Abtak Media Google News

ચર્મ રોગ નિષ્ણાત તબીબોની વેસ્ટઝોનની કોન્ફરન્સ ડર્માઝોન ૨૦૧૭માં ચામડીના રોગોના નિદાનસારવાર અંગે માર્ગદર્શન સાંપડયું

રાજકોટમાં ચર્મ રોગ નિષ્ણાંત તબીબોની વેસ્ટઝોનની દ્વિવાસિક કોન્ફરન્સ યોજવામાં આવી છે. જેં કોન્ફરન્સના સાયન્ટીફીક કમિટીનાં નિષ્ણાંતોએ કોન્ફરન્સમાં જણાવ્યું હતુ કે, ધાધર પહેલા માથાના આસપાસના ભાગમાં અથવાતો ગળા પર જોવા મળતી હતી. પણ હવે આખા શરીરમાં કોઈપણ જગ્યાએ ધાધર થતી જોવા મળી રહી છે. લેડીઝમાં પહેલા પેડુના ભાગમાં અને પૂ‚ષોમાં જનરલ જાંધમાં જ જોવા મળતી હતી અને દવાનો, નોર્મલ કોર્ષ કરવાથી ધાધર મટી પણ જતી હતી પણ હવે કોઈ પણ સીઝનમાં અને શરીરનાં કોઈપણ ભાગ પણ ધાધર થાય છે. અને મોટાભાગના કેસમાં દવાથી મટાડી શકાતી નથી ફેશન વાળી લાઈફ સ્ટાઈલમાં લેડીઝ ટાઈટ જીન્સ અને એ પણ એકથી વધુ વખત પહેરે, લેગીસ વગેરે જેવા ટાઈટ કપડા પહેરે છે. જયારે જેન્ટસ પણ જીન્સ કે અન્ય ટાઈટ કપડા ધોયા વગર એકથી વધુ વાર પહેરે છે. જેના કારણે ધાધર થઈ શકે છે. ધાધરએ એક ચેપી રોગ છે. ઘરના એક સભ્યને થાય તો તેનો ચેપ ઘરનાં અન્ય સભ્યોને પણ થવાનું જોખમ રહે છે.

ધાધરથી બચવા લોકોને નિયમિત સ્નાન કરવું, સ્વચ્છ કપડા પહેરવા, બની શકે તો ઈસ્ત્રી કરીને જ કપડા પહેરવા એક બીજાનાં કપડાનો ઉપયોગ ન કરવો, ટુવાલ, નેપકીન વગેરે દરેકના અલગ રાખવા વગેરરે બાબતોનું ખાસ ધ્યાન રાખવા બાબતે જણાવ્યું હતુ ડો. બેલા શાહે કોન્ફરન્સમાં સાયન્ટીફીક વિભાગ અંગે માહિતી આપતા જણાવ્યું હતુ કે ફુગ જન્ય ચામડીના રોગ ઉપરાંત સોરીયાસીસ, કનેકટીવ ટીસ્યુ ડિસીઝ કે જેમાં શરીર પર લાલ ચકમા પડવા સાથે તાવ વવો અને સાધાના દુખાવા થવા વગેરે.

ચામડીના રોગના નિદાન અને સારવાર અંગે જ્ઞાનનું આદાન પ્રદાન કરવામાં આવશે. તેમણે કહ્યું કે એસએલવીમાં બાળકોનાં મગજ પર અસર થાય, દર્દીના કીડની, ફેફસાના અસર થાય, સાંધાનો દુખાવો થાય તાવ આવે શરીર પર લાલ ચકામા થઈ જાય, વગેરે લક્ષણો ધરાવતા દર્દીની સારવાર કરતા હોય છે. કોન્ફરન્સમાં આ બાબતે ખાસ લેકચર રાખવામાં આવ્યું હતુ.

ચર્મ રોગ નિષ્ણાંત તબીબોની કોન્ફરન્સનો રાજકોટ ખાતે શુભારંભમાં જાણીતા ચર્મરોગ નિષ્ણાંત ડો. રામોતીયા અને ડો. લાલસેતાની ટીમ દ્વારા પર્યાવરણ બચાવોનાં હેતુ સાથે ઈસોવેનિયરનું વિમોચન કરવામાં આવ્યું હતુ જેમાં આપણાદેશના તબીબો રીસર્ચ કરે અને દુનિયા તેને સ્વીકારી અમલ કરે તેવી મેયર ડો. જયમન ઉપાધ્યાયે શુભેચ્છા પાઠવી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.