ફલાવર શોનો તોતીંગ ખર્ચ કાઢવા પ્રજા પર ટિકિટ બોજ

બાળકોને પણ ટિકિટમાંથી મુક્તિ નહીં: ફલાવર શો નિહાળવા વ્યક્તિદીઠ રૂા.૨૦ ચૂકવવા પડશે: રાજકોટવાસીઓ પાસેી ૮૦ લાખ રૂપિયા ઉસેડી લેવાનું કોર્પોરેશનનું કારસ્તાન

પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી રાજકોટમાં થવાની છે. ત્યારે ઉત્સવપ્રેમી રાજકોટવાસીઓને આંઝાદી દેવા તમામ સરકારી વિભાગો દ્વારા અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. મહાપાલિકા દ્વારા ૨૪ થી ૨૬ જાન્યુઆરી દરમિયાન રેસકોર્સ સંકુલ ખાતે ફલાવર શોનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં આશરે એકાદ કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે. ફલાવર શોનો તોતીંગ ખર્ચ કાઢવા માટે મહાપાલિકાએ નવું કારસ્તાન રચ્યું છે. જેમાં વ્યક્તિદીઠ રૂા.૨૦ ટિકિટ રાખવામાં આવી છે. આટલું જ નહીં માસુમ બાળકોને પણ ટિકિટમાંથી મુક્તિ આપવામાં આવી ની. આજે યોજાયેલી પત્રકાર પરિષદમાં મ્યુનિ.કમિશનર ઉદીત અગ્રવાલ દ્વારા ફલાવર શોમાં ટિકિટના દરો જાહેર કરવામાં આવ્યા છે.

સામાન્ય રીતે પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી થતી હોય ત્યારે લોકોને સરકાર દ્વારા યોજાતા તમામ કાર્યક્રમો નિ:શુલ્ક માણવાની તક આપવામાં આવતી હોય છે. પરંતુ રાજકોટ ૨૬મી જાન્યુઆરીની પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં શહેરીજનોના ખિસ્સા હળવા કરવાનું કારસ્તાન રચવામાં આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. પોલીસ તંત્ર દ્વારા નેહા કક્કરની મ્યુઝિકલ નાઈટમાં પણ તોતીંગ ટિકિટ દર રાખવામાં આવ્યા છે. તો મહાપાલિકા દ્વારા ૨૪ થી ૨૬ દરમિયાન યોજાનારા ફલાવર શો માટે પણ રાજકોટવાસીઓના કેડે ટિકિટનો બોજ લાદવામાં આવ્યો છે.

ફલાવર શોમાં ત્રણ દિવસ દરમિયાન ૪ લાખ કે તેી વધુ લોકો ફલાવર શોની મુલાકાત લે તેવી સંભાવના ખુદ મ્યુનિ.કમિશનર ઉદિત અગ્રવાલે વ્યકત કરી હતી. વ્યક્તિદીઠ રૂા.૨૦ ટિકિટ દર નિયત કરવામાં આવ્યો છે. જેનો સીધો હિસાબ કરવામાં આવે તો ફલાવર શોમાં ટિકિટ કી મહાપાલિકાને ૮૦ લાખી વધુની આવક થશે. ૨૧ ફૂડ સ્ટોલની જાહેર હરરાજી કરવામાં આવતા ૮ લાખી વધુની આવક થવા પામી છે. ફલાવર શો માટે ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં રૂા.૫૦ લાખની જોગવાઈ કરવામાં આવી છે .જેની સામે ૧ કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે પરંતુ ટિકિટ અને ફૂડ સ્ટોલ કીમત જ ૮૮ લાખ જેવી માતબર આવક થવાની છે તો બજેટમાં કરવામાં આવેલી જોગવાઈમાંથી ૨૫ ટકા રકમ પણ ખર્ચાશે નહીં. પત્રકાર પરિષદમાં ફલાવર શોની વિગતો દબાવી રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ મ્યુનિ.કમિશનર ઉદીત અગ્રવાલે પ્રદેશ ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજની છાનાખુણે મૌખીક મંજૂરી લીધા બાદ ફલાવર શોની ટિકિટના દર જાહેર કર્યા હતા. અમદાવાદ મહાપાલિકા દ્વારા તાજેતરમાં ફલાવર શો યોજવામાં આવ્યો હતો. તેમાં જે ફલાવર વધ્યા છે તે રાજકોટની વિનામુલ્યે આપવામાં આવશે. આ ઉપરાંત ફલાવર શોમાં જે ફૂલોના સ્ટોલ શે તેનાી જે આવક શે તેની મહાપાલિકાને બોનસ બની રહેશે. ટૂંકમાં ફલાવર શો મહાપાલિકા માટે કમાઉ દીકરો સાબીત ાય તેવી શકયતા પણ નકારી શકાતી નથી.

