Abtak Media Google News

બોલીવુડના પ્રસિદ્ધિ અભિનેતા ટાઇગર શ્રોફ જે ‘ધ બાઘી મેન’ તરીકે ઓળખાય છે. ટાઇગર પોતાની એક્શન ફિલ્મો માટે વખણાય છે. તે બોલિવુડમાં પોતાની વધુ એક એક્શન ફિલ્મ માટે ચર્ચામાં છે જેની જાહેરાત તેણે પેહલા જ પોતાના સોશિયલ મીડિયા પર કરી દીધી હતી.તે ફિલ્મનું નામ ‘ગણપત’ છે જેના એક પછી એક પોસ્ટર સામે આવી રહ્યા છે.આ ફિલ્મમાં ટાઇગર શ્રોફ સાથે ક્રિતિ સેનન લીડ રોલમાં જોવા મળશે.

Ganapath001

લાંબા સમય બાદ ટાઇગર અને ક્રિતીની જોડી ગણપત ફિલ્મમાં જોવા મળશે. આ એક્શન ફિલ્મના ડાયરેક્ટર વિકાસ બહલ છે.ટાયગરે ક્રિતીના ફોટા સાથેનું મોશન પોસ્ટર પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યું છે જેના કેપ્શનમાં તેમણે લખ્યું છે કે, ‘ તે કૃતિ સાથે કામ કરવા માટે ખૂબ જ ઉત્સાહીત છે’.

https://www.instagram.com/p/CLGWWtJHFNO/?utm_source=ig_embed

ગણપત ફિલ્મના આ મોશન પોસ્ટરની વાત કરીએ તો, ક્રિતી તેમાં એકદમ હટકે લુકમાં જોવા મળી રહી છે. ક્રિતીનો
કીલર લુક ધમાકેદાર દેખાવ,જોઈને તમે પણ કહેશો વાહ…. ચોતરફ આગ સાથે બાથ ભીડેલી બિલ્ડીંગો બાદ તુરંત જ ક્રિતીનો  શોટ એકદમ હટકે લાગે છે. બાઈક પર હોટ અદા સાથે નજરે ચડતી ક્રિતી “ઘૂમ ગર્લ”થી કંઈ કમ નથી લાગતી. આ અગાઉ પણ “હીરોપંતી ” મૂવીમાં ટાઈગર શ્રોફ અને ક્રિતી સેનને ધૂમ મચાવી હતી. આ બંનેની જોડીને સ્ક્રિન પર ચાહકોએ ખૂબ પ્રતિસાદ આપ્યો હતો ત્યારે હવે, આગામી વર્ષ 2022માં રિલીઝ થનારી આ મુવી ગણપતને ચાહકો કેટલો પ્રતિસાદ આપે છે એ જોવાનું રહ્યું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.