Abtak Media Google News

મહોમ્મદ રફીનું નામ સાંભળતાં ભારતના સંગીત પ્રેમી લોકોમાં એક અનેરો આદરભાવ જાગી આવે છે. સ્વ. મહોમ્મદ રફી એક ઉમદા ગાયક હતા. જેમના સ્વરને જુની પેઢીના તો ઠીક પરંતુ હાલની નવી પેઢીના લોકો પણ માણે છે.મહોમ્મદ રફીકે જેઓને રફી સાહેબના હુલામણા નામથી વધુ ઓળખાય છે. જેઓની પુણ્યતીથી હાલમાં ૩૧ જુલાઇના રોજ હતી.તેમને સ્વર શ્રઘ્ધાંજલી આપવા રાજકોટમાં રફી સાહેબનામોટા એવા ફેન અને મેલોડી કલર્સ ઓકકેસ્ટ્રાના મનસુઅ ત્રિવેદી દ્વારા ‘મહોમ્મદ રફી કી યાદે’ નામથી એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં છેલ્લા ર૦ વર્ષથી મહોમ્મદ રફી જેવો અવાજ જેમના કંઠમાં વણાયેલો છે તેવા રહીમભાઇ શેખ દ્વારા રફી સાહેબના સદાબહાર ગીતો ગાઇ સંગીત પ્રેમીઓને મંત્ર મુગ્ધ કરી દેવાયા હતા.આમંત્રીત શ્રોતાઓ તથા રફી સાહેબના અવાજના પ્રેમીઓએ મોટી સંખ્યામાં આ કાર્યક્રમ અરવિંદભાઇ મણીયાર હોલ ખાતે માણ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.