ફલાવર શોમાં ટિકિટની જાહેરાત તાની સો જ લોકોમાં ભારે નિરાશા વ્યાપી જવા પામી છે. ખુદ શાસક પક્ષના નગરસેવકો પણ આ નિર્ણયી અંદર ખાને નારાજ હોવાનું જાણવા મળી રહ્યું છે.

રેસકોર્સ રીંગ રોડ પર મોટીફ લાઈટીંગ ડેકોરેશનનું શુક્રવારે મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન

પ્રજાસત્તાક પર્વની ઉજવણી અતર્ંગત મહાપાલિકા દ્વારા ૨૪ અને ૨૫ જાન્યુઆરી દરમિયાન ૨૫૫ કરોડી વધુના અલગ અલગ પ્રોજેકટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે. જેની જાહેરાત આજે પત્રકાર પરિેષદમાં મ્યુનિ.કમિશનર ઉદીત અગ્રવાલ, મેયર બીનાબેન આચાર્ય, ડે.મેયર અશ્ર્વિનભાઈ મોલીયા, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, શાસક પક્ષના નેતા દલસુખ જાગાણી અને પક્ષના દંડક અજયભાઈ પરમાર દ્વારા કરવામાં આવી હતી. ૨૪મીના રોજ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના હસ્તે રૂા.૨૪.૪૧ કરોડના ૭ કામોનું લોકાર્પણ કરવામાં આવશે

અને રૂા.૮.૩૯ કરોડના ૫ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. જ્યારે ૨૫મી જાન્યુઆરીના રોજ મુખ્યમંત્રીના હસ્તે ૬૨.૧૫ કરોડના કામોનું લોકાર્પણઅને ૧૬૧.૩૫ કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, કાલી ૨૫મી સુધી કિશાનપરા ચોક ખાતે એક જેલ બનાવવામાં આવશે. જેમાં પ્લાસ્ટીક ભારત છોડોનું અભિયાન હાથ ધરવામાં આવશે. માય એફ.એમ.ના આભા આ જેલમાં ૭૨ કલાક રહેશે અને વિવિધ સ્કૂલના છાત્રો શહેરમાંથી ૫૦૦ કિલો પ્લાસ્ટીક એકત્ર કરી જેલમાં લાવશે.

સ્કૂલના છાત્રો પેપર બેગ બનાવી પોતાની શાળાના આસપાસના વિસ્તારો અને કોમર્શીયલમાં જઈ પેપર બેગ આપી પ્લાસ્ટીક એકત્ર કરશે. શુક્રવારના રોજ રેસકોર્સ રીંગ રોડ પર તમામ ૮૫ લાઈટીંગ પોલ પર મોટીફ લાઈટીંગનું ડેકોરેશન કરવામાં આવ્યું છે. જે પર્મેનેન્ટ રહેશે. ખાસ લાઈટીંગનું વિજયભાઈ રૂપાણીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવશે. શુક્રવારે રાત્રે ૮:૩૦ કલાકે વિરાણી હાઈસ્કૂલ ખાતે જૂના ફિલ્મી ગીતોનો રંગારંગ કાર્યક્રમ યોજાશે. ૨૫મીએ મુખ્યમંત્રીની ઉપસ્થિતમાં બે કાર્યક્રમ યોજાશે. જેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને મહાપાલિકા આયોજીત બુકફેરનું ઉદ્ઘાટન કરવામાં આવશે અને કરોડો રૂપિયાના વિવિધ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે.

Loading...