Abtak Media Google News

આ વર્ષની 23 નવેમ્બરે સિનેમા ઘરોમાં દસ્તક આપશે ટાઈગર શ્રોફની આ ફિલ્મ…

ટાઈગર શ્રોફની નવી ફિલ્મ  ‘સ્ટુડેંટ ઑફ ધ યર 2’ને લઈને દર્શકોમાં ખુબજ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધીમાં આ ફિલ્મની પહેલી શેડ્યુલની શૂટિંગ પૂરી થય છે. થોડા દિવસો પહેલા જ આ ફિલ્મોની ઘણી પોસ્ટ સામે આવી હતી. આ પોસ્ટ ઉપરાંત ફિલ્મના સેટ ઉપરથી પણ ઘણી એવી તસ્વીરો સામે આવી હતી કે જે, આ ફિલ્મને જોવા માટે વધારે ઉત્સુકતા વધારી રહી છે.

તમને જણાવી દઈએ કે આ ફિલ્મની ઉત્સુકતા વધારવા માટે આ ફિલ્મના નિર્માતા કરણ જોહરે આ ફિલ્મનો એક પ્રમોશનલ વિડિઓ શેર કર્યો છે. આ વિડિયોમાં તમે ટાઈગર શ્રોફને  તમે એક જબરદસ્ત ડાન્સ અને પગના મુવ્સ કરતાં જોઈ સકો છો.આ વિડીઓના અંતમાં તમે જોઈ શકસો કે ટાઈગર શ્રોફે પોતાના ડાન્સના મુવ્સ દ્વારા ‘સ્ટુડેંટ ઑફ ધ યર 2’ લખ્યું છે.

આ વિડીયોને તમે નીચે જોઈ શકો છો…

 આ ફિલ્મ વિષે તમને જણાવી દઈએ કે ‘સ્ટુડેંટ ઑફ ધ યર 2’ ફિલ્મમાં ટાઈગર શ્રોફની સાથે તારા સુતરીયા અને ચંકી પાંડેની છોકરી અનન્યા પાંડે પણ મુખ્ય ભૂમિકામાં નજર આવશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.