેશનમાંથી મુક્તિ, કંપોઝીશન સ્કીમ તથા કેરળમાં અછતના સમયે શેશ લગાવવા સહિતના મુદ્દાઓ પર નિર્ણયો લેવામાં આવ્યા હતા. ત્યારે નાણામંત્રી અ‚ણ જેટલીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, કંપોઝીશન સ્કીમમાં જે લીમીટ ૧ કરોડ નિર્ધારીત કરવામાં આવી હતી તેને વધારી દોઢ કરોડ કરવામાં આવી છે. જેનો મતલબ એ થાય કે, જે કંપનીઓનું વાર્ષિક ટર્નઓવર દોઢ કરોડ રૂપિયાનું છે તેને જ આ કંપોઝીશન સ્કીમનો લાભ મળી શકશે.

જીએસટી કાઉન્સીલે કંપોઝીશન સ્કીમને આવકારતી કંપનીઓને પણ રીટર્ન ભરવામાંથી મોટી રાહત કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી છે. જેથી જે કંપની કંપોઝીશન સ્કીમનો લાભ લેશે તેઓએ તેમનો ટેકસ ત્રિમાસીક એટલે કે કવાર્ટરલી ભરવાનો રહેશે જયારે રિટર્ન વર્ષમાં એક જ વાર ભરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ કંપોઝીશન સ્કીમ ૧લી એપ્રિલ ૨૦૧૯થી લાગુ કરવાનો નિર્ણય જીએસટી કાઉન્સીલ દ્વારા લેવામાં આવ્યો છે.

કેન્દ્રીય રાજય નાણામંત્રી શિવપ્રસાદ શુકલની અધ્યક્ષતામાં એક મંત્રી મંડળ સમીતીની રચના કરવામાં આવી હતી જેમાં તેઓએ ૫૦ લાખ રૂપિયા વાર્ષિક ટર્નઓવર કરતી કંપનીઓ માટે કંપોઝીશન સ્કીમને સહેલી બનાવવા માટેનો પ્રસ્તાવ મુકયો હતો જે અન્વયે ૫ ટકા લેવી અને સહેલા રીટર્ન માટેનો પણ સુજાવ આપવામાં આવ્યો હતો. પરંતુ જીએસટી કાઉન્સીલે ૫ ટકા લેવીડ ટેકસ બદલે ૬ ટકા ટેકસ રાખવાનું પ્રવિધાન કર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.