Abtak Media Google News

વાંકાનેર પોલીસે બાતમીના આધારે રીકવર કરી

વાંકાનેર નજીકની સિરામિક ફેક્ટરીનો માલ ઓળવી જઈને ઠગાઈ કરવામાં આવી હોય જે મામલે પોલીસે ગુન્હો નોંધી તપાસ ચલાવી હતી અને ટાઈલ્સનો મુદામાલ રાજસ્થાનમાં હોય જે માહિતીને પગલે વાંકાનેર પોલીસે રાજસ્થાન ખાતેથી ટાઈલ્સનો ૧૦૦ ટકા મુદામાલ રીકવર કર્યો છે.

વાંકાનેર હાઈવે પરની હિલસ્ટોન સિરામિક તથા ક્રિપટોન ગ્રેનાઈટો પ્રા.લી.ના કારખાનામાંથી ૧૧,૬૫,૭૧૨ની કિમતની ટાઈલ્સ આરોપીની માલિકીના કલકલા લખનઉં રોડલાઈન્સ ટીંબડી પાટિયા મોરબી વાળાએ ટ્રક આર જે ૦૬ જીડી ૦૭૭૨ અને આર જે ૦૮ જીએ ૨૦૭૮માં ભરી મોકલી હોય જે માલ ગીરીજા ટાઈલ્સ એન્ડ સેનેટરી ગાજીપુર યુપી વાળાને પહોંચાડવા રવાના કરી હતી જોકે આરોપીઓએ ટાઈલ્સનો મુદામાલ ઓળવી જઈને વિશ્વાસઘાત અને ઠગાઈ કરેલ હોય જે મામલે મોરબીના રહેવાસી મહેન્દ્રભાઈ હીરજીભાઈ મુંદડીયાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી

જે ઠગાઈ મામલે જીલ્લા એસપી એસ આર ઓડેદરા અને ડીવાયએસપી રાધિકા ભારાઈના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા પીએસઆઈ આર પી જાડેજાની ટીમે તપાસ ચલાવી હતી જેમાં ટ્રક આરજે ૦૬ જીડી ૦૭૭૨નો ચાલક નૂતનપ્રકાશ ગુર્જર સિરામિક વિસ્તારમાં હોય જેની પૂછપરછ કરતા આરોપી રામસિંગ જાટના કહેવાથી તેને રાજસ્થાનના અજમેર જીલ્લાના કિશનગઢ ગામે નીશારાબાદ બાયપાસ હાઈવે પર આવેલ હરિયાણી હોટેલ બાજુના શોપિંગની પ્રથમ દુકાનમાં અને બીજી ટ્રક રાજ્ચીડીયા નામની હોટલની હોટલ બાજુમાં આવેલ શોપિંગમાં ટાઈલ્સ ખાલી કર્યાની જણાવ્યું હતું જેથી વાંકાનેર તાલુકા પોલીસે રાજસ્થાનમાં તપાસ ચલાવી હતી અને ઓળવી ગયેલ ટાઈલ્સ હોવાનું ફલિત થતા કુલ ૧૧,૬૫,૭૧૨ની ટાઈલ્સ કબજે કરી ૧૦૦ ટકા મુદામાલ રીકવર કરવામાં સફળતા મળી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.