Abtak Media Google News

આગામી ૪૮ કલાકમાં દેશના ઉત્તરીય ભાગમાં વધુ એક ધુળનું તોફાન આવે તેવી હવામાન વિભાગની આગાહી.

ઉત્તરપ્રદેશ, હિમાચલપ્રદેશ, પંજાબ, હરિયાણા અને દિલ્હીમાં પ્રિ-મોન્સુન ગતિવિધિ: ગુજરાતમાં તાપમાન ઘટશે.

રાજસન, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ઝારખંડ, હિમાચલપ્રદેશ, પંજાબ, દિલ્હી, હરિયાણા અને પં.બંગાળ સહિતના કુલ ૧૨ રાજયોમાં ન્ડરસ્ટોર્મ અને વાવાઝોડાએ કાળો કેર વર્તાવ્યો છે. ગ્લોબલ વોર્મિંગના પરિણામે એકાએક આવેલું આફતનું આ તોફાન અનેક લોકોને ભરખી ગયું છે. વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે તોફાન ઉદ્ભવ્યું છે અને હજુ અનેક પરિવારો તબાહ કરે તેવી દહેશત છે.

હાલ ગ્લોબલ વોર્મિંગના કારણે સમગ્ર વિશ્ર્વ ઉપર જોખમ ઉભુ યું છે. વાતાવરણમાં આવતા એકાએક પલ્ટાએ હવામાન શાત્રીઓને પણ મુંઝવણમાં મુકી દીધા છે. થોડા સમય પહેલા રણપ્રદેશ ગણાતા દુબઈમાં વરસાદ પડયો હતો. જયારે રશિયામાં કડકડતી ઠંડીએ અનેકનો ભોગ લીધો હતો. ભારતમાં પણ ગરમીનો પારો એકાએક ઘટી કે વધી જતા આફત સર્જાઈ છે. ગ્લોબલ વોર્મિંગના કારણે હિટવેવનું પ્રમાણ પણ વધ્યું છે.

ગઈકાલે ઉત્તરપ્રદેશ અને રાજસનના ઘણા સ્ળોએ વરસાદ સો ધુળની ડમરીઓનું ભયાનક તોફાન ફુંકાયું હતું. આ તોફાનમાં એક જ રાત્રીમાં ૧૫૦ જેટલા લોકોના ભોગ લેવાયા છે. સામાન્ય રીતે માર્ચી મે માસ દરમિયાન પ્રિ-મોન્સુન ગતિવિધિ શરૂ તી હોય છે. આ પ્રકારની ગતિવિધિમાં તેજ પવનો સો નાના મોટા તોફાન અને અચાનક ઝાપટા પડવા જેવા ફેરફારો નોંધાય છે. આ ફેરફારોની જાણ હવામાન વિભાગને આગોતરી હોય છે. જો કે, આ વખતે હવામાન વિભાગ પણ થાપ ખાઈ ગયું છે. દેશના પૂર્વોત્તર ભાગમાં તોફાન આવશે તેવું અનુમાન હવામાન વિભાગને હતું પરંતુ તબાહી ઉત્તર ભારતમાં મચી જવા પામી છે.

હજુ વેસ્ટર્ન ડિસ્ટબર્ન્સના કારણે ઉત્તરપ્રદેશ અને રાજસનમાં હવાના ઓછા દબાણના પગલે વધુ તબાહી થાય તેવી ચેતવણી હવામાન વિભાગે આપી છે. હવેના ૪૮ કલાકમાં દેશના ઉત્તરીય ભાગમાં ફરી એક ધુળનું તોફાન આવી શકે છે. આ તોફાનની સૌથી વધુ અસર ઉત્તરપ્રદેશ અને રાજસનમાં થઈ શકે છે. અગાઉ હવામાન વિભાગની આગાહી જેમ ખોટી પડી તેમ ઉત્તરપ્રદેશ અને રાજસનની જગ્યાએ ધૂળની આંધી ગુજરાતને પણ ધમરોળે તેવી દહેશત છે.

ધૂળની ડમરીઓી ઉદ્ભવેલા વિનાશાક વાવાઝોડાના કારણે મૃતકોની સંખ્યા વધતી જાય છે. ઉત્તરપ્રદેશના ૩૧ી વધુ જિલ્લામાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત સહિતના રાજયોમાં તાપમાનનો પારો ઘટી શકે તેવી શકયતા છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.