કડકડતી ઠંડી વચ્ચે ધમધમતા ગોળના રાબડા

ઉના-કોડીનાર સહીતના પંથકમાં શેરડીની ખેતી કરતા ખેડુતો માટે ગોળના રાબડા આશીર્વાદરૂપ

અઠવાડિયાથી શરૂ થયેલી સીઝન બે મહિના ચાલશે: રાબડા દીઠ ૧પ થી ૨૦ શ્રમિકો રોજગારી મેળવે છે

કડકડતી ઠંડી પડતાંની સાથે જ ઉના પંથકમાં ગોળના રાબડા ધમધમવા લાગ્યાં છે. ઉના-કોડીનાર સહિતના પંથકમાં શેરડીની ખેતી કરતા ખેડુતો માટે આ રાબડા આશીર્વાદરૂપ સમાન છે.

ઉના તાલુકા આસપાસના પાંચ-સાત કિલોમીટરના વિસ્તારમાં ત્રણ-ચાર ગોળના રાબડા શિયાળાની અતિશય ઠંડી વચ્ચે છેલ્લા અઠવાડીયાથી શરૂ થયાં છે. આ રાબડા ડિસેમ્બર એન્ડમાં શરુ થઇ જાન્યુઆરી અને ફેબ્રુઆરી મહિના સુધી ચાલે છે. શેરડીનો પાક તૈયાર થઇ જતા તેમજ ઠંડીનું પ્રમાણ અતિશય વધી જતા દર વર્ષે આ સીઝનમાં ગોળના રાબડા ધમધમે છે. ગોળના રાબડા ખાસ કરીને ખુલ્લી જગ્યામાં કે વાડી વિસ્તારમાં ચાલતા હોય છે. રાદડા દિઠ ૧પ થી ર૦ શ્રમિકોને આસાનીથી રોજગારી મળી રહે છે. સમગ્ર વિસ્તારમાં શેરડીનો સારો પાક થતો હોય ત્યારે જિલ્લામાં ખાંડ ઉઘોગ બંધ થતા દેશી ગોળના રાબડા શરુ થયા છે. શેરડીના પાકને ગમે તેવો વરસાદ તો પણ કંઇ નુકશાન થતું નથી તેમજ ઉના-કોડીનાર સિ!તના પંથકમાં શેરડીના પાક માટે જમીન વધુ અનુકુળ હોય જેથી શેરડીનું ઘુમ ઉત્૫ાદન થાય છે.

લોકો હવે પોતાના આરોગ્ય માટે જાગૃત થયા હોય તેથી દેશી ગોળ ખરીદવાનો વધુ આગ્રહ રાખે છે. અને ગોળમાં ફર્સ્ટ અને સેક્ધડ કવોલીટી ખાવાનું વધુ પસંદ કરે છે. અહીં સ્થાનીક રાબડામાં બનતા ગોળને મોટા ભાગે જુનાગઢ જીલ્લાના વેપારીઓ ખરીદે છે અને દેશી ગોળનુ: કોલ્ડ સ્ટોરેજમાં સંગ્રહ કરી સીઝનમાં વેચાણ કરે છે.

Loading...